કલ્પનાશીલ વ્યક્તિઓ કેટલીક ઘટનાઓની કલ્પના કરતી હોય છે અને વર્ષો સુધી લોકોને તેના અંગે જણાવતી રહીને ખુદ પણ તેને સાચી માનવા લાગે છે.
દરેક વ્યક્તિ જીવનમાં આઈસબર્ગની જેમ રજૂ થતી હોય છે, જેનો સપાટીની નીચેનો ભાગ સપાટીની ઉપર દેખાતા ભાગ કરતાં વધુ મોટો હોય છે.
ફિલ્મ નિર્માતાઓ અને સ્ટાર્સના પ્રચારકો તેમને સમાચારોમાં ચમકતા રાખવા જાત-જાતની વાતો ફેલાવતા હોય છે. રાજકીય નિષ્ણાતો પણ પોતાના પ્રચારક રાખતા હોય છે અને સંસદની ગેલેરીઓમાં પણ અફવાઓ ગૂંજતી રહેતી હોય છે. આ બધાના આદર્શ હિટલરના પ્રચારક ગોબેલ્સ છે. જેમનો વિશ્વાસ હતો કે જો જુઠને સો વખત બોલવામાં આવે તો તે સાચું લાગવા લાગે છે.
આજકાલ ચર્ચા છે કે મિલન લુથરિયાની ફિલ્મ ‘ધ ડર્ટી પિકચર’માં ઇમરાન હાશમી દ્વારા અભિનિત પાત્ર તેના મામા મહેશ ભટ્ટના જીવનથી પ્રેરિત છે. મહેશ ભટ્ટને સિલ્ક સ્મિતા (આ ફિલ્મ જેના જીવન પર આધારિત છે) સાથે કોઈ સંબંધ હતો નહીં. અનેક કલ્પનાશીલ વ્યક્તિઓ પોતાના જીવન સાથે જોડાયેલી કેટલીક ઘટનાઓની કલ્પના કરતી હોય છે અને વર્ષો સુધી તેઓ વારંવાર અનેક લોકોને આ ઘટના અંગે જણાવતી રહીને ખુદ પણ તેને સાચી માનવા લાગે છે.
મિલન લુથરિયાએ હાજી મસ્તાનના જીવનથી પ્રેરિત કાલ્પનિક ફિલ્મ ‘વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ’ બનાવી છે. તેઓ નાટકીય ફિલ્મો બનાવવામાં નપિુણતા ધરાવે છે. સિલ્ક સ્મિતા દક્ષિણ ભારતની મોટી સાહસિક આઈટમ ગર્લ હતી અને તેની ‘બી’ ગ્રેડની ફિલ્મોએ તેની છબીનું એવું નિર્માણ કર્યું હતું કે તેમાંથી તે બહાર નીકળી શકી નહીં. હકીકતમાં સેક્સ સિમ્બોલનું બિરુદ્દ મેળવેલી છોકરીઓનું જીવન ત્રાસદાયક હોય છે. સિલ્ક સ્મિતા માત્ર ફિલ્મોમાં જ સાહસિક ભૂમિકાઓ કરતી હતી અને તેના ચાહકોએ તેની પ્રચારિત વાતોને સાચી માની લીધી હતી.
સીધી-સાદી અને ઘરેલુ છબી ધરાવતી વિદ્યા બાલનને સિલ્કની ભૂમિકામાં લેવાની સાથે જ ચકચાર મચી ગઈ હતી. ફિલ્મનિર્માતાના નિર્ણય કરતાં તો વિદ્યા બાલન દ્વારા ભૂમિકાના સ્વીકારને લઈને લોકોને વધુ આશ્ચર્ય થયું હતું. આ ભૂમિકા માટે તેણે શરીરનું વજન વધારવાનું હતું અને અંગપ્રદર્શન પણ કરવાનું હતું. કદાચ તે ખુદ પણ જાણતી હતી કે આ ફિલ્મ સફળ થયા બાદ તેને આવી છબીમાંથી મુક્તિ નહીં મળે અને તે ‘પરિણીતા’ જેવી ફિલ્મ ક્યારેય કરી શકશે નહીં.
પારંપરિક છબીમાંથી બહાર નીકળવાનો આગવો આનંદ તો છે પરંતુ તેમાં જોખમ પણ રહેલું છે. શક્ય છે કે વિદ્યા ખુદ પોતાની ઘરેલુ છબીથી કંટાળી ગઈ હોય અને તેને લાગ્યું હોય કે વર્તમાન સમયમાં અંગપ્રદર્શનની મદદ વગર તે ટોચ પર પહોંચી શકશે નહીં. એવું પણ વિચારી શકાય કે વિદ્યા બાલનના મનમાં ક્યાંક પોતાની કાંચળી ઉતારી ફેંકવાની આતુરતા હશે અને ‘ધ ડર્ટી પિકચર’ની ઓફર મળતાં જ અંતરાત્મા પોકારી ઊઠ્યો હોય. દરેક વ્યક્તિ જીવનમાં આઈસબર્ગની જેમ રજૂ થતી હોય છે, જેનો સપાટીની નીચેનો ભાગ સપાટીની ઉપર દેખાતા ભાગ કરતાં વધુ મોટો હોય છે.
જે-તે વ્યક્તિ અંગે પ્રચારને આધારે આપણા મનમાં સ્થાન જમાવી ગયેલા વિચાર હોય છે. સચ્ચાઈ આ વિચારોથી કંઈક જુદી જ હોય છે. મીનાકુમારીએ પડદા પર લાંબા સમય સુધી પારંપરિક નારીની છબી જ રજુ કરી હતી. ‘પાકીઝા’ની તવાયફ પણ એકદમ પાક-સાફ છે. તેમણે પોતાની છબીમાંથી બહાર નીકળવા માટે ‘મિસ મેરી’ નામની એક હાસ્ય ફિલ્મ પણ કરી હતી પરંતુ ‘સાહબ બીવી ઔર ગુલામ’ સાહસિક ચરિત્રચિત્રણ હતું. જીવનના અંતિમ દિવસોમાં તે શરાબી-કબાબી મહિલા બની ગઈ હતી. દરેક મનુષ્ય એક કોયડો છે - વણઉકલ્યો કોયડો!
એક્સ્ટ્રા શોટ : વર્ષ ૨૦૦૫માં પ્રદર્શિત ફિલ્મ ‘પરિણીતા’ માટે વિદ્યા બાલનને સર્વશ્રેષ્ઠ નવોદિત અભિનેત્રીનો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો.