Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Aas-Pass
 

મનોરંજનનું ખતરનાક જંક ફૂડ એટલે શાહરુખની ‘રા. વન’

 
Source: Kanti Bhatt   |   Last Updated 5:57 AM [IST](03/11/2011)
 
 
 
 
 

શાહરુખની વલ્ગર, ભારે ખર્ચાવાળી બાળકોને સ્વાદિષ્ટ લાગતી મનોરંજનની બદ-વાનગી રાષ્ટ્ર માટે હાનિકારક છે. ટીવી અને ફિલ્મોમાં વાયોલન્સ દ્વારા ઘાતક અને સસ્તું છતાં મોંઘું મનોરંજન પીરસાય છે. તેની બાળકોના માનસ ઉપર નેગેટિવ અસર પડે છે.


બરાબર ૨૫૦૦ વર્ષ પહેલાં યુરિપીડ્ઝ નામના ગ્રીક ફિલસૂફે કહેલું કે ઈશ્વર વાયોલન્સ-હિંસાને ધિક્કારે છે. માનવ એ ઈશ્વરની સજેઁલી કૃતિ છે. આ જીવ તેની પ્રોપર્ટી છે તેને ઝૂંટવી લેવાનો (મારી નાખવાનો) કોઈને હક્ક નથી. ડૉ.. સ્ટિવન પિંકર જેવો ન્યુરો સાયિન્ટસ્ટ ડેટા સાથે કહે છે કે જગતમાંથી ઓવરઓલ-એકંદરે હિંસા ઓછી થઈ છે ત્યારે આ અદકપાંસળી શાહરુખ ખાને ઘરડેઘડપણ અને તેની જુવાની ઘસાઈ ગઈ છે ત્યારે હિંસાનો આશરો લઈને ભારતનાં બાળકોનાં મન-મગજને નુકસાન કરનારી ફિલ્મ ‘રા.વન’ બનાવી છે. આ ફિલ્મ બાળકોને કદાચ ગમશે પણ લાંબે ગાળે તેમને નુકસાન કરશે.


શું આપણે અમેરિકાને ધોરણે વાયોલન્સ ફિલ્મો બનાવીને બાળકોને હિંસક બનાવવાં છે ? અમેરિકાની કોલંબિયા હાઈસ્કૂલ (ફોલોરેડા) ના બે ધનિક કુટુંબનાં તોફાની બાળકોએ સ્કૂલના ૧૩ વિદ્યાર્થીઓનાં મનોરંજન ખાતર ખૂન કરી નાંખ્યાં. પાંચ હિંસક ફિલ્મો જોયા પછી આ ખૂનો થયાં હતાં. ઓલિવર સ્ટોનની ફિલ્મ ‘નેશનલ બોર્ન કિલર્સ’ જોઈ અમેરિકાનાં ઘણાં બાળકોએ માત્ર એન્ટરટેઈન્મેન્ટ ખાતર ખૂન કરેલાં. ત્યાં આજે ૬૦ લાખ બાળકો તેમનાં મગજને ફેરવી નાખે તેવા માઈન્ડ ઓલ્ટરિંગ ડ્રગ્ઝ લે છે.


અમેરિકામાં શીલર ઇિન્સ્ટટયૂટ છે. તેના ઉપક્રમે મનોરંજનમાં વાયોલન્સ અગર બાળકોના મનોરંજન માટે ફિલ્મો અને વીડિયોમાં વાયોલન્સ સામે જબરો ઊહાપોહ જાગેલો. તાજેતરમાં ભારતભરમાં અને છેક ગલ્ફના દેશો સુધી હવે બુઢ્ઢો બનેલો અને બિલકુલ રોમેન્ટિક નહીં રહેલો, ફસ્ટેટ્રેડ શાહરુખ ખાન તેની વાયોલન્સ ફિલ્મને (આર.એવન-રા.વન) બાળકોના મનોરંજન માટે ખતરનાક રીતે હિંસક બનાવી છે. ઘોંઘાટ ઘોંઘાટ અને અસહ્ય નિરર્થક ઘોંઘાટ છે.


