નિર્દેશકે સ્કૂલ માસ્ટરના પાત્રને ગાંધીવાદી મૂલ્યો આપ્યા છે અને તેની હત્યા કરનારો ખલનાયક પણ વારંવાર ગીતા અને મહાભારતની વાત કરે છે.
આ ફિલ્મ પિતા-પુત્રનાં સંબંધો અને સમય દ્વારા પ્રાભાવિત જીવન મૂલ્યોની કથા છે. ગાંધીવાદી પિતા ગુસ્સે ભરાતા પુત્રને શીખવાડે છે કે શક્તિનો સંગ્રહ અનુચિત નથી, પરંતુ તેનો ઉપયોગ ક્યા ઉદ્દેશ્ય માટે થઈ રહ્યો છે એ બાબત મહત્વની અને નિર્ણાયક ઘટક છે.
કરણ જોહર અને નિર્દેશક કરણ મલ્હક્ષેત્રાની ‘અગ્નિપથ’ એક તાંતણે બંધાયેલી નાટકીય ફિલ્મ છે, જે આજકાલના પોપકોર્ન હલકા-ફુલકા મનોરંજનથી બિલકુલ અલગ છે. તેના કેટલાક લાગણીસભર દ્રશ્યો ફિલ્મ પૂરી થઈ ગયા બાદ પણ દર્શકોના મગજ પર લાંબા સમય સુધી પોતાની અસર જાળવી રાખે છે. હૃતિક રોશન લાંબા સમય બાદ વ્યવસાયિક સિનેમાની મુખ્યધારામાં પાછા ફર્યો છે અને તેણે લાગણીની તીવ્રતાને અદ્ભુત રીતે રજુ કરી છે. કેટલાક સંવાદ વગરના દ્રશ્યોમાં તેણે પોતાની આંખોથી હૃદયમાં રહેલા દુ:ખને વ્યક્ત કર્યું છે.
જેમ કે પંદર વર્ષ બાદ પોતાની માતાના ઘરે ભોજન કરવાનું ર્દશ્ય અને પ્રેમિકા સાથે લગ્ન પહેલાંનું ર્દશ્ય. ઋષિ કપૂરે બેંતાલીસ વર્ષની અભિનય યાત્રામાં પ્રથમ વખત એક નિષ્ઠુર ખલનાયકની ભૂમિકા અસરકારક રીતે ભજવી છે. ઉલ્લેખનીય છે કે આ જ નિર્દેશક કરણના પિતા રવિ મલ્હક્ષેત્રાની ફિલ્મ ‘ખેલ ખેલ મેં’માં ઋષિ કપૂર અને નીતુએ યુવાન પ્રેમીઓની ભૂમિકા ભજવી હતી. ખલનયાક તરીકે ઋષિ કપૂર જુગુપ્સા અને ભય પેદા કરવામાં સફળ થયા છે.
‘અગ્નિપથ’માં અનેક લાગણીસભર દ્રશ્યો છે અને તેને માત્ર એકશન ફિલ્મ કહેવી ખોટું કહેવાશે. આ ફિલ્મ પિતા-પુત્રનાં સંબંધો અને સમય દ્વારા પ્રાભાવિત જીવન મૂલ્યોની કથા છે. ગાંધીવાદી પિતા છે, જે પોતાના ગુસ્સામાં આવતા પુત્રને શીખવાડે છે કે શક્તિનો સંગ્રહ અનુચિત નથી, પરંતુ તેનો ઉપયોગ કોઈ ઉદ્દેશ્ય માટે કરવામાં આવી રહ્યો છે એ બાબત મહત્વની અને નિર્ણાયક ઘટક છે. પિતા સ્કૂલ માસ્તર પણ છે અને કવિ પણ છે, જેમનો વિશ્વાસ છે કે કવિતા શક્તિ દેવી છે અને કલાઈમેકસમાં તેનો લાગણીશીલ પ્રયોગ પણ જોરદાર રીતે કરાયો છે.
ફિલ્મમાં ઓમપુરી એક ઇમાનદાર કર્તવ્યનિષ્ઠ પોલિસ અધિકારી છે, જે કોઈ પણ પરિસ્થિતિમાં સિદ્ધાંત છોડતા નથી. આ પાત્ર સ્કૂલ શિક્ષકની હત્યા બાદ પણ એ જ મૂલ્યોને યાદ અપાવે છે. તે નાયકની મજબૂરી અને વેદના સમજે છે. કરણ જોહરે આ ફિલ્મની લાગણીને એવી તીવ્રતા સાથે બનાવી છે, જાણે કે તે પોતાના પિતા યશ જોહરને આદરાંજલિ રચી રહ્યા હોય. નિર્દેશક કરણ મલ્હક્ષેત્રાએ પણ પોતાના વિષયને સારી રીતે સમજયો છે અને એકદમ ભવ્ય ધોરણે લાગણીપ્રધાન ફિલ્મ બનાવી છે. આખી ફિલ્મ નિર્દેશકની કલ્પનાશીલતાથી ભરપૂર છે.
કલાઈમેકસમાં ખલનાયકને જ્યારે ખબર પડે છે કે નાયક વિજય સ્કૂલ માસ્ટર દીનાનાથનો પુત્ર છે, ત્યારે કાંચા ચીના કહે છે કે જે ઝાડ પર માસ્ટરને ફાંસી આપી હતી, કોણ જાણે કેમ સૂકાઈ ગયું છે. એ જ ઝાડ પર નાયક ખલનાયકને ફાંસીએ લટકાવી દે છે. અહીં અન્યાય સમાપ્ત થાય છે. નિર્દેશક કરણ મલ્હક્ષેત્રાએ મુકુલ આનંદ દ્વારા નિર્દેશિત ‘અગ્નિપથ’માંથી માત્ર મૂળ માળખું જ ઉઠાવ્યું છે, પાત્રોનાં તમામ સંબંધોને નવેસરથી રજુ કર્યા છે. પટકથાની ગૂંથણી ભારતીય સિનેમાના દાયકાઓથી ચાલી આવતી ઢબ કરીને એ સાબિત કરી દીધું છે કે ફોમ્યુંલામાં રહીને પણ તાજગી રચી શકાય છે.
‘અગ્નિપથ’ જેવી મજબૂત પટકથા અને ગુંથણી ધરાવતી ફિલ્મ મહાનગરોથી માંડીને કસબાઓ સુધી દર્શકોને પ્રભાવિત કરે છે. નિર્દેશકે સ્કૂલ માસ્ટરના પાત્રને ગાંધીવાદી મૂલ્યો આપ્યા છે અને તેની હત્યા કરનારો ખલનાયક પણ વારંવાર ગીતા અને મહાભારતની વાત કરે છે. શું આ નિર્દેશકનો સૂક્ષ્મ સંકેત છે કે ગાંધીની હત્યા કરનારાના મોઢામાં પણ રામ અને બગલમાં છુરી હતી?