ગીતા ૫૭ વર્ષીય ગૃહિણી હતી. તેનો મુખ્ય શોખ કે કામ બસ એ હતું કે, તે બંને બાળકો અને પતિને સારું-સારું બનાવી ખવડાવે. તે તેમને ક્યારેય પણ કિચનમાં ઘૂસવા નહોતી દેતી. પરંતુ વર્ષ ૨૦૦૮માં તેમનું આ વલણ તેમના પર ભારે પડ્યું. કારણ કે, તેમણે બાળકોને કામચલાઉ કાચું ખાવાનું બનાવતાં પણ નહોતું શીખવ્યું. બધાનું કહેવું એવું હતું કે, કેનેડા કે લંડન તરફ વળી રહેલાં તેમનાં બાળકો જો ભૂખ્યાં રહેશે, તો તે જ જવાબદાર ગણાશે.
પતિ રાધાકૃષ્ણને એક આઇડિયા આપ્યો. યૂટ્યૂબ પર ‘ગીતરાધુ’ નામથી એક વીડિયો બ્લોગ તૈયાર કર્યો અને તેના પર તમામ રેસિપીઝ અને કૂકિંગ પ્રક્રિયા અપલોડ કરવાનું શરૂ કરી દીધું. ગીતાએ ઇઝી ટુ મેક ફૂડ પણ તૈયાર કરવાનું શરૂ કરી દીધું. રાધાકૃષ્ણન તેનું વીડિયો રેકોર્ડિંગ કરતાં અને પછી તેને યૂટ્યૂબ પર અપલોડ કરી દેતાં. તેમનાં બાળકો તે વીડિયો જુએ તે પહેલાં જ તેમની પાસે અપ્રવાસી ભારતીયો તરફથી ઇન્કવાયરી આવવા લાગી અને તેમણે પરંપરાગત વાનગી બનાવવાની જાણકારી અપલોડ કરવાનું શરૂ કરી દીધું. તેના માટે તેમને સકારાત્મક ફીડબેક મળવા લાગ્યા.
આંધ્રપ્રદેશની ગાયત્રી વાંતિલુ એક યૂટ્યૂબ સેલિબ્રિટી છે. તેમનાં ઉપકરણ વધારે સારાં નહોતાં. તે ક્યારેય કેમેરાનો ઉપયોગ નથી કરતાં. તે તસવીરોની વ્યવસ્થિત શૃંખલા તૈયાર કરવા માટે વિન્ડો મૂવિમેકરનો ઉપયોગ કરે છે અને પછી તેમાં વોઇસ ઓવર કરે છે. આજે તેઓ માસિક અંદાજે R ૫૦ હજાર રૂપિયા કમાય છે.
છેલ્લાં ૧૯ વર્ષથી અમેરિકાના ડલાસમાં રહેતાં હેતલ જાન્નુ અને અનુજા બાલાસુબ્રમણ્યમ સારા પાડોશી છે. તેઓ બંને ‘શો મી ધ કરી’ નામનો એક ઓનલાઇન વીડિયો શો હોસ્ટ કરે છે, જેમાં તે વિવિધ ભારતીય વ્યંજન બનાવે છે. તેઓ આ શો વર્ષ ૨૦૦૭થી હોસ્ટ કરે છે. તેમના આ શોને રોજ ૪૫ હજાર હિટ્સ મળે છે.
ફંડા એ છે કે, બજારમાં આપૂર્તિની તકો શોધો અને તેને પૂરી કરવાની કોશિશ કરો. ઉક્ત તમામ કિસ્સાઓમાં એક કોમન વાત એ છે કે, તે દરેકે બજારમાં ખાલી જગ્યા જોઈ તેને પૂરવાનો પ્રયાસ કર્યો. આ રીતે તેમણે પોતાના સમાજની સેવા કરવાની સાથે વ્યવસાયને પણ વિકસાવ્યો.