અમેરિકનોની શીલર ઇન્સ્ટી.એ ‘ધ માર્ક ઓફ ધ લીસ્ટ અમેરિકન ચિલ્ડ્રન આર ઇન મોર્ટલ ડેન્ઝર’ માં લખ્યું છે કે અમેરિકામાં તો ‘પોકે મોન’ નામની વાયોલન્સ ગેમનું ૩ વર્ષના બાળકોને વ્યસન થઈ ગયું છે. આ બાળકો મમ્મીને લપડાક જ નહીં પણ હાથમાં છરી આવે તો તેને વાપરતાં શીખી ગયાં છે. સબ્રીના સ્ટોરે નામની નર્સે એક વાયોલન્સ ફિલ્મ જોયા પછી તેના બાળકને ત્રણ બાળકોએ ઢોરમાર માર્યો એટલે તે વાયોલન્સ ફિલ્મ અને વીડિયો બનાવનારા ઉપર કેસ કરી રહેલ છે. શાહરુખ ખાને વાયોલન્સ ફિલ્મ R ૧૫૦ કરોડના ખર્ચે બનાવીને પોતાના અહ્મને પોષ્યો છે.આ ફિલ્મ માટે તેના ઉપર કેસ કરી શકાય કે નહીં ? અમેરિકામાં આવા કેસ થયા છે.


‘અમેરિકન કોંગ્રેસ અને અમેરિકાની સરકારી એજન્સીઓ જે હિંસા ટાળવા માટે છે તેને ઘણા સમાજસેવકોએ કહ્યું છે કે અખબારો, ટી.વી. અને ફિલ્મોમાં વાયોલન્સ દ્વારા ઘાતક અને સસ્તું છતાં મોઘું મનોરંજન પીરસાય છે. તેની બાળકોના માનસ ઉપર નેગેટિવ અસર પડે છે. સ્કૂલ જતાં બાળકોમાં હિંસા વધી છે. પંદર વર્ષનાં બાળકો બંદૂક રાખવા માંડ્યાં છે. તે બંદૂકથી બીજાં બાળકોનાં ખૂન કરવાના કિસ્સા ૧૯૮૦થી ૨૦૧૧ સુધીમાં ત્રણ ચાર ગણા વધ્યા છે. આજે બાળકો પ્રત્યેનાં મા-બાપનાં ફરજ અને કર્તવ્ય ખાડે ગયાં છે. બાળકો ઘરે રેઢાં ઉછરે છે.


વાયોલન્સ વીડિયો જુએ છે. જાણે મા-બાપ વરસ વરસ સુધી અલગ જીવન જીવે પછી કોઇ શાહરુખ ખાન જેવા જાલીમ એન્ટરટેનરની ફિલ્મ જોવા બાળકોને લઈ જાય તો જાણે મોટી ફરજ બજાવવાનો આનંદ લે છે ! આવું મનોરંજન જ ઘાતક છે. બાળકોને હવે મેકડોનાલ્ડઝ કે જંક ફૂડ કે પૂરી પકોડી કે બીજા આરોગ્યને હાનિકારક ખાદ્યો ચીજો સમજુ મા-બાપ ખવરાવતાં નથી. તો પછી આ શાહરુખ ખાનની રાવણ બ્રાન્ડની ફિલ્મ તો જબરદસ્ત મન-મગજનો જંક ફૂડ છે. જે જંક ફૂડ કાયમી હાનિ કરે છે.


