Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Our Columnists >> Kanti Bhatt
 

સપનાં સેવજો પણ ઊંચેરાં રાખજો

 
Source: Kanti Bhatt   |   Last Updated 1:09 AM [IST](01/11/2011)
 
 
 
 
 
ભારત ટોચે છે અને રહેશે. જગતભરમાં ફેલાયેલા ૧ કરોડ ભારતીયો કમાઈને દર વર્ષે માદરે વતનમાં ૪૯ અબજ ડોલર- R ૨૪૫૦૦૦ કરોડ મોકલે છે. ભારતનો કન્ઝ્યુમર વર્ગ રોજરોજ R ૧૨૦૦૦ કરોડની ખરીદી કરે છે. તેથી જ મૂડીવાદી દેશોના મોંમાં પાણી આવે છે.

વિક્રમ સંવત ૨૦૬૮નાં કવિ દુષ્યંતકુમારનાં આ આશિષ-વચનો તમામ વાચકોને પહોંચાડું છું. ‘‘જા, તેરે સ્વપ્ન બડે હો, ભાવના કી ગોદ સે ઉતરકર, જલ્દ પૃથ્વી પર ચલના શીખે, ચાંદ તારો સી અપ્રાપ્ય, સચ્ચાઈયોં કે લિયે, રુઠના-મચલના શીખે, હંસે, મુસ્કરાએં ગાએ, અપને પાંવો પર ખડે હો, જા, તેરે સ્વપ્ન બડે હો.’’

બધું જ ભૂલજો પણ સપનાં સેવવાનું ભૂલતા નહીં. ભારતને સ્વતંત્રતા મળી પછી બળવાખોર પત્રકાર ડોમ મોરેસે જરા નિરાશાવાદી સૂરમાં ભારતમાતાને ઉદ્દેશીને લખેલું ‘હે ભારતમાતા! મેં તારી આંખમાં આંખ નાખીને જોયું ત્યારે મારા ભારત દેશને જોઈને અને તેનાં નેતાઓની દાનત જોઈને લાગ્યું કે મારું સપનું એક ‘ડિફીટેડ ડ્રીમ’ છે. જાણે ભારતનાં સપનાંને કોઈ હાઈજેક કરી ગયું છે... બસ ચારેકોર દેખાડા છે. દેખાડાથી ભગવાનની પૂજા થાય છે. પણ ખરેખર તો પૈસો પૈસો અને પૈસો ઈશ્વર બન્યો છે.’

આજે ૨૧મી સદીનું ૧૧મુ વર્ષ પૂરું થવા આવ્યું છે ત્યારે ડોમ મોરેસ સાહેબને મારે કહેવું જોઈએ કે એમ સપનાંને ‘ડફિીટેડ ડ્રીમ’ ન કહી શકાય. સપનું તો સેવવાં જ જોઈએ અને એ સપનાંને તમામ હાલતમાં સાકાર કરવું જ જોઈએ. ડૉ. અજય પ્રસૂન દાકતરી કરવા સાથે શાયરી લખતા. તેણે જોયું કે નિરાશાવાદી દર્દી જલદી સારો થતો નથી. તેમને ઉદ્દેશીને તેમણે શાયરી લખેલી.

સીઢિયાં હર સીઢિયાં ઉતરો ઈસ ઝીલમેં જાનજાઓગે કિ હોતી ચીજ ક્યાં હૈ જિંદગી

આ જિંદગી એક ઉતાર-ચઢાવનો ખેલ છે. ચઢાવથી છકી ન જવું ‘ઉતાર’થી નિરાશ ન થવું ‘ધ રિપબ્લિક’ નામના અજોડ ગ્રંથમાં ફિલસૂફ પ્લેટોએ પ્રથમ વાક્યમાં જ સ્પષ્ટ કરી દીધું કે ‘આપણો શાસક, આપણો રાજા કે દેશનો કારોબાર સંભાળનાર બીજું ગમે તે હોય પણ પ્રથમ તે ફિલોસોફર હોવો જોઈએ.

