ઇઝરાયલ એક નાનકડો દેશ છે, જ્યાં ધરતીની કુલ વસ્તીનો હજારમો ભાગ જ રહે છે. તેમ છતાં તે અનેક વાતો માટે અન્ય તમામ દેશો કરતાં આગળ નજરે પડે છે. એક ઇઝરાયલીએ જ મોટોરોલા સેલફોન તૈયાર કર્યો હતો. વિન્ડોઝના એનટી અને એક્સપી ઓપરેટિંગ સિસ્ટમ માઇક્રોસોફ્ટ ઇઝરાયલ દ્વારા તૈયાર કરવામાં આવ્યાં હતાં. ઇન્ટેલની પેન્ટિયમ ચપિ ટેક્નોલોજીનું શ્રેય ઇઝરાયલને જાય છે. પેન્ટિયમ ૪ માઇક્રોપ્રોસેસર અને સેન્ટ્રિનો પ્રોસેસરની ડિઝાઇન, વિકાસ અને પ્રોડક્શનનું શ્રેય પણ ઇઝરાયલને જાય છે. ઇન્ટરનેટ વોઈસ મેલ ટેકનિક પણ ઇઝરાયલે જ શોધી.
અત્યાર સુધી ૧૬૭ યહૂદીઓને નોબેલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. આ રીતે નોબેલ પુરસ્કાર બાબતે યહૂદીઓની ટકાવારી ૨૨ ટકાની છે. સમગ્ર વિશ્વની વસતીના હિસાબે તેમની સંખ્યા માંડ ૦.૨૫ ટકા છે તેમ છતાં તેમણે નોબેલ જગતમાં કબજો જમાવ્યો છે. તેને આંકડાના આઈનામાં જોઈએ તો રસાયણશાસ્ત્ર માટે ૨૮, અર્થશાસ્ત્ર માટે ૨૧, સાહિત્ય માટે ૧૨, મેડિસિન માટે ૫૨, શાંતિ માટે ૯ અને ભૌતિકશાસ્ત્ર માટે ૪૫ યહૂદી નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરી ચૂક્યા છે.
૧૯૫૫માં યહૂદી ડોક્ટર જોનાસ સલ્કે જ દુનિયાને પોલિયોની વેકસીન ઉપલબ્ધ કરાવી હતી. નવાં પુસ્તકોના વેચાણના મામલે ઇઝરાયલનું આખી દુનિયામાં બીજું સ્થાન છે. વસ્તીના હિસાબે જોઈએ તો વિશ્વવિદ્યાલયની ડિગ્રીઓ સૌથી વધુ ઇઝરાયલમાં અપાય છે. ૨૪ ટકા ઇઝરાયલી મજુરો પાસે યુનિવર્સિટીની ડિગ્રી છે. પેટન્ટના ક્ષેત્રે પણ ઇઝરાયલી પ્રતિ વ્યક્તિના દરે આગળ છે. એવી જ રીતે જનસંખ્યાના હિસાબે ઇઝરાયલમાં સૌથી વધારે પર્સનલ કમ્પ્યૂટર છે. યહૂદી કલાકારો, સંગીતજ્ઞો, કોમેડિયન, ગાયક અને ફિલ્મ નિર્માતાઓએ વિશ્વ પર ઊંડો પ્રભાવ પાડ્યો છે.વિશ્વની સૌથી મોટી વાયુસેના ઇઝરાયલ પાસે છે.
ફંડા એ છે કે, કોઈ કંપનીની ટીમ કે દેશના નાગરિકોમાં કંઈક હાંસલ કરવાની ઇચ્છાશક્તિ હોવી જોઈએ. ત્યાર બાદ આ દુનિયામાં કંઈ પણ મેળવવું અશક્ય નથી.