મહારાષ્ટ્રની સરકાર દ્વારા 26-11ના આતંકવાદી હુમલામાં જીવતા પકડાયેલા આતંકવાદી અજમલ કસાબની સુરક્ષા પાછળ દૈનિક R 8.5 લાખનો ખર્ચ કરવામાં આવે છે. આર્થર રોડ જેલની અંડા સેલમાં રહેલા કસાબની સુરક્ષા પાછળ કુલ R 31 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
અડવાણી પોતાની યાત્રાની શરૂઆત માટે શા માટે સોમનાથને જ મહત્વ આપે છે? શા માટે મોદી અડવાણીની પડખે રહે છે?
બ્રિટિશરોની ભાગલા પાડો અને રાજ કરો નીતિ અંર્તગત મંદિરને લૂંટવાની ઘટનાનો પ્રચાર હિન્દુત્વ પર મુસ્લિમોના હુમલા તરીકે કર્યો હતો. તેમ છતાં સોમનાથના હુમલાની ઘટના બાદ હિન્દુઓ અને મુસ્લિમોની મિત્રતા અકબંધ રહી હતી.
એક રેસ્ટોરન્ટમાં મારા એક મિત્ર સાથે હું બેઠી હતી ત્યારે માથે કુલૂ ટોપી અને સફેદ કુર્તા પાયજામા પહેરેલો એક વ્યક્તિ મારી પાસે આવ્યો. ‘મેં તમને એક ઈમેલ મોકલ્યો છે. તમારે સોમનાથ પર જરૂર લખવું જોઈએ. ગુજરાતીઓ ખાતર પણ. હકીકતમાં એવું કશું જ નથી જેવું તેઓ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વેરભાવ પેદા કરવા, ઉશ્કેરવા માટે તેનો ચાલાકીથી ઉપયોગ કરાયો છે.’ આ અંગે મને કોઈ ઇમેલ ના મળ્યો કે પછી તેણે શું કહ્યું હતું એ પણ હું સમજી શકી ન હતી.
તેણે ફરીથી ઈમેલ મોકલવાનું વચન આપ્યું અને મોકલ્યો પણ ખરો. રામાનુજમની ‘રામાયણ’ને પાછી ખેંચી લેવાની શરમજનક અને વિવાદાસ્પદ ઘટના તાજેતરમાં જ સમાચારોમાં હતી. એ જ દિવસે સવારે મેં બહુમતની વાત પર ભાર મૂકતી એક ફિલ્મ અંગે વાંચ્યું છેલ્લા બે દાયકામાં ઈતિહાસના પુસ્તકોનું જે ભગવાકરણ કરવામાં આવ્યું છે તે મુદ્દો પણ મારા મગજમાં ઘણા સમયથી ચાલી રહ્યો છે.
હજારો વર્ષો અગાઉ ધાડ પાડીને લૂંટવામાં આવેલા સોમનાથ મંદિરની ઘટનાના પડઘા આજે પણ શા માટે પડી રહ્યા છે તે હું ગુજરાતમાં રહેવા છતાં પણ સમજી શકી નથી. અડવાણી પોતાની યાત્રાની શરૂઆત માટે શા માટે સોમનાથને જ મહત્વ આપે છે? શા માટે મોદી અડવાણીની પડખે રહે છે? ગુજરાતના મોટાભાગના બાળકોની જેમ મેં પણ ઉચ્ચ માધ્યમિકના અભ્યાસ દરમિયાન કે.એમ. મુનશીની ‘જય સોમનાથ’ વાંચી હતી અને તેનો આનંદ લીધો હતો. પરંતુ તેના પર રાજકારણ ખેલવાનો મને કદી પણ વિચાર આવ્યો નથી. તે માત્ર એક સુંદર રચના હતી અને ત્યાર બાદ આ સવાલ મારા માટે સામાન્ય હતો અને મેં તેને આજ સુધી કદી મહત્વ આપ્યું નથી. અખિલેશ મિથાલનો રોમિલા થાપરના પુસ્તક અંગે મેલ મળ્યા સુધી પણ.
ગઝની ઇસ્લામમાં ધર્મપરિવર્તન કરાવનારો ન હતો. તે કોઈ જેહાદી પણ ન હતો કે જે માનતો હોય કે કાફિરોની હત્યા કરી દેવી જોઈએ. તે માત્ર એક લૂંટારુ હતો. તેને માત્ર સંપત્તિ લૂંટવામાં જ રસ હતો પછી તે કોઈ હિન્દુ, મુસ્લિમ કે નાસ્તિકના જ કબજામાં કેમ ન હોય અને આ બાબતે જ તેને એક લૂંટારુ બનાવ્યો હતો અને છતાં બધા જ હિન્દુ ગુજરાતીઓ માટે તે એક અપમાનજનક ઘટના હતી. હવે આ સમગ્ર બાબતને હિન્દુ મુસ્લિમ વિવાદનું સ્વરૂપ કોણે આપ્યું? ક્યારે?
