વર્ષ ૨૦૧૧માં એરપોર્ટ રિટેલ બિઝનેસમાં સમગ્ર રીતે એક અબજ ડોલરથી વધારે રેવન્યુ આવી, જ્યારે આ દરમિયાન દુનિયાભરની અર્થવ્યવસ્થાઓમાં મોટા પાયે ઊથલ-પાથલ મચી હતી. બેંગલુરુમાં આવેલ ‘એસિપેક પ્રોજેક્ટ્સ’ કન્સલ્ટિંગ ફર્મ અનુસાર વાર્ષિક ૧૭-૧૮ ટકાના દરે વધી રહેલો આ વ્યવસાય નવા એરપોર્ટના ઓપરેટરો અને રિટેલરોને શ્રેષ્ઠ મંચ ઉપલબ્ધ કરાવે છે. જોકે કોઈ એવું કહી શકે છે કે, તેમાં શું મોટી વાત છે? અને તે તેનાં કારણ પણ જણાવી શકે છે કે, હવાઈ ઉડાનો અને તેના મુસાફરોની વધતી સંખ્યાથી એરપોર્ટમાં શોપિંગને ગતિ મળી છે.
આપણા દેશમાં આમ પણ શોપિંગને ‘ધર્મ’ની જેમ ગણવામાં આવે છે ! એક બીજી વાત એ જાણવા મળી છે કે, વિવિધ શહેરોના બુકસ્ટોર્સમાં વેચાણની દ્રષ્ટિએ સ્થિરતા આવી ગઈ છે કે પછી વિકાસની ગતિ ખૂબ ધીમી છે, જ્યારે તે પ્રોડકટ દેશના કોઈ પણ એરપોર્ટના ડ્યૂટી-પેડ સેકશનમાં શિખરે છે. વૈશ્વિક રીતે એરપોર્ટ્સે અંદાજે ૪૩ અબજ ડોલરનું વેચાણ દર્શાવ્યું છે. જેમાં લંડનના હિથરો અને સેઉલ ઇંચેઓન જેવા એરપોર્ટ રિટેલ વેચાણના હિસાબે સવૉધિક અર્થપ્રદ છે. એરપોર્ટ સ્ટોર્સ વર્ગફીટ દીઠ વેચાણના હિસાબે શહેરમાં અન્ય સ્થળે ખૂલેલા સ્ટોર્સ કરતાં બે ગણા સુધી પ્રોડિકટવ સાબિત થઈ રહ્યા છે.
જોકે એરપોટ્ર્સ પર વ્યવસાય સંબંધિત સંચાલન ખર્ચ વધી જાય છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર જોઈએ તો કેટલાક વ્યસ્ત એરપોર્ટ્સ પર પ્રતિ વર્ગફીટના હિસાબે થતું વેચાણ સડકો પર ખૂલેલા સ્ટોર્સ કરતાં ચાર-પાંચ ગણું વધારે હોય છે. દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-૩ માં અંદાજે બે લાખ વર્ગફીટનો રિટેલ એરિયા છે, જે રિટેલ વ્યવસાયની વધતી શક્યતાઓનો ફાયદો ઉઠાવવાના હિસાબે વિકસિત કરાયો છે. બીજી તરફ બેંગલુરુ એરપોર્ટ કદના હિસાબે દિલ્હી એરપોર્ટ કરતાં ઉતરતું છે, છતાં તે આ બાબતે તેનાથી આગળ છે.
ફંડા એ છે કે, તમે શહેરના સવૉધિક પોશ વિસ્તારમાં તમારી દુકાન શરૂ કરી શકો છો પરંતુ વેચાણ માત્ર એ કારણે નથી થઈ શકતું કે, ગ્રાહકોની પાસે પૈસા છે. તેનું મુખ્ય કારણ ગ્રાહકો પાસે પ્રોડકટ પર ખર્ચ કરવા માટે સમય હોય છે.