અંદાજે એક દાયકાથી એવી આશા સેવાઈ રહી છે કે, ઇન્ટરનેટ યુનિવર્સિટીને સાવ બદલી નાખશે. ડિજિટલ આદર્શવાદીઓની કલ્પના છે કે, વચ્યુંલ કેમ્પસોની એક અલગ દુનિયા હોય. જેમાં ઓનલાઈન કોર્સ વિવિધ પ્રોડકટની જેમ કન્ઝ્યુમર-રેટેડ હોય, ટ્યુશન સેવાની પણ હરાજી થાય અને વિદ્યાર્થીઓનું આકલન ગ્રેડ્સ દ્વારા નહીં પરંતુ વીડિયોગેમના લેવલની જેમ એ આધારે થાય. હાલ ભારતમાં શાળાકીય શિક્ષણ મેળવનારા ૧૩.૫ ટકા વિદ્યાર્થીઓ જ કોલેજ સુધી પહોંચી શકે છે.
અમેરિકામાં પણ આ આંકડો માત્ર ૨૭ ટકા છે. જોકે અમેરિકામાં લોકો ઇન્ટરનેટથી ચાલતા કે ટેકનિક સમર્થિત કોર્સ અપનાવવા તૈયાર છે. સ્ટેનફોર્ડ યુનિ. સાથે જોડાયેલી હાલના બે ઘટનાક્રમ દર્શાવે છે કે, એવો દિવસ નજીક આવી રહ્યો છે, જ્યારે ગુણવત્તાપ્રધાન ઉચ્ચ શિક્ષણ ટેકનીકલ પ્રતિબંધોને તોડી દેશે. ન્યૂયોર્ક સિટીમાં એપ્લાઈડ સાયન્સીસમાં એક બ્રાંચ કેમ્પસ ખોલવા માટે પ્રતિષ્ઠિત યુનિ.ઓમાં હોડ લાગી છે.
આ મેયર માઈકલ બ્લૂમબર્ગનો પ્રયાસ હતો કે, શિક્ષણનું એવું સ્થાન બનાવાય, જે નવાં પ્રતિષ્ઠાનોની સ્થાપના માટે વેન્ચર કેપિટલ સાથે મળીને શહેરની અર્થવ્યવસ્થાને સમૃદ્ધ કરે. સ્ટેનફોર્ડના પ્રોફેસર સેબાસ્ટિયન થ્રન ભવિષ્ય પર એક ઓલ્ટરનેટ કલેમ તૈયાર કરી રહ્યા છે.
જર્મનીમાં જન્મેલા રોબોટિક્સના મહારથી થ્રને પોતાનો ‘ઇન્ટ્રોડકશન ટુ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ કોર્સ ઓનલાઇન રજુ કર્યો છે, જેની કોઈ ફી નથી. દૂરના વિસ્તારમાં બેઠેલા સ્ટુડન્ટ્સ તે જ લેકચર્સ, તે જ એસાઇન્મેન્ટ્સનો લાભ ઉઠાવી શકે છે, જેના માટે વાર્ષિક ૫૦ હજાર ડોલર સુધી ખર્ચ કરે છે. થ્રનનું મશિન એક એવી વર્ચ્યુંલ યુનિવર્સિટી શરૂ કરવાનું છે, જેમાં શ્રેષ્ઠ પ્રોફેસર્સ હજારો સ્ટુડન્ટ્સ સુધી પોતાનાં વ્યાખ્યાનો પ્રસારિત કરે.
ફંડા એ છે કે, જો આપણે ઓનલાઈનનો માર્ગ અપનાવીએ છીએ તો ભવિષ્યમાં શિક્ષણ ખૂબ સસ્તું થઈ શકે છે. જેને કારણે આર્થિક રીતે નબળા વર્ગના લોકો પણ તેની સાથે જોડાઈ શકશે.