Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Parde ke Pichhe
 

પ્રેમ વિના તૂટતી જોડીઓ, તૂટતા સંબંધો

 
Source: Parde Ke Peeche, Jai Prakash Chouksey   |   Last Updated 12:23 AM [IST](07/02/2012)
 
 
 
 
 
લગ્નસંબંધમાં ઊંચ-નીચ થતી રહે છે, મતભેદ પેદા થતા હોય છે, પરંતુ જો સાચો પ્રેમ હોય તો લડતાં-ઝઘડતાં પણ જીવન આનંદથી પસાર થઈ જાય છે.

પશ્ચિમની જેમ ભારતમાં પણ હવે લગ્નો ભાંગી રહ્યાં છે. છુટાછેડા અને વિખૂટા પડવાનાં પ્રકરણ વધુ બહાર આવી રહ્યા છે, અગાઉ આ બધી વાતો ગુપ્ત રહેતી હતી. એ વાત પણ એટલી જ સાચી છે કે અગાઉ લોકોમાં સહનશક્તિ વધારે હતી.

એ.આર. રહેમાન સાથે ‘રોકસ્ટાર’માં અસરદાર ગીત લખ્યા બાદ હવે ઇરશાદ કામિલે સલીમ-સુલેમાન સાથે ‘જોડી બ્રેકર્સ’માં પણ સારાં ગીત લખ્યાં છે. તેઓ અહીં પંજાબી શબ્દોના વધુ પડતા પ્રયોગ ટાળ્યો છે, કેમકે આ કથાની પૃષ્ઠભુમિ જુદી છે. ૧૯૪૭-૬૪ના સમયગાળાને ભારતીય સિનેમામાં ગીત-સંગીતનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. એ વખતે સાહિર-શૈલેન્દ્ર-શકીલ, રાજા મહેંદી અલી ખાં અને હસરત જયપુરી જેવા વિલક્ષણ લોકોએ મહાન સંગીતકારોના સર્જનમાં મહત્વનો ફાળો આપ્યો.

છેલ્લા અનેક દાયકામાં સાહિર અને શૈલેન્દ્રની ટક્કર લે એવું કોઈ આવ્યું નથી અને આનંદ બક્ષીની લાંબી ઇનિંગ પર કોઈએ ખાસ ધ્યાન આપ્યું નથી. માધવનનાં પણ આનંદ બક્ષીની જેમ જોઈએ એવાં વખાણ થયાં નથી. તે દક્ષિણનો પ્રથમ ફિલ્મસ્ટાર છે, જે મુંબઈયા સિનેમામાં સફળ થયો છે. તેના પહેલાં અને તેનાથી વધુ લોકપ્રિય રજનીકાંત અને કમલ હાસન સફળ થયા નથી.

‘જોડી બ્રેકર્સ’માં માધવન પોતાના નિષ્ફળ લગ્નજીવન બાદ વળતર સ્વરૂપે બધી જ સંપત્તિ ગુમાવી બેસે છે. વિદેશોમાં કાયદા ઘણા જ સખત છે. ગોલ્ફ ખેલાડી ટાઈગર વુડ્સની બધી જ કમાણી આમાં ગઈ છે. માધવન યુગલોના તૂટી જતાં સંબંધોને જોડવાનું કામ શરૂ કરે છે અને આ કામ કરતાં જ તેને બિપાશા મળે છે તથા તેમની પ્રેમકહાણી શરૂ થાય છે. છેલ્લા કેટલાક દાયકામાં પશ્ચિમની જેમ ભારતમાં પણ હવે લગ્નો ભાંગી રહ્યાં છે અને હવે છુટાછેડાની સાથે જુના જમાનાનું સામાજિક કલંક જેવું રહ્યું નથી.

હકીકતમાં હવે છુટાછેડા અને વિખૂટા પડવાનાં પ્રકરણ વધુ બહાર આવી રહ્યા છે, અગાઉ આ બધી વાતો ગુપ્ત રહેતી હતી. એ વાત પણ એટલી જ સાચી છે કે અગાઉ લોકોમાં સહનશક્તિ વધારે હતી. અનેક લગ્નોમાં વિરુદ્ધ સ્વભાવનાં પતિ-પત્ની એક જ ઘરમાં બે ટાપુની જેમ આખું જીવન જીવી નાખતાં હતાં. લગ્નસંબંધમાં ઊંચ-નીચ થતી રહે છે, મતભેદ પેદા થતા હોય છે, પરંતુ જો સાચો પ્રેમ હોય તો લડતાં-ઝઘડતાં પણ જીવન આનંદથી પસાર થઈ જાય છે.

‘જોડી બ્રેકર્સ’માં ઇરશાદ કામિલ લખે છે, ‘ચલતે થે જિન પર હમ, રાસ્તે હૈં વે સબ ગુમ’. જોકે, પ્રેમના તૂટી રહેલા સંબંધમાં ‘નહીં માલુમ હસરત હૈ યા તુ મેરી મોહબ્બત હૈ, બસ મૈં ઇતના જાનતા હું કિ મુઝ કો તેરી જરૂરત હૈ... યે શોહરત આર યે દૌલત ખુદાઈ દે નહીં સકતી, મેરી તન્હાઈ સે મુઝે રિહાઈ દે નહીં શકતી’. આ ફિલ્મમાં વિવિધ પ્રકારના ગીતો છે.

કેટલાક ગીત યુવાન દર્શકો માટે બનાવાયા છે, પરંતુ આ ફિલ્મું યાદગાર ગીત, ‘કુછ તો થા તેરે મેરે દરમિયાં... રિશ્તે કો ક્યા મોડ દૂં, નાતા યે અબ તોડ દૂં યા ફિર યું હી છોડ દૂં..., બેના રશિ્તા વે બેચેન કરતા જો....કુછ તો થા તેરે મેરે દરમિયાં...’પ્રેમનો સંબંધ અત્યંત ગુપ્ત અને નાજુક હોય છે અને બે પ્રેમીના દિલમાં અજાણતાં, અનિચ્છાએ જ કોઈ નાનકડી વાત સદીઓનું અંતર બનાવી દેતી હોય છે.

ત્રીજી કોઈ વ્યક્તિ સમજી શકતી નથી, કેમકે અંતરંગ સંબંધવાળા ખુદ સમજી નથી શકતા કે અરીસો કેવી રીતે તુટી ગયો, જેનાં અર્દશ્ય ટૂકડા દિલને લોહીલુહાણ કરી રહ્યા છે. માનવીની પાસે અપાર શક્તિની સાથે જ ઘણી બધી નબળાઈઓ પણ છે. પ્રેમ એવું કોઈ કવચ કે બખ્તર આપતો નથી, જેમાં પડેલી તિરાડમાંથી ગેરસમજ અંદર દાખલ ન થઈ શકે. પ્રેમ બધા જ આવરણો, પડદા અને મુખવટાને નકારે છે અને તેનાથી પણ આગળ નીકળી જાય છે. પ્રેમ પર જ સૌથી વધુ પ્રતિબંધ લદાયેલા છે. સંબંધ તૂટવો તો મૃત્યુ સમાન છે, પછી વળતર મળે તો પણ શું અને ન મળે તો પણ શું.

એક્સ્ટ્રા શોટ : આર. માધવને વર્ષ ૨૦૦૬માં સોની ચેનલ પર પ્રસારિત ગેમ શો ‘ડીલ યા નો ડીલ’ હોસ્ટ કર્યો હતો.

પરદેકે પીછે, જયપ્રકાશ ચોક્સે

jpchowksey@yahoo.in
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 10


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.