મહારાષ્ટ્રની સરકાર દ્વારા 26-11ના આતંકવાદી હુમલામાં જીવતા પકડાયેલા આતંકવાદી અજમલ કસાબની સુરક્ષા પાછળ દૈનિક R 8.5 લાખનો ખર્ચ કરવામાં આવે છે. આર્થર રોડ જેલની અંડા સેલમાં રહેલા કસાબની સુરક્ષા પાછળ કુલ R 31 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
બસમાં, જાહેર રસ્તાઓ પર અને કામની જગ્યાએ બધે જ મહિલાઓની સલામતી સામે પ્રશ્નાર્થ છે. બૂમાબૂમ કરતાં કે કોઈ નરાધમને મુક્કો મારતાં મહિલાઓ કેમ ખચકાય છે?
‘કેટલીક યુવાબહેનો આજે પણ આવા અત્યાચાર સામે અવાજ ઉઠાવતા ભય અનુભવે છે. આજે આપણી પાસે એવી કેટલીક સંસ્થા છે જે આવી બહેનોને મદદ કરે છે. એ પણ ત્યારે જ્યારે આ બહેનો ભોગ બની ચૂકેલી હોય, પણ આપણે એ પહેલાં શું કરી શકીએ?
અત્યારે હું કોચીનના એક જૂના કિલ્લાના અવશેષો જોઈ રહી છું. એક જૂના ડચ નિવાસીના ઈ.સ. ૧૫૦૮માં બનેલા એક સરસ મજાના રિનોવેટ કરેલા બંગલામાં હું અત્યારે છું. બંગલો સાગનાં લાકડાના અણીશુદ્ધ વૂડવર્કથી શોભે છે અને એ હવે એક મનોરમ હોટેલમાં ફેરવાઈ ગયો છે, પણ આ કેરાલાની સુંદરતા નથી જે મને અહીં સુધી તાણી લાવી છે પણ અહીંનું એક વરવું પાસું છે જેના લીધે હું અહીંયા આવી છું. હું એ જોવા આવી છું કે એક સમયનાં ‘માતૃવંશીય’ રાજ્યમાં સ્ત્રીઓ શી દશામાં છે?
હું પાલાઘાટમાં રહેલી મારા કુટુંબની સ્ત્રીઓના વીરતાના કિસ્સા સાંભળીને મોટી થઈ છું અને જ્યારે થોડાંક વર્ષો પહેલાં મેં આ રાજ્યમાં નિયમિતપણે આવવાનું શરૂ કર્યું અને બહેનો અને એમાંય યુવતીઓ સાથે અરસપરસ સંવાદો કર્યા તો મેં પણ મારામાં એક જ્વાળા અનુભવી... પણ હું જે લોકોને મળી એ ભણેલા ગણેલા અને કમાતાં થઈ ગયેલા લોકો ન હતા બલકે દબાયેલા-કચડાયેલા કે નાખુશ લોકો હતા. શા માટે? કોઈ પણ ખરો જવાબ આપી શક્યું ન હતું.
હું સશક્ત સ્ત્રીનેતાઓ, સમાજ સેવિકાઓ અને એન.જી.ઓ.ને શોધતી રહી પણ બહુ જ થોડા મળી આવ્યા. મોટા ભાગની અભિવ્યક્તિપ્રિય બહેનો ૬૦મે વર્ષે- આધેડવયે પહોંચી હતી, પણ એ પછીની બે પેઢીઓ તો સાવ ગાયબ જ હતી! મને સ્ત્રીઓની શારીરિક સુરક્ષા વિશેનાં ભયથી માહિતગાર કરવામાં આવ્યો. બસમાં, જાહેર રસ્તાઓ પર અને કામની જગ્યાએ, બધે જ બહેનોની સુરક્ષા સામે પ્રશ્નાર્થ? મેં તેઓને પૂછ્યું ‘તમને જ્યારે કોઈ ચૂંટલો ભરે ત્યારે તમે બૂમાબૂમ કેમ નથી કરતાં? એ નરાધમને એક મુક્કો કેમ નથી મારતા? કોઈએ શાંતિથી જવાબ વાળ્યો. ‘બેન જો આવું કરીએ તો ત્યાં બીજી બહેનો જ હડસેલી દેશે. એ બહેનો જ વખોડી કાઢશે..! આ જ કારણ છે કે અમારે આ અત્યાચાર સહન કરવો પડે છે.
