Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Management Fundas
 

લાઈફ સ્ટાઈલ પ્રોડક્ટ કાયમ ઉભરતો વ્યવસાય

 
Source: Management Funda, N Raghuraman   |   Last Updated 12:57 AM [IST](30/11/2011)
 
 
 
 
Advertisement
 
મોટી સંખ્યામાં મહિલાઓ હવે લશ્કર અને ખાસ કરીને હવાઈ દળમાં જોડાઈ રહી છે. શૂટિંગ ઇન્ડસ્ટ્રીમાં પણ તેમનો પગપેસારો વધી રહ્યો છે. નિશાનબાજી ઇન્ડસ્ટ્રીના રિપોર્ટ્સ જોઈએ તો ખબર પડશે કે, મોટી સંખ્યામાં મહિલાઓ પારંપરિક રીતે પુરુષોની રમત ગણાતા આ ક્ષેત્રમાં ઊતરી રહી છે. આ પુરુષોની રમત એટલે છે કે, કારણ પુરુષ વાસ્તવમાં કોઈ લક્ષ્ય પર નિશાન લગાવવાનું પસંદ કરે છે. નિશાનબાજીના શોખીનોને બંદૂક સાથે જોડાયેલી સૂક્ષ્મતા એટલી જ આકર્ષક લાગે છે, જેટલી ઝડપના પ્રેમીઓને બુગાતીની અંદરની કાર્યશૈલી આકર્ષે છે.

ઉલ્લેખનીય છે કે, બુગાતી બેરોન જે એક મધ્યમ-એન્જિન વાળી ગ્રાન્ડ ટૂરિંગ કાર છે અને જેણે દુનિયાની સૌથી ઝડપી સ્પોર્ટ્સ કારનું વર્ઝન રજુ કર્યું છે, જેની અધિકતમ ગતિ ૪૩૧ કિમી પ્રતિ કલાક સુધીની છે. બીબીસીના પ્રોગ્રામ ‘ટોપ ગિયર’માં તેને ‘દાયકાની શ્રેષ્ઠ કાર’ (૨૦૦૦-૨૦૦૯)નો ખિતાબ આપવામાં આવ્યો. ભારત સહિત દુનિયાભરમાં મોટી સંખ્યામાં મહિલાઓ નિશાનબાજીમાં કલા અને આનંદને શોધી રહી છે. બંદૂક બનાવતા લોકોએ પણ આ મહિલાઓની જરૂરિયાત પૂરી કરવા માટે સારી બંદૂકો બનાવવાથી આગળ વધીને કામ કરવું પડ્યું.

તેણે તેમને એવી પ્રોડક્ટનું બજાર વિકસિત કરવાની તક આપી છે, જે વધારે વુમન-ફ્રેન્ડલી છે. જેમ કે, એવાં પરિધાન અને એસેસરીઝ તૈયાર કરવી જે નિશાનબાજીના ગ્લેમર, રોમાંચ અને મજબૂતીને પ્રતિબિંબિત કરે. આર્થિક મંદી રમતના બજારને અસર નથી કરતી. હોલેન્ડ એન્ડ હોલેન્ડ નામક કંપની બંદૂકના નિર્માણથી માંડીને નિશાનબાજી શીખવવા તેમજ પરિધાન અને એસસરીઝ ઉપલબ્ધ કરાવવા સુધીની તેની સાથે જોડાયેલી સંપૂર્ણ સેવા રજુ કરે છે.

ફંડા એ છે કે, લાઈફ સ્ટાઈલ પ્રોડક્ટ રમત સાથે જોડાયેલા વ્યવસાયનો સ્વાભાવિક વિસ્તાર છે એ વાત સમજતા વ્યવસાયી તેને પોતાના બિઝનેસના સામ્રાજ્યનો હિસ્સો બનાવી રહ્યા છે. આ ઊભરતી મહિલા નિશાનબાજોને બંદૂક મિકેનિકસથી વધારે તેની ટેકનિક વિશે જાણકારી હોય છે.

raghu@bhaskarnet.com

મેનેજમેન્ટ ફંડા, એન.રઘુરામન
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 9


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.