મહારાષ્ટ્રની સરકાર દ્વારા 26-11ના આતંકવાદી હુમલામાં જીવતા પકડાયેલા આતંકવાદી અજમલ કસાબની સુરક્ષા પાછળ દૈનિક R 8.5 લાખનો ખર્ચ કરવામાં આવે છે. આર્થર રોડ જેલની અંડા સેલમાં રહેલા કસાબની સુરક્ષા પાછળ કુલ R 31 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
ગુજરાત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ્સ બિલને પગલે ટ્રસ્ટો હવે સરકારની કઠપૂતળી બની જશે, સરકાર હુકમ કરશે કે ક્યાં-કોણે-શું કામ કરવાનું છે? એનજીઓનો મૂળ હેતુ જ દૂર થઈ જશે.
ચેરિટી કમિશનર સર્વસત્તાધીશ રહેશે. નાનીઅમથી ભૂલ માટે પણ તે કાયદાકીય પગલાં ભરી શકશે અને આ કેસને નાગરિક અપરાધ તરીકે નહીં પરંતુ હિંસક અપરાધ તરીકે ગણવામાં આવશે.
છેલ્લી સદીના ગુજરાતીઓના દૂરંદેશીપણા માટે આપણે આભાર માનવો જોઈએ. પ્રજા પ્રત્યેની પોતાની નૈતિક જવાબદારી સમજીને તેમણે જે કમાયું છે તેમાંથી સમાજને પાછું આપવા માટે તેમણે હજારો ધમૉદા સંસ્થાઓની સ્થાપના કરી છે. પોતાની મરજી મુજબ તેમણે શરૂ કરેલી ગૌશાળાઓ, હોસ્પિટલ્સ, ધર્મશાળાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, અનાથાશ્રમ, કમ્યુનિટિ સેન્ટર વગેરે ચલાવવા માટે ટ્રસ્ટોની સ્થાપના કરી. આ સંસ્થાઓએ સમાજમાં ઉપેક્ષિત અને જરૂરિયાતવાળાને મદદ કરી અને સાથે રાજ્યને કેટલીક પ્રથમ સંસ્થાઓ જેવી કે, પ્રથમ મજૂર યુનિયન, પ્રથમ ટેક્સટાઈલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પ્રથમ છોકરીઓની શાળા અને બીજું ઘણું બધું આપ્યું.
પરંતુ હંમેશાં બનતું આવ્યું છે એમ કાળું નાણું ધોળું કરવા અને વધારાની સંપત્તિ છુપાવવા માટે કેટલાંક નકલી ટ્રસ્ટોની પણ રચના કરાઈ. આમાંથી મોટાભાગનાં ટ્રસ્ટ નેતાઓ કે મોટાં ઔદ્યોગિક ગૃહો દ્વારા ગેરકાયદે થતી આવકને છુપાવવા બનાવાયાં છે. બીજાં કેટલાંક ટેક્સ છુપાવવા રચાયાં છે.
જોકે આ ટ્રસ્ટોને કારણે સાચ્ચે જ કામ કરતા હજારો ટ્રસ્ટોનું મહત્વ ઘટ્યું નથી. તેમણે મહિલા સુરક્ષા-સશક્તિકરણ, લઘુમતિ અને અન્ય પછાત વર્ગ, કુદરતી આફતોમાં રાહતકાર્યો વગેરે કામગીરી પણ કરી. ૨૦૦૧ના ભૂકંપ બાદ પુનર્વસન અને નગરનિર્માણમાં આવાં હજારો ટ્રસ્ટો (જેમને એનજીઓ તરીકે ઓળખવામાં આવે છે) આગળ આવ્યાં હતાં. કચ્છનું બદલાયેલું પરિર્દશ્ય આ એનજીઓના પ્રયત્નોનું પરિણામ છે.
આ પ્રકારના મોટાભાગના ટ્રસ્ટોનું ‘બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ, ૧૯૫૦’ના કાયદા હેઠળ રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. ગુજરાત સરકારની રચનાના પચાસ વર્ષ બાદ આજે પણ આ કાયદો અમલમાં છે. આ કાયદા હેઠળ રચાયેલા હજારો ધાર્મિક સંગઠનોએ લાખો લોકોને કપડાં અને સુવિધા પૂરી પાડી છે, શિક્ષણ આપ્યું છે, તાલીમ આપી છે, કાયદાકીય રીતે મદદ કરી છે, આર્થિક રીતે સ્વતંત્ર બનાવ્યાં છે. પરંતુ વર્તમાન રાજ્ય સરકાર દ્વારા જે કડક કાયદો લાવવાનું વિચારાઈ રહ્યું છે તેનાથી આ બધું જ બદલાઈ જશે.
નવું બિલ કે જેને ‘ગુજરાત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ્સ બિલ ૨૦૧૧’ નામ અપાયું છે, તેમાં જો કોઈ જરા પણ ખોટું કામ કરતું પકડાશે તો રાજ્ય સરકાર તેને સાણસામાં લઈ શકશે અથવા તો કોઈ પોતાની મરજીપૂર્વક બોલવા માગે છે અથવા તો જેને રાજ્ય સરકારના આશીર્વાદ મળ્યા નથી તેવું કોઈ કામ કરે છે તેણે ટ્રસ્ટમાંથી તાત્કાલિક ધોરણે રાજીનામું આપવાનું રહેશે કે જ્યાં તેઓ કિંમતી સેવા પૂરી પાડી રહ્યા હતા.
