મહારાષ્ટ્રની સરકાર દ્વારા 26-11ના આતંકવાદી હુમલામાં જીવતા પકડાયેલા આતંકવાદી અજમલ કસાબની સુરક્ષા પાછળ દૈનિક R 8.5 લાખનો ખર્ચ કરવામાં આવે છે. આર્થર રોડ જેલની અંડા સેલમાં રહેલા કસાબની સુરક્ષા પાછળ કુલ R 31 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
‘જ્યારે મને જરૂર હતી ત્યારે કોઈ આજુબાજુ ફરકતું ન હતું, પણ જ્યારે લોકોએ જોયું કે મને સંગીત જલસામાં ગાવાનું આમંત્રણ મળ્યું છે ત્યારે તેઓ મારી પાસે આવીને મીઠી-મીઠી વાતો કરવા લાગ્યા.’
‘‘મારી પાસે અસ્તિત્વ ટકાવવા માટે કોઈ જ સાધનો ન હતાં. કોઈ મદદ કરી શકે એવું પણ ન હતું. મારી મા અને નાની બંને જણ કોઈ પણ સાધનો વિનાની વિધવા હતી. કોઈ જમીન નહીં, કોઈના ઉપર નભવું શીદ ? એક જ વસ્તુ હું કરી શકતી એ છે - ગાયન.
જો કોઇ કલ્પના કરી શકતું હોય કે ભારતમાં હાંસિયામાં ઠેલાઇ ગયેલા લોકો કેટલી વિષમ અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવતા હશે તો તેમાંય તેમનો સંયોગ તો માનવામાં ન જ આવે એવો છે. તેમનો જન્મ રાજસ્થાનનાં એક અતિશય ગરીબ મુસલમાન પરિવારમાં થયો હતો. એક એવી કોમ જેમાં પડદાપ્રથાનું ચલણ છે. જન્મ પહેલાં પિતાનું અવસાન અને એક વર્ષની થઈ એ પહેલાં પોલિયોએ બંને પગને લાચાર બનાવી દીધા. વીસ વર્ષનાં થયાં ત્યાં તો વિધવા થયાં અને એ સાથે ત્રણ બાળકોની જવાબદારી. ગરીબ, અપંગ અને ત્રણ બાળકોની મુસલમાન વિધવા માતા. ‘‘મારી પાસે અસ્તિત્વ ટકાવવા માટે કોઈ જ સાધનો ન હતાં.
કોઈ મદદ કરી શકે એવું પણ ન હતું. મારી મા અને નાની બંને જણ કોઈ પણ સાધનો વિનાની વિધવા હતી. કોઈ જમીન નહીં, કોઈના ઉપર નભવું શીદ? એક જ વસ્તુ હું કરી શકતી એ છે - ગાયન; પણ અમારી કોમમાં બહેનો જાહેરમાં ગીત ન ગાઈ શકે. મારી પાસે બે જ વિકલ્પો-સમાજનું સાંભળવું અને સમાજનું આધિપત્ય શિરોધાર્ય કરી લેવું, કે ગીતો ગાઈને મારો અને બાળકોનો નિવૉહ કરવો.
મહાન સ્વર્ગીય સંગીતકાર કોમલ કોઠારીએ રુકમાની નોંધ લીધી. એમને લાગ્યું કે માંગણિયારો એક એકલી અદભૂત અવાજ ધરાવતી સ્ત્રી સાથે કંઈક સરસ કરી શકશે, પણ પેલીને દરેક જગ્યાએ લઈ જવી પડે. તો તેમના માટે કોમલે એક વ્હીલ-ચેયર લઈ અપાવી. તે પેલીને ડોક્ટર પાસે લઈને જયપુરિયો પગ લગાવવા ગયા કે કંઇક થઈ શકે તો ઠીક, પણ કોઈ જ રાહત ન હોતી મળી. ધીમે ધીમે એ આકર્ષક અવાજનો જાદુ પ્રસરવા લાગ્યો અને તેમને પરફોર્મન્સના પૈસા મળવા લાગ્યા.
પણ સમાજ એને ઘેરી વાળ્યો અને એને સમાજથી બહિષ્કૃત કરી. સમાજવાળાઓએ તો તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી દીધી કે આ તો એક વેશ્યા છે જેણે પોતાનું મોઢું ઊઘાડું કરી અને સ્ટેજ પર જઈ સમાજની ઠેકડી ઊડાડી છે. છતાં તેણીએ ગીતો ગાવાનું ચાલુ રાખ્યું પણ હજી પૈસા અપૂરતા જ મળતા હતા.
જ્યારે હું એમને ૧૯૮૪માં મળી ત્યારે હું તેમના આશાવાદી વ્યક્તિત્વ, ખુશમિજાજી સ્વભાવ અને તેમના અવાજથી મંત્રમુગ્ધ થઈ ગઈ. અમે જ્યારથી નટરાણીમાં કલાકારોને રજૂ કરતાં રહ્યાં છીએ. તેણીને પણ અમે લોકો સામે રજૂ કરતાં રહ્યાં.અમે રાજસ્થાન સરકાર, સંગીત નાટક એકેડમી, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિલેશન્સ વગેરે તેની નોંધ લે એવા પ્રયાસો કરતા રહ્યાં પણ કંઈ ‘મળ્યું નહીં’.
