Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Management Fundas
 

અમિતાભ અને શાહરુખ પાસેથી શું શીખવા જેવું છે?

 
Source: Management Funda, N Raghuraman   |   Last Updated 12:30 AM [IST](24/10/2011)
 
 
 
 
 
જ્યારે મેં ૧૩ ઓક્ટોબરે ભોપાલના ડીબી મોલમાં શાહરુખ ખાનને જોયો. તેનામાં એક નવી ખૂબી નજરે પડી કે, તેણે પોતાનામાં સેલ્સમેનશિપની એક નવી ખૂબી વિકસિત કરી લીધી છે. પોતાની આગામી ફિલ્મ ‘રા.વન’ના પ્રમોશન માટે શાહરુખ ફિલ્મમાં સ્પે. ઇફેકટ કરતાં વધારે ઝડપથી ઊડી રહ્યો છે. ૧૨ સપ્ટેમ્બરે તેણે કરીના કપૂર સાથે આ ફિલ્મનું મ્યૂઝિક લોંચ કર્યું હતું. બે દિવસ પહેલાં જ તેણે અનેક પ્રશંસકો સાથે લાઇવ ચર્ચા કરી.

૨૪ ઓક્ટોબરે તે પોતાની ફિલ્મના વર્લ્ડ પ્રિમિયર માટે દુબઈમાં હશે. તેના બીજા દિવસે લંડનમાં તેનો બીજો પ્રિમિયર શો હશે. તે જ દિવસે તેની લગ્નતિથિ પણ છે. ત્યાર બાદ ૨૬ ઓક્ટોબર, ૨૦૧૧ના રોજ ટોરન્ટોમાં એક લોન્ચ પાર્ટી સાથે તેનું આ અભિયાન પૂરું થશે.૨૦ ઓક્ટોબરની રાતે તે ‘કૌન બનેગા કરોડપતિ’ શોમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે નજરે પડ્યો. અહીંયા પણ તેણે પોતાની ફિલ્મને પ્રમોટ કરવાની એક પણ તક ન જવા દીધી. તે દુનિયાભરમાં સતત ઘૂમીને પોતાની ફિલ્મ વેચી રહ્યો છે. તેણે આશ્ચર્યજનક રીતે એક હાર્ડકોર સેલ્સમેનની ભૂમિકા અપનાવી લીધી છે.

બીજી તરફ અમિતાભ બચ્ચન પણ ‘કૌન બનેગા કરોડપતિ’શોમાં હોટ સીટ પર બેસતા લોકોને મોટા ભાગે કહે છે કે, તે બહુ મુશ્કેલીથી ઘરે થોડો સમય વિતાવી શકે છે અને થોડા કલાકો જ ઊંઘી શકે છે. તેમણે અત્યાર સુધી બે વખત આ વાત કહી, જ્યારે દર્શકો તરફથી એમ કહેવાયું કે તેઓ અમિતાભ સાથે તેમના ઘરે એક દિવસ વિતાવવા માગે છે. જાહેર મંચ પર આ બંને હસ્તીઓના સતત એક્સપોઝરથી તેમની સફળતાનાં કેટલાંક રસપ્રદ તથ્યો અને મંત્રો વિશે જાણવાની તક મળી છે.

ફંડા એ છે કે, તમે જો આ બંને દિગ્ગજ કલાકારોની ગતિવિધિઓ પર ધ્યાન આપશો, તો તમને અનેક વસ્તુઓ શીખવા મળશે. પરંતુ તેમના વિશે બે વસ્તુઓ સ્પષ્ટ રીતે સામે આવે છે કે, તે પોતાના ઘરમાં થોડા જ કલાકો વિતાવે છે. તેનો અર્થ એ છે કે, તેમનો મોટા ભાગનો સમય કામકાજમાં પસાર થાય છે. બીજી ખૂબી એ છે કે, બંનેય ઉત્તમ સેલ્સમેન છે.

raghu@bhaskarnet.com

મેનેજમેન્ટ ફંડા, એન.રઘુરામન
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 4


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.