ચાર દાયકા પછી ‘જંજીર - ૨’ માટે સલીમ-જાવેદ અને અમિતાભ જેવી પ્રતિભાઓ ક્યાં ઉપલબ્ધ છે અને સત્યેન ચૌધરી જેવા મિત્રો પણ ક્યાં મળવાના હતા?
‘જંજીર’ અમિતાભની આક્રોશની મુદ્રાની પહેલી ફિલ્મ હતી અને તેના ૨૫ વર્ષ પહેલાં એન્ટિ નાયક છબી ધરાવતી પહેલી ફિલ્મ ‘કિસ્મત’ શશીધર મુખર્જીએ યુવા અશોકકુમાર સાથે બનાવી હતી. ‘જંજીર’ની સફળતાએ અમિતાભને સ્ટાર બનાવી દીધા.
પ્રકાશ મહેરાના પુત્ર અમિત મહેરા ‘જંજીર’નો બીજો ભાગ બનાવવા માગે છે, પણ આ ટાઈટલ ૨૦૧૨ સુધી કોઈ અનિલ મિશ્રા નામના નિર્દેશક પાસે રજિસ્ટર કરાવેલી છે. મહેરા અને મિશ્રા ‘જંજીર’ના લેખક સલીમ-જાવેદને મળ્યા પણ નથી. મનોરંજન ઉદ્યોગમાં પટકથા અને સંગીત પર નિર્માતાનો અધિકાર હોય છે અને લેખક કે સંગીતકાર તેના પર કોઈ અધિકાર કરી શકે નહીં, પણ પ્રકાશિત થયેલા પુસ્તકના આધારે બનેલી ફિલ્મોની બીજીવાર રજુઆત કરવાની હોય તો લેખક પાસેથી મંજુરી લેવી પડે છે.
ફરહાન અખ્તરે ‘ડોન’ના અધિકારો નિર્માતા પાસેથી ખરીદ્યા પછી સલીમસાહેબની પર મંજુરી માગી હતી જે તેમણે સહર્ષ અને નિ:શુલ્ક આપી દીધી હતી. અમિત મહેરા અને મિશ્રા બંને પાસે ‘જંજીર-૨’ માટે કોઈ નક્કર યોજના નથી. અમિત મહેરા માટે જરૂરી છે કે તે તેના પિતાના અજોડ મિત્ર અને તેમને તમામ ફિલ્મો બનાવવામાં મદદ કરનારા સત્યેન પાલ ચૌધરીને મળે જેમણે વર્ષો પછી અન્યાયપૂર્ણ રીતે સંસ્થાથી અલગ કરી દેવામાં આવ્યા હતા. ચૌધરી અને મહેરાએ વર્ષો પહેલાં એક નિર્માતાને આ વાર્તા સંભળાવી અને તેમણે ચૌધરીને નિર્દેશન કરવાની તક આપી. પ્રકાશ મહેરાને ઉદાસ જોઈને ચૌધરીએ આ તક તેમને આપી દીધી. મિત્રતાનું આવું ઉદાહરણ ક્યારેય જોવા મળ્યું નથી.
સલીમસાહેબે ‘જંજીર’ની કથા જાવેદ અખ્તર સાથે મુલાકાત થાય તેના ઘણા સમય પહેલાં લખી હતી અને ધર્મેન્દ્રને તે માત્ર અઢી હજારમાં વેચી હતી. ધર્મેન્દ્રએ તે ખરીદ્યા પછી કાંઈ કર્યું નહોતું અને તે દરમિયાન પ્રકાશ મહેરાએ ‘જંજીર’ બનાવવાનું નક્કી કર્યું તો સલીમ સાહેબે ધર્મેન્દ્રને તેમની રકમ પરત કરી દીધી. પ્રકાશ મહેરાએ આ કથા દેવ આનંદને સંભળાવી તો તેમણે તેને નીરસ કહીને તેમાં કામ કરવાની ના પાડી, કારણ કે તેમાં નાયક કોઈ ગીત ગાતો નથી. સલીમસાહેબના કહેવાથી હતાશ મહેરાએ યુવાન અમિતાભ સાથે ‘જંજીર’ બનાવવાનું શરૂ કર્યું. માત્ર પ્રાણ જાણીતા કલાકાર હતા અને જયા ભાદુરી(બચ્ચન) થોડાં જાણીતા હતાં.
‘જંજીર’ના નિર્માણ સમયે અમિતાભ બચ્ચન અભિનીત અનેક ફિલ્મો ફ્લોપ ગઈ હતી અને તેના કારણે જ વિતરકોએ ‘જંજીર’ ખરીદી નહીં. તે સમયે પ્રકાશ મહેરા સલીમ-જાવેદથી એટલી હદે નારાજ હતા કે જીપી સિપ્પીને ફિલ્મનું ટ્રાયલ બતાવવાની રકમ પણ સલીમસાહેબે પોતાની પાસેથી આપવી પડી. તે સમયે બની રહેલી ‘શોલે’માં અમિતાભ બચ્ચનને લેવા માટે ટ્રાયલ શો રાખવામાં આવ્યો હતો. સત્યેન પાલ ચૌધરીના પ્રયત્નોથી ફિલ્મ પૂર્ણ થઈ.
આ આક્રોશની મુદ્રાની પહેલી ફિલ્મ હતી અને તેના લગભગ ૨૫ વર્ષ એન્ટિ નાયક છબી ધરાવતી પહેલી ફિલ્મ શશીધર મુખર્જીએ યુવા અશોકકુમાર સાથે ‘કિસ્મત’ના નામથી બનાવી હતી. ‘જંજીર’ની સફળતાએ ડઝન ફિલ્મો નિષ્ફળ જવા છતાં અમિતાભને સ્ટાર બનાવી દીધા. સલીમ-જાવેદ ત્યાર પછી સ્થાપિત પટકથા લેખક બની ગયા અને ભારતીય ફિલ્મોધ્યોગમાં એકશન ફિલ્મોનો તબક્કો શરૂ થયો. ચાર દાયકા પછી ‘જંજીર - ૨’ માટે સલીમ-જાવેદ અને અમિતાભ જેવી પ્રતિભાઓ ક્યાં ઉપલબ્ધ છે અને સત્યેન ચૌધરી જેવા મિત્રો પણ ક્યાં મળવાના હતા?
એક્સ્ટ્રા શોટ : વર્ષ ૧૯૭૩માં રજુ થયેલી ‘જંજીર’ પછી પ્રકાશ મહેરા અને અમિતાભ બચ્ચને સાત જેટલી ફિલ્મો સાથે મળીને કરી હતી,જેમાંની છ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી.