નોર્ટન સાઇબર ક્રાઇમે આ અઠવાડિયે ૨૦૧૧ નો સાઇબર અપરાધ રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં ૪૩ કરોડ ૧૦ લાખ લોકોએ સાઇબર ક્રાઇમ સામે ઝઝૂમવું પડે છે. એટલે કે રોજ ૧૦ લાખ લોકો સાઇબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે. સંગઠિત સાઇબર ગુના માટે ભારત સોફ્ટ ટાર્ગેટ બન્યું છે. ૨૦૧૧ના આંકડા અનુસાર ઓનલાઇન નાણાંની લેવડ-દેવડ કરનારા દર પાંચમાંથી ચાર ભારતીય ઓનલાઇન ઠગાઈનો શિકાર બન્યા છે ! વાસ્તવમાં ટ્રોઝન મેલ સંગિઠત અપરાધીઓ દ્વારા લોકોની બેંક એકાઉન્ટ ડિટેઇલ ચોરવા માટે મોકલાય છે.
જેમ કે, ‘વિન૩૨/બાનકોસ’ ડાટા ચોરતા ટ્રોઝન્સનો એક ભાગ છે. આ ઉપરાંત ઝેડબોટ, ડબ્લ્યૂએસએનપીઓઇએમ, એનટોસ અને પીએનજી તેનાં કેટલાંક અન્ય નામ છે. આવા મેલ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર નજર રાખે છે અને ઓનલાઇન સર્વેક્ષણમાં જો પોતાનો કોઈ નંબર ભર્યો તો તેને ઉઠાવી લે છે. જેમ કે, તમે ગૂગલ ટોકમાં પોતાના બેંકર મિત્ર માટે તમારો એકાઉન્ટ નંબર લખ્યો તો આવા મેલ તેને ત્યાંથી ઉઠાવીને તે સૂચના હેકરને આપી દેશે.
સાઇબર ક્રાઇમના વધતા કિસ્સાને કારણે જ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ ફાઇનાન્સ જાણકારીઓ સુરક્ષિત રાખવા માટે એક અલગ અભ્યાસક્રમ ચલાવે છે. તે દિગ્ગજ કંપનીઓને સૌથી પહેલી સલાહ એ આપે છે કે, તે પોતાના એકાઉન્ટ વિભાગને અન્ય વિભાગોથી જુદો રાખે.
કંપનીઓના સ્ટાફને પણ સૂચના અપાય છે કે, કોઈ ઇ-મેલ ડાઉનલોડ કરતાં પહેલાં તેને સ્કેન કરી લે. આ જ કારણે અનેક કંપનીઓએ પોતાના કાર્યાલયમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પ્રતિબંધિત કરી રાખી છે. વ્યક્તિગત સ્તરે લોકો પાસે અપેક્ષા રખાતી હોય છે કે, કમ્પ્યૂટર પર કામ કરતી વખતે વેબ બ્રાઉઝરના બોટમ બાર પર પેડલોકનું ચિè જોઈને જ સૂચનાઓનું આદાન-પ્રદાન કરે.
ફંડા એ છે કે, ઓનલાઇન ઠગાઈના કિસ્સા વધી રહ્યા છે. આ સ્થિતિમાં હંમેશાં ઓનલાઇન વ્યક્તિગત જાણકારી ત્યારે જ શેર કરો, જ્યારે તેની પાછળ કોઈ નક્કર કારણ હોય અને જાણકારી માગનારને તમે જાણતા હો. કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને તમે સાઇબર ક્રાઇમથી બચી શકો છો.