દરેક લોકો તેને ‘કાકુ’ કહીને બોલાવે છે. તે કર્મઠ મહિલા ઘરનું દરેક કામ કરે છે. ઘરમાં હાજર ચાર પ્રાણીઓ (જેમાં એક કૂતરો પણ સામેલ છે) માટે જુદું જુદું ખાવાનું બનાવે છે. ઘરમાં રહેતો કૂતરો પણ તેમના વિના ખાતો નહોતો. જોકે તે પોતાના માલિકને ખૂબ પ્રેમ કરે છે અને તેમની કારમાં ફરવા જાય છે. કૂતરાના આવા જ નખરાંને કારણે ‘કાકુ’એ ક્યારેય રજા નથી લીધી. જ્યારે એકવાર તેણે ૧૫ દિવસનો બ્રેક લેવા માગ્યો, તો તે પરિવારનું જીવન જાણે અટકી ગયું.
ટપાલી, કુરિયર બોય, ચોકીદાર અને સોસાયટી મેનેજર સહિત દરેક લોકો જાણે છે કે, ‘કાકુ’ કોણ છે, પરંતુ કોઈને પણ એ ખબર નથી કે, ઘરના માલિક કોણ છે. તે ઘરના ખર્ચ વગેરે સંભાળતી, કિચનનો જરૂરી સામાન ખરીદતી, માસિક કરિયાણાની વ્યવસ્થાની જવાબદારી પણ તેની છે અને તે નક્કી કરે છે કે, ઘરમાં આજે શું બનશે. તેે ઘરમાં તે છેલ્લાં સાત વર્ષથી કામ કરી રહી છે. ગયા વર્ષે તેના એક પાડોશીએ પ્રાઈમરી ભણતાં પોતાનાં છોકરા-છોકરી માટે એક શિક્ષકને નિયુકત કર્યા. ‘કાકુ’ને શિક્ષકનો વ્યવહાર સંદિગ્ધ લાગ્યો અને તેણે પોતાના માલિકને તે વિશે જણાવ્યું. માલિકે તેની વાત ગંભીરતાથી ન લીધી.
જોકે આ વિશે તેણે પાડોશીનું પણ ધ્યાન દોરી દીધું હતું. પાડોશી આ વિશે કોઈ નિર્ણય લે તે પહેલાં તો શિક્ષક બાળકોને ઊંઘની ગોળીઓ ખવડાવી દાગીના અને અન્ય કીમતી સામાન સહિત કુલ ૧૭ લાખની મતા ચોરી ગાયબ થઈ ગયો. પછીથી શિક્ષક પકડાઈ ગયો, પરંતુ રિકવરી અડધી અને ધીમે ધીમે થઈ શકી. આ વાતે આપણને એ વિચારવા વિવશ કરી દીધા કે, કેવી રીતે એક ઘરેલુ પરિચારિકા આટલી પ્રામાણિક હોઈ શકે છે, જ્યારે બીજી તરફ એક શિક્ષક અપ્રામાણિક બની શકે છે.
ફંડા એ છે કે, કોઈ કર્મચારીને તેની યોગ્યતા અનુસાર વાજંબી વેતન આપવું નિયુકતા તરીકે ફાયદેમંદ રહેશે, કારણ પ્રામાણિકતા અને સત્યનિષ્ઠાને માપવાનું કોઈ સાધન નથી. દુનિયામાં નામશેષ થઈ રહેલી પ્રામાણિકતા અને સત્યનિષ્ઠા જેવી ખૂબી માટે સારું વળતર આપતાં ખચકાવું ન જોઈએ.