મુંબઈથી અમદાવાદના હાઇવે ઉપર જતા હો ત્યારે જમણી બાજુ જોશો તો હજારો ઝૂંપડાં દેખાશે. દરેક ઝૂંપડાં ઉપર સેટેલાઇટ ટી.વી.ના ચકરડા અને ડિશો હશે. મતલબ કે ઝૂંપડાંમાં પણ આજે ટી.વી. તો સામાન્ય છે, પણ વી.સી.આર., કમ્પ્યુટરો અને વીડિયો ગેમ્સ પણ ઝૂંપડામાં આવી ગઈ છે. અમેરિકાનાં બાળકોનો સર્વે કરાયો જેનું નામ ‘ધ ફિફથ એન્યુઅલ સર્વે ઓફ મીડિયા ઇન ધ હોમ’ હતું.


ત્યારે માલૂમ પડ્યું કે અમેરિકાનાં ૫૦ ટકા બાળકોના બેડરૂમમાં અલગ ટી. વી. સેટ અને વીડિયો છે. દિવસમાં સરેરાશ સાડા ચાર કલાક બાળકો તેનાં વીડિયો સ્ક્રીન કે ટી.વી. સામે બેસી રહે છે. શાહરુખ ખાને જાણે મીર માર્યો હોય તેમ રાવણ ફિલ્મમાં પોતાનું મોત બતાવીને વધુ પાપ કર્યું છે. હવે એક ફેશન તો અમેરિકામાં જાગી છે. જ્યાં મનોરંજનમાં હીરોને મરતો બતાવાય છે. શાહરુખે માત્ર નકલ કરી છે. એન્ટરટેઈમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ડેથ અને વાયોલન્સ પાટે બેઠા છે. શાહરુખની કોપી કરી હીરોને મરતા દેખાડાશે.


શાયર ‘સાહીલ’ની એક પંક્તિ મને શાયરી ચાહક વડોદરાના દિ.ભા.ના વાચક નટવર ભટ્ટે કહી ‘બુલંદીઓ પે પહોંચના કોઈ કમાલ નહીં બુલંદીઓ પર ઠહરના કમાલ હોતા હૈ,’ શાહરુખ ખાન તેની ૨૦ વર્ષની કારકિર્દીમાં એક રખડુ માણસમાંથી જરૂર આપણો પ્રિય હીરો બન્યો પણ પછી બુઢ્ઢો થયા પછી સુપર હીરો થવા ટેક્નોલોજીનો ઉપયોગ કરી સાયિન્ટસ્ટ અને વીડિયો ગેમનો ગુરુ થવા ગયો અને પોતાની જાતને ગટરમાં નાખી છે. ભારતની યુવા પ્રજા કે બાળકોને જિંદગીમાં પ્રેરણારૂપ બને તેવી ફિલ્મ આપવાને બદલે આર એવન જેવી મગજના જંક ફૂડ જેવી ફિલ્મ આપીને જબ્બર દ્રોહ કર્યો છે.


૨૧ સપ્ટેમ્બરને વર્લ્ડ પીસ-ડે તરીકે ઉજવાય છે પણ તે દિવસ બ્રિટન અને અમેરિકામાં આંકડા કઢાયા તો માલૂમ પડ્યું કે બ્રિટન કે અમેરિકામાં સરેરાશ બાળક ટી.વી અને ફિલ્મોમાં તેનો બારમો જન્મદિવસ આવે ત્યાં સુધીમાં ૮૦૦૦ વાયોલન્સ ડેથ જુએ છે. હું પોતે આર-એવન આખી ફિલ્મ જોઈ શક્યો નહીં. તેનો ઘોંઘાટ અને તર્કહીન અને બિનજરૂરી હિંસાનાં દ્રશ્યોથી મારું મગજ સુન્ન થઇ ગયું, પણ ત્યારે મેં જોયું કે ૧ અને ૨ વર્ષનાં બાળકોને ખોળામાં લઈને ગુજરાતી માતા શાહરુખ ખાનનાં ભારતની સંસ્કૃતિનું અપમાન કરે તેવા હિંસક દ્રશ્યો લહેરથી જોતી હતી અને તેના બાળકને મગજનો શાહરુખ ખાનીયો જંક ફૂડ આરોગાવતી હતી.


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 6


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.