એટલે કે ટ્રસ્ટો હવે સરકારના હાથે નાચતી કઠપૂતળીઓ બની જશે, સરકાર હુકમ કરશે કે કયા ટ્રસ્ટમાં કોણે શું કામ કરવાનું છે? વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા એનજીઓનો મૂળ હેતુ જ દૂર થઈ જશે. આ બિલ થકી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી તમામ પહેલ પાછી ખેંચી લેવાશે અને રાજ્ય સરકાર દ્વારા નિમવામાં આવેલી વ્યક્તિની જ તમામ સત્તા રહેશે, જેમાં ચેરિટી કમિશનરનો પણ સમાવેશ થાય છે અને બધા જ ટ્રસ્ટ સરકારની ઈચ્છાઓ હેઠળ નાચતી કઠપૂતળી બની જશે.
ચેરિટી કમિશનર સર્વસત્તાધીશ રહેશે. નાનીઅમથી ભૂલ માટે પણ તે કાયદાકીય પગલાં ભરી શકશે અને આ કેસને નાગરિક અપરાધ તરીકે નહીં પરંતુ હિંસક અપરાધ તરીકે ગણવામાં આવશે. કોઈ પણ પ્રકારની ગેરરીતિ માટે ટ્રસ્ટીને વર્તમાનના R ૧ હજારને બદલે રૂ.૧૦ હજાર સુધીનો દંડ ફટકારવામાં આવશે. જો ચેરિટી કમિશનર ઈચ્છે તો કોઈ બે ટ્રસ્ટને એક છત્ર હેઠળ લાવી શકશે.
સરકારી ન્યાયપંચ એક વખત ચેરિટી કમિશનરની તરફેણમાં નિર્ણય લઈ લે પછી અપીલની પણ વ્યવસ્થા નથી. એટલે દાખલા તરીકે જો ચેરિટી કમિશ્નર બીએપીએસ સ્વામિનારાયણ અને કાલુપુર સ્વામિનારાયણને એક છત્ર નીચે લાવવાનો નિર્ણય લે છે તો એક પણ પંથ પાસે બીજો વિકલ્પ રહેતો નથી અથવા તો ‘અટીરા’નું સંચાલન ‘એનઆઈડી’ કરવા લાગે.
સૌથી ખરાબ સ્થિતિ તો એ છે કે કેસને હિંસક ગુના તરીકે ગણવામાં આવતાં એક સાધારણ ગેરરીતિને પગલે ટ્રસ્ટીને જેલ ભોગવવાનો વારો આવી શકે છે. આવી અમર્યાદ સત્તાને કારણે કોઈ પણ વ્યક્તિ બદલો લેવાની ભાવનાથી પણ કોઈ ટ્રસ્ટી વિરૂદ્ધ પગલાં લઈ શકે છે. તો પછી કઈ જાણીતી વ્યક્તિ આ પદ પર રહેવાનું વિચારશે? આથી વિવિધ ટ્રસ્ટોમાં જે સન્માનનીય લોકો ટ્રસ્ટી પદે બેઠેલાં છે તેમને બદલે આપણને વધુ ગુંડાઓ અથવા તો ‘હા’ માં ‘હા’ મિલાવતા લોકો મળશે, જેને પરિણામે સારી સેવાઓ અને કામ થતાં બંધ થઈ જશે. નાણાંની ઉચાપત વધી જશે.
આ ઉપરાંત, પ્રાસંગિક અપીલ ચેરિટેબલ કમિશનર, જેસીસી, ડીસીસી કે એસીસી સામે કરવી તેનો નિર્ણય ચેરિટેબલ કમિશ્નર કરશે અને આના પાછળ થનારો ખર્ચ કોણ અથવા તો કયા ટ્રસ્ટ કે ફંડમાંથી અને કેટલા સુધીનો લેવો તેનો નિર્ણય પણ ચેરિટેબલ કમિશનર કરશે. ચેરિટી કમિશનરના તમામ ખર્ચાઓ અને તેની ઓફિસમાં થતો તમામ ખર્ચ પણ જે-તે ટ્રસ્ટ પાસેથી વસુલવામાં આવશે.
ચેરિટેબલ કમિશ્નરના નિર્ણય વિરૂદ્ધ અપીલ કરવાની કોઈ જ જોગવાઈ ન હોઈ, એટલે કે આ વ્યક્તિ કોર્ટના કાયદાથી પણ વધુ ઊંચો થઈ જશે. અહીં રાજ્યની કલ્ણાણકારી સંસ્થાઓ પર આવનારી આપત્તિની એક ઝલક રજૂ કરી છે, જે જરૂરતમંદો અને ગેરલાભાર્થીઓને પણ લાગુ પડે છે. શું આપણે સૌ આ અસત્યનો સ્વીકાર કરવા જઈ રહ્યા છીએ?
મલ્લિકા સારાભાઈ, લેખિકા પ્રતિષ્ઠિત અભિનેત્રી અને એક્ટિવિસ્ટ છે.