રોમિલા થાપરના ધ્યાનાકર્ષિત કરનારા પુસ્તક અનુસાર આ કામ બ્રિટિશરોનું હતું જેમણે ભાગલા પાડો અને રાજ કરો નીતિ અંતર્ગત મંદિરને લૂંટવાની ઘટનાનો પ્રચાર હિન્દુત્વ પર મુસ્લિમોના હુમલા તરીકે કર્યો હતો. તેમ છતાં સોમનાથના હુમલાની ઘટના બાદ હિન્દુઓ અને મુસ્લિમોની મિત્રતા અકબંધ રહી હતી, અનેક હિન્દુઓ મુસ્લિમ રાજાઓના દરબારમાં મંત્રી બન્યાં, મુસ્લિમ શાસનમાં બહુમતિ ધરાવતો હિન્દુ સમુદાય સુખી અને સમૃધ્ધ રહ્યો હતો. સાચી વાત તો એ છે કે હિન્દુઓ અને મુસ્લિમો સદાકાળથી દુશ્મન રહ્યા છે એ બાબત પુરવાર કરવા માટે બ્રિટિશરોએ નવેસરથી ઈતિહાસ લખ્યો.
થાપરના જણાવ્યા અનુસાર, ૧૧મી સદી કે જ્યારે સોમનાથને અડીને આવેલું વેરાવળ મધ્ય એશિયા અને આરબ દેશોમાં વેપાર માટેનું મુખ્ય બંદર હતું ત્યારે ત્યાં તમામ ધર્મોમાં શ્રદ્ધા ધરાવતા લોકો એકસાથે રહેતા હતા અને વેપાર પણ કરતા હતા. થાપરે લખે છે કે, ‘અગાઉના લખાણો અનુસાર સોમનાથ પર મહેમુદ ગઝનીના હુમલાને ‘હિન્દુઓને માનસિક આઘાત’ સાથે સાંકળવા ૧૮૪૩માં લંડનના હાઉસ ઓફ કોમન્સમાં સોમનાથ મંદિરના દરવાજાઓને લઈને ચર્ચા કરાઈ હતી.
૧૮૪૨માં લોર્ડ એલેનબોરોના પ્રખ્યાત જાહેરનામા ‘દરવાજાઓ અંગેની જાહેરાત’માં બ્રિટિશ આર્મીના જનરલ નોટને હુકમ કર્યો હતો કે તેઓ અફઘાનિસ્તાનમાંની મહેમુદની કબરનાં ‘ચંદનથી બનેલાં’ લાકડાનાં દરવાજા કાઢીને ભારત પાછા લઈ આવે. એવી માન્યતા હતી કે આ દરવાજા મહેમુદ સોમનાથથી લૂંટીને લઈ ગયો હતો. એ વખતે દાવો કરાયો હતો કે આમ કરવાનો હેતુ ભારત પાસેથી જે લૂંટવામાં આવ્યું છે તે ભારતને પાછું આપવાનો છે.’
‘આ પ્રકારની જાહેરાતથી હાઉસ ઓફ કોમન્સમાં મોટો હોબાળો મચ્યો હતો. સવાલ ઊઠ્યો હતો કે શું એલેનબોરો હિન્દુઓને રાજી કરવા ધાર્મિક પૂર્વગ્રહોને પ્રોત્સાહન આપે છે કે રાષ્ટ્રીય લાગણીને અપીલ કરવા માગે છે. સામે પક્ષે એવી દલીલ કરાઈ હતી કે આ દરવાજાઓ ‘રાષ્ટ્રીય સંપત્તિ’ છે, કોઈ ધાર્મિક પ્રતીક નથી. ‘એવી પણ દલીલ કરાઈ હતી કે કોઈ ઈતિહાસકારે એવું વર્ણન કર્યું નથી કે મહેમુદ તેના હુમલાઓમાં દરવાજાઓ પણ લૂંટીને લઈ ગયો હતો, આ બાબત માત્ર લોકોએ ઘડી કાઢેલી દંતકથા છે.’
‘એલેનબોરોએ મહેમુદના હુમલાને હિન્દુના આત્મા પર ઘા ગણાવ્યો હતો અને આ દરવાજા પાછા આપવાને તે આઠસો વર્ષ અગાઉ થયેલા અપમાનનો બદલો વાળવાનું માનતો હતો.’ આ દરવાજાઓને મહેમુદની કબર પરથી મૂળ સાથે ઉખાડી નાખવામાં આવ્યા અને એક મહાન વિજય મેળવ્યો હોય એવી રીતે પાછા લાવવામાં આવ્યા.
ઉ.ભારતના ગામડે-ગામડે ઢોલ-નગારા સાથે તેને ફેરવવામાં આવ્યા. આ દરવાજા પર ઇજિપ્તની કારીગરી મળી આવી અને તેનો ભારત સાથે કોઈ જ સંબંધ જોવા મળ્યો નહીં. તેઓ આગ્રાના લાલ કિલ્લાના દિવાન-એ-ખાસમાં જુઠું બોલ્યા. તેમણે આ ખોટા ઈતિહાસ દ્વારા એક વેરભાવની લાગણી પેદા કરી. આશ્ચર્ય એ વાતનું છે કે આવી બીજી કેટલી ‘ઐતિહાસિક’ સચ્ચાઈઓમાં આવું જ જુઠાણું સમાયેલું હશે.
મલ્લિકા સારાભાઈ, લેખિકા પ્રતિષ્ઠિત અભિનેત્રી અને એક્ટિવિસ્ટ છે.