૨૦મી સદીમાં જેમ તેલનું મહત્વ વધ્યું હતું, તેમ આ સદીમાં જળનું મહત્વ વધ્યું છે અને તે એક જરૂરી વસ્તુ બની ગઈ છે, તેના આધારે જ ૨૧મી સદીમાં પરિવર્તન આવશે. હું કોઈ ભવિષ્યવેતા તો નથી કે એમ કહું કે આવનારા સમયમાં પાણી માટે યુદ્ધ થશે. હા, પણ એક વાત નક્કી જ છે કે જે લોકો અત્યારે પાણીના વ્યવસાય સાથે જોડાયેલા છે, તેમને આવનારાં દસ વર્ષોમાં ચાંદી જ ચાંદી છે. ઘરતી પર લોકોની વસ્તી સાત અબજ થઈ ગઈ છે અને તેમાં વધારો થતો જ રહેવાનો છે, તેના આધારે એટલું તો કહી જ શકાય કે પાણીની માગમાં પણ વધારો થશે જ.
વોશિંગટનમાં આવેલી એક પર્યાવરણ થિંક ટેન્ક નિકાય ‘વર્લ્ડ રિસોર્સિસ ઈન્સ્ટિટ્યૂટ’ સાથે જોડાયેલી કિસ્ર્ટી જેનકિંસન કહે છે કે પાછલી સદીમાં થયેલા પાણીના ઉપયોગ કરતા આ સદીમાં તેનો ઉપયોગ બમણો થયો છે. તેણે કહ્યું કે વર્ષ ૨૦૦૭થી ૨૦૨૫ની વચ્ચે પાણીના ઉપયોગની સરેરાશ ભારત જેવા વિકાસશીલ દેશોમાં ૫૦ ટકા અને અમેરિકા અને યુરોપ જેવા વિકસિત દેશોમાં ૧૮ ટકા વધશે તથા પછાત દેશોમાં તો તે સૌથી વધારે વપરાશે, જે તેમની અર્થવ્યવસ્થા પર અસર પણ કરશે. પાછલી સદીમાં પાણીની માગમાં છ ટકાનો વધારો થયો હતો. જો આ જ રીતે પાણીની માગ રહેશે તો આપણી વર્તમાન વ્યવસ્થા આ માગને પૂરી કરી શકશે નહીં.
આજકાલ પાણી વેચતી કંપનીઓમાં ખાનગીકરણ વધુ થઈ રહ્યું છે, તે જોતા તે પણ તેલ, ગેસ અને વીજળી પૂરી પાડતી કંપનીઓની જેમ જ બની જશે. ઉદ્યોગ સાહસિકો માટે આ એક સુવર્ણ તક છે કે પાણીના વ્યવસાય સાથે જોડાય, કારણ કે તેની સાથે જોડાયેલી મુશ્કેલીઓનો સામનો કરવાની સાથે તેમાં રહેલી સર્જનાત્મકતા પણ શોધવાની તક મળશે જે આ વ્યવસાયની કાયાપલટ કરી નાખશે.
ફંડા એ છે કે, પુષ્કળ પ્રમાણમાં ચોખ્ખું પાણી મળશે તે એક માત્ર ભ્રમ છે. કારણ કે આપણી ધરતી પર રહેલો ચોખ્ખા પાણીનો વિશાળ જથ્થો ધ્રુવિય પ્રદેશોમાં બરફ સ્વરૂપે અથવા તો પૃથ્વીના પેટાળમાં પડેલો છે. જો તમે એક ઉદ્યોગ સાહસિક છો તો પાણીના વ્યવસાય પર વિચાર કરવો જોઈએ.