અવર કિંગ મસ્ટ બી એ ફિલોસોફર. રાજા કે વડાપ્રધાન કે ડૉ. મનમોહનસિંઘ કે સોનિયા કે પછીનાં ભાજપનાં અનિશ્ચિત નેતાઓમાંથી જે કોઈ આવે તેણે ફિલોસોફર થવું જ પડશે પણ જવા દો તે કોઈ ફિલોસોફર થવું જ પડશે પણ જવા દો તે કોઈ ફિલોસોફર થાય કે ન થાય પણ આપણે સૌએ આ ભારતનાં ‘મેલ્ટિંગ પોટમાં’ ઉકળતા ચરુમાં જ્યાં અવનવી તકલીફો આવ્યા જ કરવાની છે ત્યાં વ્યક્તિગત રીતે ફિલોસોફર બનવું જ પડશે.

ફિલોસોફર છીએ જ. ડોમ મોરેસ સાહેબે નેતાઓને કારણે જ નિરાશા વ્યક્ત કરેલી પણ હવે નેતાઓ ઉપર ભારતની પ્રજા આધાર રાખવાની નથી. દરેક નાગરિક પોતે પોતાની ઉન્નતિ માટે જવાબદાર છે અને ૨૧મી સદીમાં સક્ષમ છે. ૧૯૦૮માં ઈસ્રાયલ ઝાંગવીલ નામનાં નાટકકારે ‘ધ મેલ્ટિંગ પોટ’ નામનું નાટક લખેલું. તેમાં અમેરિકાના ગુણગાન ગાયેલાં. અમેરિકા એક ક્રુસીબલ છે. મેલ્ટિંગ પોટ છે.

સોનીની કુલડીમાં જુદી જુદી ધાતુઓ ઉકળતી હોય તેને ક્રુસીબલ કહે છે. અમેરિકામાં અંગ્રેજ, સ્કોટીશ, આયરીશ, ફ્રેંચ, ડચ, જર્મનો અને સ્વિડશિ લોકો ચારેકોરથી આવીને વસ્યા. એક જબ્બર મેલ્ટિંગ પોટ થયો. તેમાં મોડે મોડે ભારતીઓ ભળ્યા અને અમેરિકા એક મહાન દેશ બન્યો. ૧૯૦૫માં હેન્રી જેમ્સએ એક નાટક લખ્યું તેમાં પ્રથમ વાક્ય આવે છે ‘અમેરિકા ઈઝ ગોડઝ ક્રુસીબલ’-જો અમેરિકા ઈશ્વરની ઉકળતી કુલડી હોય તો આજે હિન્દુસ્તાન તો એને પણ ટપી જાય તેવો દેશ બન્યો છે. હિન્દુસ્તાનમાં અમેરિકનોને આંટે તેટલી વિવિધતા છે.

બાળા સાહેબ ઠાકરેએ ગૌરવ લેવું જોઈએ કે દિલ્હી અને મુંબઈ શહેર આવા ઉકળતા ચરુ છે. અમેરિકામાં જે વિવિધતા નથી તે ભારતમાં છે. અમેરિકામાં જેટલા દેશોના નાગરિકો હતા તેટલી વિવિધતા તો એકલા મુંબઈમાં છે. આજે એકલા અમેરિકા જેટલા સમૃદ્ધ લોકો ૩૦ કરોડ ભારતમાં છે. બાકીનાનાં અંતરાત્મા સમૃદ્ધ છે.

લંડનના ‘ઈકોનોમસ્ટિ’ જેવા સાપ્તાહિકે તેના ૨૨-૧૦-૧૧ના છેલ્લા અંકમાં ભારત માટે લખ્યું છે. ‘‘ઈન્ડિયા ઈઝ એ સુપર પાવર ઈન વેઈટિંગ.’ આજે ઘણા શહેરોમાં પુત્રો કરતાં પુત્રીની સંખ્યા વધુ છે. બ્રાહ્નણ કુટુંબમાં ત્રણ ત્રણ પુત્રી હોય પણ તેના પિતાને પુત્ર ન હોવાનો કોઈ અફસોસ નથી. આ એક જબ્બર ક્રાંતિ છે. ભારતની નારી દેશને સુપરપાવર બનાવી રહી છે. યુરોપ-અમેરિકામાં દીકરો શું કે દીકરી? માબાપને બહુ ઓછા પાળે છે.

