ઇનોવેશન, ટેક્નોલોજી અને કન્સલ્ટિંગ તાતા કન્સલ્ટન્સી સર્વિસ (ટીસીએસ)ની ટેગલાઈન હતી અને કોઈ કારણોસર આ કંપની આ ટેગલાઈન સાથે સહજ નહોતી. તેને એવું લાગતું હતું કે, ગ્રાહકો સમક્ષ કોઈ રીતે પોતાના ‘પ્રત્યક્ષ’ને સ્પષ્ટ કરવો જોઈએ. અન્ય હરીફ કંપનીઓ ભવિષ્ય વિશે વાત કરવાની બાબતે ઊહાપોહની સ્થિતિમાં નજરે પડી, કારણ કે કોઈ નહોતું જાણતું કે ભવિષ્યના ગર્ભમાં તેમના માટે શું છુપાયેલું હતું.
તેમની પાસે બે રસ્તા હતા-એક તો તે પ્રત્યક્ષ સ્થિતિ વિશે જણાવી દે અને તેને પૂરું કરવા પોતાની અંદર જ નજર ફેરવે. આપણે ભવિષ્યને પરિભાષિત કરીએ, ત્રણ શબ્દોમાં-ઇનોવેશન, ટેક્નોલોજી અને કન્સલ્ટિંગ. જોકે ત્યારે જ અનુભવાયું કે, ૧૦૦થી વધુ કંપનીઓ આવું જ કરી રહી છે. ટીસીએસના હિસાબે આ સૂત્રવાક્ય એવી કોઈ વાત બીજા સુધી નથી પહોંચાડતું, જેનાથી તેનું અનોખાપણું જાહેર થાય.
આથી તેમણે કંપનીના લોકોના ઇન્ટરવ્યૂ લેવા માટે એક ગ્લોબલ બેન્કિંગ કંપનીની સેવા લીધી અને કહ્યું કે, તે મેનેજમેન્ટ સમક્ષ એક સર્વોત્તમ ટેગલાઈન લાવે, જે ટીસીએસની મુખ્ય તાકાતને સટીક રીતે પરિભાષિત કરે. આ વિચારમંથનમાંથી જે મુખ્ય વાત નીકળી તે એ હતી કે, ટીસીએસના છોકરા ગ્રાહકોને એ જ આપે છે, જેનો તેમણે વાયદો કર્યો હોય છે. આ બધી વાતોથી ‘નિશ્વિતતાનો અનુભવ’ જેવી એક ટેગલાઈન જન્મી, જેના પર તત્કાલીન સીઇઓ સુબ્રહ્નણ્યમ રામાદોરાઈને ગર્વ હતો.
રામાદોરાઈએ વર્ષ ૧૯૯૬માં ટીસીએસમાં હોદ્દો સંભાળ્યો. તેમનાં ૧૩ વર્ષના કાર્યકાળ દરમિયાન ટીસીએસ ભારતની પહેલી અબજો ડોલરની કંપની બની ગઈ. હવે પોતાના રિટાયરમેન્ટનાં બે વર્ષ બાદ રામાદોરાઈએ પોતાના પુસ્તકમાં જણાવ્યું કે, તેમની સમક્ષ કેવા પ્રકારના પડકારો આવ્યા અને તેમણે તેનો કેવી રીતે સામનો કર્યો.
ફંડા એ છે કે, તમે તમારા પાયાની વાત પર ટકેલા રહેશો અને જે આપવાનો વાયદો કર્યો છે તે ગ્રાહકોને કોઈ પણ સંજોગોમાં આપશો તો તમારો વ્યવસાય ક્યારેય જોખમમાં નહીં આવે.