Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Management Fundas
 

વધુ રોજગારી આપનાર વ્યવસાય વધુ સફળ થાય

 
Source: Management Funda, N Raghuraman   |   Last Updated 12:28 AM [IST](08/02/2012)
 
 
 
 
Advertisement
 
બેંગલુરુ પાસે રહેતી ૬૦ વર્ષીય એસ. ગીતા વધારે શારીરિક શ્રમ ન પડે તેવું કામ શોધતી હતી. એક દિવસ તેની મુલાકાત બી.આર. મનજમ્મા સાથે થઈ, જે તેનાથી અડધી ઉંમરની હતી. ગીતા જાણતી હતી કે, તે ઘેર બેઠાં બેઠાં દર મહિને અંદાજે R ૪૦૦૦ની કમાણી કરી લે છે. ગીતા એ જાણવા ઉત્સુક છે કે, મનજમ્મા ક્યાં અને શું કામ કરે છે. મનજમ્મા સવારે ૧૦ કલાકે પોતાનું વ્યવસાયી જીવન શરૂ કરે છે અને સાંજે છ વાગે કામ બંધ કરી દે છે. મનજમ્માનું કામ વાંસની સળીઓ પર ચારકોલ પાઉડર અને ગુંદર લગાવીને તેને તડકામાં એક-દોઢ કલાક સુધી સૂકવવાનું છે.

રોજ તે સરેરાશ ૧૨ કિલો સળીઓ તૈયાર કરી લે છે, જેનાથી તેને દર મહિને R ૪૦૦૦ની કમાણી થાય છે. હવે મનજમ્માના કહેવાથી ગીતા પણ ઘરે આ કામ કરવા લાગી છે. તેણે આ કામની એક અઠવાડિયાની તાલીમ પણ લીધી છે. ગીતા અગરબત્તીઓ બનાવવામાં પારંગત ન થઈ જાય ત્યાં સુધી મનજમ્માએ તેના કામ પર નજર રાખી. હવે છેલ્લા ચાર મહિનાથી તે ખૂબ ખુશ છે, કારણ તેને વધારે મહેનતવાળા કામથી છુટકારો મળી ગયો છે.

આ સાઠ વર્ષીય મહિલા તે ૩૦ હજાર મહિલાઓ પૈકીની એક છે, જે ક્રમશ: સાઈકલ અને મંગલદીપ બ્રાન્ડની અગરબત્તીઓ તૈયાર કરતા આઈટીસી અને એનઆર ગ્રૂપ સાથે કામ કરે છે. કણૉટક, ઓડિસા, તમિલનાડુ, ત્રિપુરા, અસમ અને આંધ્રપ્રદેશના આંતરિયાળ વિસ્તારોમાં રહેતી આ મહિલાઓ અગરબત્તીઓને રોલ કરીને પોતાની આજીવિકા રળે છે. જો તમે આ બાબતને વ્યવસાયી દ્રષ્ટિકોણથી જોશો તો જણાશે કે તેની માગ અને આપૂતિgમાં ખૂબ અંતર છે.

એશિયા ઉપરાંત લેટિન અમેરિકા, આફ્રિકા, યુરોપ અને ઉત્તર અમેરિકા અગરબત્તીઓના મોટા ગ્રાહક છે અને વર્ષ ૨૦૧૧ સુધી તેની અડધી માગ પણ પૂરી નથી થઈ શકી. આ સ્થિતિમાં આઈટીસી અને એનઆર ગ્રૂપે આ વર્ષથી અગરબત્તીના નિર્માણનું લક્ષ્ય બમણું કરવાનો નિશ્વય કર્યો છે. તેનો અર્થ એ છે કે, આવી વધુ ૩૦ હજાર ગરીબ મહિલાઓને રોજી મળી શકશે.

ફંડા એ છે કે, જો તમે સમાજના ભલા માટે વાસ્તવમાં કોઈ ઉધ્યમ શરૂ કરવા માગો છો તો એવો વ્યવસાય શરૂ કરો, જેનાથી અનેક ગરીબ પરિવારોને રોજગારી મળી શકે.

raghu@bhaskarnet.com

મેનેજમેન્ટ ફંડા, એન.રઘુરામન
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 2


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.