વર્ષ ર૦૦૮માં મેં તેમના પર અને તેમની કળા ઉપર એક ફિલ્મ બનાવવાનું. નક્કી કર્યું. અમે બાડમેરથી લગભગ એક કલાકનાં અંતરે આવેલા તેમના ઝૂંપડામાં પણ ગયાં, જ્યાં તેઓ પચાસ માંગણિયાર કુટુંબોના ઝૂમખા વચ્ચે ઠેઠ ગામની બહાર રહેતાં હતાં. કુટુંબની ત્રણ પેઢીઓ તેમના પર નભતી હતી. તે શિયાળાની સવારે તેણી અમારા માટે પોતાના હાથે ચા બનાવીને અમને ખૂબ સરસ આવકાયાઁ.
મેં ત્યાં તેમના ઘરે સંડાસ અને પાણીની સુવિધાનો અભાવ જોયો. તે કેવી રીતે આવા અસમથળ પ્રદેશમાં ઘૂંટણિયે ચાલીને જંગલો-ઝાડીઓમાં જઈને પોતાની નિત્યક્રિયાઓ સંતોષતી હશે ! મેં એ પણ જોયું કે આજુબાજુનાં કુટુંબો કઈ રીતે એમની ઉપર નજર રાખતા હતા કે જે કોઈ ‘લેવડ-દેવડ’થાય એમાંથી પેલા લોકો પોતાનો ભાગ લઈ શકે.
તેણીને આ વિશે માહિતી હતી એમણે કહ્યું. ‘‘જ્યારે મને ખરેખર જરૂર હતી ત્યારે કોઈ આજુબાજુ ફરકતું ન હતું, પણ જ્યારે એ લોકોએ જોયું કે મને સંગીત જલસામાં ગાવાનું આમંત્રણ મળ્યું છે ત્યારે તેઓ મારી પાસે આવીને મીઠી-મીઠી વાતો કરવા લાગ્યા-‘મને ઊમેરવાનો ભૂલતી નહીં. હું છું તો તારો કાકો ને... મેં જોયું કે કેવી રીતે તેમની મા તેમના પર બાજની જેમ તરાપ રાખતી હતી. અને મેં જોયું અને સાંભળ્યું કે કેવી રીતે આવા બધામાં તેમનું સંગીત ઉપર ઊઠીને આવ્યું છે.
તેના પર બનેલી ફિલ્મ ‘સોલ વોઇસ, સોલો વોઇસ’ને ઘણાં પુરસ્કારો મળ્યાં. અમે એમને બધા જ પુરસ્કાર-રકમ અને બીજું ઘણું આપી દીધું. પણ તે ક્યારેય પણ ગરીબીમાંથી ઊંચે આવી નહીં. તેમની થોડી એવી અપંગ પુત્રી અને એમનાં સંતાનો પણ તેમની સાથે જ રહેવા લાગ્યા કેમ કે તેઓને પણ તેમના સાસરિયામાંથી હાંકી કઢાયાં. તેમનું સ્વાસ્થ્ય પણ ધીમે ધીમે લથડવા માડ્યું અને એમાયં પાછું બીડીઓ પીવાની ટેવ.
તેમનો મોટો દીકરો શફી કુટુંબનું કોળિયું કાઢવા છુટક મજૂરી કરવા લાગ્યો-તે પણ એક સારો સંગીતકાર છે. તેમનો નાનો દીકરો ગફુર તે પણ તેની વિશિષ્ટ શૈલીમાં ગીતો ગાય છે. તે પણ તેની માતાની સાથે સંગીત-જલસો કરવા અને પેટિયું રડવા જેસલમેર જતો રહ્યો. અને થોડીક રાતો પહેલાં એક મિત્રે મને એસ.એમ.એસ.કર્યો. રુકમાની યાદગીરીમાં ટી.વી.ઉપર એક કાર્યક્રમ આવે છે. મેં એમના કે કુટુંબીજનોના જેટલા નંબરો હતા એના પર ફોન કર્યા અને છેવટે શફીનો ફોન લાગ્યો. ગઈ રાત્રે તે અચાનક પડી ગયા હતા.
રામસરમાં કોઈ આરોગ્યની સુવિધા નથી જેથી કરીને તેમને રીક્ષામાં લઈને બાડમેર તરફ ધસ્યા. સારવાર આપવા કોઈ ડોક્ટર જ હાજર ન હતો. તેમનું બલ્ડ શુગર ખૂબ જ વધારે અને બ્લડપ્રેસર ખૂબ જ નીચો હતો.. અને બીજી જ સવારે ચાર વાગ્યે તે અમારી વચ્ચે ન રહ્યાં. સાચી ભારતીય છટામાં ગરીબીમાં, જરૂરિયાતમાં અને અવગણનામાં. સાચી ભારતીય કળા ઝિંદાબાદ...
મલ્લિકા સારાભાઈ, લેખિકા પ્રતિષ્ઠિત અભિનેત્રી અને એક્ટિવિસ્ટ છે.