Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Management Fundas
 

જોશને જાળવો, નહીં તો જલદી નિવૃત્ત થઈ જશો

 
Source: Management Funda, N Raghuraman   |   Last Updated 3:32 AM [IST](19/01/2012)
 
 
 
 
Advertisement
 
તે પોતાનું શતક પૂરું કરવા આડે માત્ર ચાર ડગલાં જ દૂર છે. તેમનો જન્મ ૧૯૧૬માં એક રાજનેતાના ઘરે થયો હતો અને આ હિસાબે તેમની ઉંમર આજે ૯૬ વર્ષની છે. હવે તે એક બેન્કના કન્સલ્ટિંગ પ્રેસિડન્ટ છે. છતાં તે પોતાની તમામ બેઠકો અને સેમિનારમાં આવવા-જવા માટે પૂણેની નગર નિગમની બસસેવાનો જ ઉપયોગ કરે છે. ડ્રાઈવર તેમને આગળથી બસમાં ચઢવા દે છે અને જેવા તે બસમાં પહોંચે છે તો કોઈ ને કોઈ તેમને સીટ આપી દે છે.

રુક્મિણી શિતોળે આ ઉંમરે પણ બસમાં મુસાફરી કરી રહ્યાં છે. પૂણે જિલ્લાના થેઉર તાલુકામાં સ્થિત કોલેવાડી ગામમાં રહેતાં રુક્મિણી પોતાનાં ગામની સૌથી બુઝુર્ગ વ્યક્તિ છે. ૧૨ વર્ષની ઉંમરમાં જ તેમનો કોંડબિા સાથે વિવાહ થયો, જે સક્રિય રાજનેતા હતા. રુક્મિણી સાર્વજનિક જીવનને અપનાવવાનું અને સામાન્યજનની સેવા કરવાનું તેમના પતિ પાસેથી શીખ્યાં. રુક્મિણીએ પરિવાર સેટલ થયા બાદ સાર્વજનિક જીવનમાં આવવાનો નિર્ણય કર્યો.

તેમણે ૧૯૬૨માં ગ્રામ પંચાયતની ચૂંટણી લડી, જેમાં તે બે મતથી વિજયી થયાં. તેમના શિક્ષણે તે સમયે તેમને મહિલાઓની દુર્દશા વિશે સમજવામાં મદદ કરી અને તેમણે દૂધના વ્યવસાય સાથે જોડાયેલી મહિલાઓના સશક્તિકરણ માટે મહિલા સંસ્થા અને ગણેશ દૂધ ઉત્પાદક સંસ્થા શરૂ કરી. ત્યારબાદ તેઓ ૧૯૭૨માં જિલ્લા પરિષદની ચૂંટણી લડ્યાં અને જીત્યાં. તે ૧૨ વર્ષ સુધી પંચાયત સમિતિના સભ્ય રહ્યાં. અનેક લોકો કૂવો ખોદવા કે કોઈ નવો વ્યવસાય શરૂ કરવા કે ઉચ્ચ શિક્ષણ માટે પૂણે તરફ પલાયન કરતાં પહેલાં તેમના આશીર્વાદ લે છે. નિરાંતની પળોમાં તે પોતાના સુંદર કિચન ગાર્ડનમાં કામે લાગી જાય છે.

ફંડા એ છે કે, જો તમારામાં જોશ છે તો તમને સક્રિય જીવનમાંથી કોઈ રિટાયર નહીં કરી શકે. માત્ર ધન કમાવા માટે ઓફિસમાં કામ કરતા લોકો રિટાયર થાય છે. સંસ્થા તમને તમારી ઉંમરને કારણે નિવૃત્ત નથી કરતી, પરંતુ એટલા માટે કરે છે, કારણ તે ઇચ્છે છે કે, તમે તમારા શોખને માણો.

raghu@bhaskarnet.com

મેનેજમેન્ટ ફંડા, એન.રઘુરામન
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 5


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.