કેરાલા મહિલા વિકાસ નિગમ દ્વારા તિરુવનંતપુરમમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મારી મુલાકાત આ નિગમના ઉત્સાહી સહાયક પ્રબંધક સુનીશભાઈ સાથે થઈ. મેં તેમને ગુજરાતમાં સ્ત્રીઓ અને કિશોરીઓ પર થતા અત્યાચારને વાચા આપવા અને જીવનપર્યન્ત કચડાયેલી આ બહેનોને હાડમારીમાંથી બચાવવા માટે દર્પણ કોમ્યુનિકેશન્સ દ્વારા બનાવવામાં આવેલ મ્યુઝિક અને ટેલિવિઝન વીડિયો વિશે માહિતી આપી. અને તેનાથી જ એક પ્રોજેક્ટ મળ્યો જે નિમિત્ત બન્યો કે હું અહીં આવી.
ઉન્નર્તપાટુ એક ‘જાગૃતિ ગીત’ છે, જે એક અડધા કલાકની ફિલ્મ સ્વરૂપે ઘણી બધી જુવાન છોકરીઓની કહાની રજૂ કરે છે. આ ફિલ્મ શૈક્ષણિક દબાણો અને અપેક્ષાઓને, આજે બહોળા પ્રમાણમાં છવાઈ ગયેલ એમએમએસ બ્લેકમેઇલિંગના દૂષણને, રોમેન્ટિક ફિલ્મોથી પ્રેરિત લગ્નો-જે જતે દહાડે ભંગાણમાં પરિણામે તેને અને કુટુંબના સભ્યો દ્વારા જ થતા યૌન શોષણના મુદ્દે ફિલ્મો બનાવવામાં આવી હતી. આ ફિલ્મ સાથે- એક કાઉન્સલેર બેનની સંગાથે મેં રાજ્યની ૪૦ વિમેન્સ કોલેજ માટેની યાત્રા શરૂ કરી.
યાત્રાનો મૂળ હેતુ એ મૌનને તોડવાનો હતો જે આ બહેનોને ભીડની વચ્ચે પણ એકલાપણું અનુભવે છે. ત્યાંનો પ્રતિભાવ પણ ભારે હતો. એ છોકરીઓ પહેલાં તો મૌન અને શરમાળ રહી પણ વખત જતાં એમની મૂંઝવણો, પ્રશ્નો અને વિનંતીઓ એક ધોધમાર પ્રશ્નોત્તરીમાં બદલાઈ ગયા. અમને મદદ કરો, માર્ગદર્શન આપો. અમે બિલકુલ ભટકી ગયા છીએ, અમારી તરફ કોઈ જોવાવાળું નથી. આ પ્રશ્નોથી મુક્તિ અપાવવાની વાતો થઈ.
અને હું પણ આ યુવા બહેનોની ઇમેજથી તણાઈ ગઈ. જેમાંથી એક આ પ્રમાણે છે, ‘કેટલીક યુવાબહેનો આજે પણ આવા અત્યાચાર સામે અવાજ ઉપાડતા ભય અનુભવે છે. આજે આપણી પાસે એવી કેટલીક સંસ્થા છે જે આવી બહેનોને મદદ કરે છે. એ પણ ત્યારે જ્યારે આ બહેનો ભોગ બની ચૂકેલી હોય, પણ આપણે એ પહેલાં શું કરી શકીએ? તો આપણે આ શોષણમાંથી મુક્તિ મેળવવા શું કરી શકીએ? હું આવા શોષણ કરનારાઓને કઈ રીતે અટકાવી શકું?
કે.એસ.ડબલ્યુ.ડી.સી. અને દર્પણ એકેડમી દ્વારા કાઉન્સેલિંગ અને માર્ગદર્શન માટે એક ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવ્યું છે જે દ્વારા કાઉન્સેલર્સ પોતાની ઓળખાણ છતી કરવા ન માગતી હોય એવી છોકરીઓને પણ કાઇન્સેલિંગ અને સલાહ-સૂચન આપી શકે. અને કે.એસ.ડબલ્યુ.ડી.સી., કોલેજ અને શાળાનાં કાઉન્સેલ સાથે સઘન કામ કરવા યોજના બનાવે છે. જે ગામડાઓની છોકરીઓને નોકરી અપાવવા મદદ કરે છે.
મોટાં શહેરોમાં સલામતી સાથે રહેવા માટે તેઓ આ બહેનો માટે હોસ્ટેલની પણ સુવિધા કરી આપે છે અને તેઓ જુદા જુદા વિચારો પ્રત્યે મન ખુલ્લું રાખી શકે. આ સંસ્થાનાં એમ.ડી. સંસ્થા થકી કંઈક જુદું અને લાંબાગાળાનું કામ કરવા મથે છે. અને આ દર્શન થકી તે કંઈક જુદું કરી પણ શકશે.પ્રોજેક્ટ અને આ સંસ્થાનો ‘રોડમેપ’ એક નવતર અને સરાહનીય પ્રયોગ છે. જો બીજાં રાજ્યો પણ આનું અનુકરણ કરી શકે...
મલ્લિકા સારાભાઈ, લેખિકા પ્રતિષ્ઠિત અભિનેત્રી અને એક્ટિવિસ્ટ છે.