ભારતમાં હવે દીકરા દી’ વાળે તે કરતાં દીકરી વધુ દી’ વાળે છે. નારીબળને કારણે હવે ભારત મહાન છે. ભારતની ધૂરા નારીના હાથમાં આવી છે. લંડનનું ‘ઈકોનોમસ્ટિ’ તો ભારત ઉપર ફીદા થઈ ગયું છે. કહે છે. અમેરિકાની કોઈપણ બ્લુચીપ કંપનીની હોડમાં ઊભી રહે તેવી ગ્લોબલ બ્લુચીપ નામે ઈન્ફોસીસ ભારતમાં છે. મંગળના ગ્રહનો આદમ મુંબઈની શેરીમાં ઊતરી આવે તો મુંબઈની શેરીમાં તેને દક્ષિણ કોરિયાના સિઉલ શહેર કે ચીનના શાંઘાઈ શહેર કે બ્રાઝિલના રાજધાનીના શહેર સાઓ પાઓલોના ઉધિયાં જેવો સ્વાદિષ્ટ ખીચડો જોવા અને માણવા મળે અને તેમાં કેલફિોનિgયાની સિલિકોન વેલીનો વઘાર પણ હોય!

ડોમે મોરેંસના વખતમાં સરકાર જ બધું કરશે તેવી અપેક્ષા હતી આજે સરકારને બદલે ઘણી કંપનીઓ પોતે જ પોતાનાં ઈન્ફ્રાકસ્ટ્રકચર બાંધે છે. ભ્રષ્ટાચારની બૂમો મરાય છે પણ ભ્રષ્ટાચાર ક્યાં નથી? ક્યારે નહોતો? ‘ન્યૂઝવીક’ સાપ્તાહિકમાં મી. જોએલ કોટકીન અને શશીપરલેકરે આવરણ કથા લખી છે. ‘ઈન્ડિયા કોંન્કર્સ ધ વર્લ્ડ.’ એ પ્રકારે જ અમેરિકાના તમારા સામિયકો ટાઈમ, ન્યુયોર્ક ટાઈમ્સ, વોલસ્ટ્રીટ જર્નલ, એશિયા ટાઈમ્સ અગર જગતનું કોઈ આર્થિક સાપ્તાહિક ખોલો તો તેમાં ભારત ૨૦૨૦ કે ૨૦૨૫મા જગતની ટોચે હશે તેવી આગાહી છપાયેલી જોશો.

ભારત શું કામ ઓલરેડી ટોચે છે અને રહેશે? એટલા માટે કે ભારત પાસે જ ફક્ત ‘વસુધૈવ કુટુંબકમ’નું સૂત્ર છે. જગતભરમાં ભારતીઓ ફેલાયેલા છે તે કમાઈને દર વર્ષે માદરે વતનમાં ૪૯ અબજ ડોલર-રૂ. ૨૪૫૦૦૦ કરોડ મોકલે છે. ૧ કરોડ ભારતીઓ દૂધમાં સાકર ભળે તેમ કોઈપણ ધરતીને માતા માનીને વસી ગયા છે. છેક કેન્યાના નકુર ગામે ગામડામાં એક કચ્છી ગાયના દૂધનાં પેંડાની ૬ કડાઈ મૂકીને પેંડા બનાવી નિકાસ કરે છે. ભારતમાં જબ્બર કન્ઝ્યુમર વર્ગ છે. તે રોજરોજ R ૧૨૦૦૦ કરોડની ખરીદી કરે છે. તેથી જ મૂડીવાદી દેશોના મોંમાં ભારતીય કન્ઝ્યુમર માર્કેટ જોઈ મોંમાં પાણી આવે છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 4


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.