Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Parde ke Pichhe
 

કંગનાનો ખરો રણકાર હવે થયો

 
Source: Parde Ke Piche, jayprakash Chokse   |   Last Updated 12:25 AM [IST](09/08/2010)
 
 
 
 
 
તાજેતરના પ્રદર્શિત ફિલ્મ ‘વન્સ અપોન એ ટાઈમ ઈન મુંબઈ’માં કંગના રાણાવતના સૌંદર્ય અને અજય દેવગનના અભિનયની પ્રશંસા થઈ રહી છે. નાના શહેરના મધ્યમવર્ગીય કુટુંબમાંથી આવેલી કંગનાએ મહાનગર મુંબઈમાં શરૂઆતમાં થોડા દગા-ફટકા સહન કર્યા અને એટલા અનુભવ પછીયે ફરી એ ન છેતરાય એ જરૂરી નથી. ખરેખર તો મહાનગરના જીવનમાં ઠગાયા પછી સામાન્ય માનવીમાં બીજાને ઠગવાની લાયકાત આવી જાય છે. જોકે મહાનગરીય જીવનના ક્રૂસબિલ (પ્રયોગ શાળાનું એક વાસણ)માં ચરિત્ર ઘડતરની રાસાયણિક પ્રક્રિયા વધુ ઝડપી રીતે થાય છે અને એક દિવસ મનુષ્ય પોતાની જાતને જ ઓળખી શકતો નથી.

નિદા ફાજલીને મુંબઈ આવ્યે લગભગ ચાલીસ વર્ષ થઈ ચૂક્યાં છે, પરંતુ તેઓ હજુએ મહાનગરીય જીવનના ભય-દહેશતથી પૂરેપૂરા મુક્ત થયા નથી. તેમણે આવતાં જ એટલું સમજી લીધું હતું કે એક માણસની પડખે તેના દસ સ્વરૂપો કતારબંધ ઊભા હોય છે અને અહીં ચાલવું હોય તો આગળ ચાલનારાને પાડીને તેની પીઠ પર પગ મૂકીને આગળ ચાલો. એ જ બાબત વર્ષ ૧૯૫૬માં પ્રદર્શિત ફિલ્મ ‘જાગતે રહો’માં દર્શાવાઈ હતી. ગામડેથી રોજી-રોટીની શોધમાં આવેલો માણસ તરસ લાગતાં એક બહુમાળી મકાનમાં ઘૂસે છે ત્યાં તેને ચોર સમજીને એકથી બીજા ઠેકાણે ધકેલવામાં આવે છે.

આ ગતિવિધિમાં ઈમારતમાં છુપાયેલા બધા ભ્રષ્ટ અને અપરાધી તત્વો પકડાઈ જાય છે. આખરી ર્દશ્યમાં નાયક પહેલી જ વખત બોલે છે કે ‘તમે મને શું શીખવ્યું?’ મહાનગરીય ચાલાકી તમે બધે જોઈ શકો છો. નાનાં શહેરો અને ગામડાંમાં હજુ માસૂમિયત યથાવત હોવાની ફોમ્યુંલા હવે ધરાશાયી થઈ ચૂકી છે. જંગલ સમાન બનતી આ સંસ્કૃતિમાં સક્ષમ બચી શકે છે અને એ સ્પર્ધાના ભાવ હેઠળ દરેક જગ્યાએ ચાલાકીઓ જોવા મળે છે. તમે એક નાનકડી બાબત પર ધ્યાન આપો કે મહાનગરો અને મધ્યમ કદનાં શહેરોના સૌંદર્ય પ્રસાધન-સારવાર માટેના સલૂનોના-બ્યુટી પાર્લર્સના વિજ્ઞાપનો પણ સરખા હોય છે.

સુંદરતાને નામે શરીર માલીશ વગેરેના વિજ્ઞાપનોમાં બધા અ®લીલ સંકેતો મળે છે. કંગના રાણાવતે અનુરાગ બસુની ‘ગેંગસ્ટર’ સાથે કારકિર્દીનો પ્રવાસ શરૂ કર્યો. તેણે શરૂઆતની ફિલ્મોમાં કોઈ ઘેલછા-ઝનૂનનો શિકાર બનેલી સ્ત્રીનું પાત્ર કરવું પડ્યું. તેની તૈયારી માટે તેને એમ પણ કહેવામાં આવ્યું કે એ પોતે પણ ‘એવી જપ્ત છે. તેના અચેતન મન (સબકોન્શિયસ માઈન્ડ) પર એ બાબતો અને એ પાત્રોની અસર થઈ છે અને હવે એ બધી અસરોથી મુક્ત થઈને કંગના નાચતી-ગાતી પ્રસન્ન ચિત્ત નવયુવતીની સર્વ સામાન્ય-નિયમિત ભૂમિકા ભજવવા માગે છે.

આપણા ફિલ્મઉદ્યોગનું આંતરિક માળખું જ એવું છે કે કોઈ સુપરસ્ટાર સાથે ભવ્ય ફિલ્મ ના મળે ત્યાર સુધી તમારી ક્ષમતાનો કસ વપરાતો નથી. તેનો પૂર્ણ ઉપયોગ થઈને ખરું ચિત્ર લોકો સમક્ષ આવતું નથી. કંગનાને પણ એવી જ ફિલ્મની જરૂર છે.
જયપ્રકાશ ચૌક્સે (પરદે કે પીછે)
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 7


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.