નાગપુરના કેથલાલ ખૂબ રોમાંચિત હતા. તેમણે મને ફોન પર કહ્યું કે, તે ૨૦ નવેમ્બરે અમદાવાદમાં યોજાનારી મહત્વની એક કોન્ફરન્સમાં ભાગ લેવા જઈ રહ્યા છે. તે ૫૦ વર્ષની ઉંમરના સફળ વ્યવસાયી છે. તેમણે કહ્યું કે, આ પ્રકારનું આ પહેલું આયોજન છે, જે દેશભરમાંથી આવેલા ૫૦ વર્ષની ઉંમરનાં પુરુષો અને મહિલાઓને લિવ ઇન કમ્પેનિયન અંતર્ગત સાથી પસંદ કરવામાં મદદ કરશે’. કેથલાલ પોસ્ટ ગ્રેજયુએશનના અભ્યાસમાં મારી સાથે હતા. પછી તેમને કેટલીક કૌટુંબિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.
તેમની ખુશી અને ઉત્સાહ જોતાં મેં તેમને પૂછ્યું કે, લિવ ઇન સંબંધ? ત્યારે તેમણે જણાવ્યું કે, સામાન્ય રીતે જે લોકો ઉંમરના એક પડાવ પર પોતાના જીવનસાથી ગુમાવી દે છે, તેઓ ફરીથી લગ્ન કરવું કે ન કરવુંની મૂંઝવણમાં ફસાય છે. તેમનાં કિશોરવયનાં બાળકો ડેટિંગ કરતાં હોય છે. આ સ્થિતિમાં તેમનાં માતા-પિતા કોઈ સાથે ડેટિંગ કરે એ સ્થિતિ બાળકો માટે ખૂબ જટિલ થઈ જાય છે.
આ સ્થિતિમાં મોટાભાગે બાળકો બીજા સાથીને બહારનું કે ઘુષણખોર માને છે. આથી લિવ ઇન રિલેશનશિપ જ તેમના માટે શ્રેયસ્કર હોય છે. પોતપોતાની આર્થિક જવાબદારીઓનું નિર્વહન કરતાં તે એકબીજાના પરિવારમાં સ્વીકાર થવાની સ્થિતિ સુધી આ સંબંધમાં રહે છે.
આ આયોજન માટે ત્રણ હજાર જેટલી અરજી આવી. જેમાંથી એક હજાર લિવ ઇન રિલેશનને પ્રાથમિકતા આપે છે. ફેસબુક પર આ કોન્ફરન્સ વિશે જાણીને ૬૦ લોકોએ માત્ર જોવા જવાની ઇચ્છા દર્શાવી છે. આ કોન્ફરન્સનું આયોજન કરનાર સંસ્થા બાળવિધવાઓનાં પુનર્લગ્નનું કામ કરી રહી છે. શક્ય છે કે, આ વિચાર કેટલાક લોકોને વિચિત્ર લાગે, પરંતુ જે લોકો આ દુનિયામાં એકલા રહે છે, તેમના માટે આ ઇશ્વર પ્રદત્ત તકની જેમ છે. ઓછામાં ઓછું તે પોતાની એકલતા તો દૂર કરી શકશે.
ફંડા એ છે કે, આ ધરતી પર ચારે તરફ જુદી જુદી સમસ્યાઓ છે. જો તમે તેમાંથી કોઈ એકનું સમાધાન કરી શકો છો તો એક સારો વ્યવસાય તમને મળી શકે છે.