ત્રણ મહિના પહેલાં જ્યારે કોકાકોલાની એક્ઝિકયુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અને ચીફ માર્કેટિંગ એન્ડ કોમર્શિયલ ઓફિસર જોસેફ વી. ત્રિપોદી અમેરિકાથી દિલ્હી આવ્યા તો તેમણે મને જણાવ્યું કે તેઓ ભારતીય બજારને પોતાની હાજરીમાં બમણું કરવા માગે છે. મેં તેમને પૂછ્યું કે ભારતનાં ગામડાંઓમાં કોલાકોલા કેવી રીતે વેચાશે, જ્યાં આઈસબોક્સમાં તેને ચિલ્ડ ન રાખી શકાય? આ સાંભળીને તેઓ બોલ્યા, ‘જોતા જાઓ’.
કોકાકોલા- ઇન્ડિયાના ટેકનિકલ સેવા વિભાગના જીએમ સુનીલ ગુલાંટી હાલ સોલાર કૂલર બનાવવામાં વ્યસ્ત છે, જે આવનારા બે મહિનામાં તૈયાર થઈ જવાની સંભાવના છે. તેનો અર્થ એ થયો કે દરેક પાનના ગલ્લા પર કોકાકોલા સ્ટોર કરવા માટે એવું કુલર હશે તેનાથી ગ્રાહકોને કોકાકોલા ચિલ્ડ અવસ્થામાં જ મળશે.
કંપનીની ટીમ તેની ક્ષમતા અને અનુકૂલન ક્ષમતા પર કામ કરી રહી છે, કારણ કે ભારતમાં સૌરઊર્જા મેળવવા માટે સૌર પેનલોને વધારેમાં વધારે ૩૦ ડિગ્રી સુધી રાખી શકાય. ટીમ આ તથ્ય પર કામ કરી રહી છે કે સોલાર કૂલર સંચાલન અને સુરક્ષા સંબંધિ તમામ જરૂરિયાતો પર ખરું ઉતરે, કારણ કે એવું પણ બની શકે છે કે ગ્રાહક દુકાન પર આવીને જાતે જ કૂલરમાંથી બોટલ કાઢે અને પીવા લાગે.
પહેલાં વીજળીના કારણે સમૃદ્ધ રાજ્યોમાં કોકાકોલા કંપની અને તેની પ્રતિસ્પધીઁ પેપ્સીએ વીજળીથી ચાલતા ‘ચિલર્સ’ વિતરીત કર્યા હતા, જેથી ગ્રાહકોને ચિલ્ડ ડ્રિંક મળી શકે. જ્યારે તેઓ આ બજારથી સંતુષ્ટ થયા તો કોકાકોલાએ નવી સંભાવનાઓ જોઈ. કંપની જાણતી હતી કે ગામડાંઓ અને નાનાં શહેરોમાં વીજળીની સમસ્યા દૂર કરવામાં સરકારને ઘણો સમય લાગે તેવો છે, તેથી તેમણે પોતાનું સોલાર કૂલર લોન્ચ કરવાનું નક્કી કર્યું.
ફંડા એ છે કે, જો તમે પછાત વિસ્તારોમાં અનુકૂળ વ્યવસાયી માહોલ તૈયાર કરવા માટે સરકારી એજન્સીઓની તરફ મીટ માંડવાની જગ્યાએ જાતે જ પોતાના તરફથી મહેનત કરીને ઈન્ડસ્ટ્રી ગેમને બદલીએ તો તે વધારે સારું છે.