મહારાષ્ટ્રની સરકાર દ્વારા 26-11ના આતંકવાદી હુમલામાં જીવતા પકડાયેલા આતંકવાદી અજમલ કસાબની સુરક્ષા પાછળ દૈનિક R 8.5 લાખનો ખર્ચ કરવામાં આવે છે. આર્થર રોડ જેલની અંડા સેલમાં રહેલા કસાબની સુરક્ષા પાછળ કુલ R 31 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
ધરતી સાથે જોડાયેલા લોકોને જાણો કલ્પના કરો નાગરિક પુરવઠા વિભાગના કોઈ મંત્રી કે ઉચ્ચ અધિકારી ગુપ્તવેશ ધારણ કરીને રેશનકાર્ડ કઢાવવા જાય છે. પાંચ લિટર કેરોસીન મેળવવા માટે લાઈનમાં ઊભા રહે છે.
શું તમે ભારતમાં આવી કલ્પના કરી શકો કે આનંદ મહિન્દ્રા અથવા મી. બજાજ તેમના ડ્રાઈવરને રજા આપીને ખુદ ડ્રાઈવર બન્યા હોય? અથવા તો બકેરીના માલિકો ક્યારેય તેમની નિર્માણ સાઈટ પર કડિયો કે મજુર બન્યા છે ખરા? જરા વિચારો, જો આમ બને તો તમને આશ્ચર્ય થશે કે નહીં!
મલ્લિકા સારાભાઈ, લેખિકા પ્રતિષ્ઠિત અભિનેત્રી અને એક્ટિવિસ્ટ છે.
તાજેતરમાં જ મેં ટીવી પર એક રસપ્રદ કાર્યક્રમ જોયો હતો. જેનું નામ હતું ‘સીઈઓ અન્ડરકવર’. સમગ્ર અમેરિકા અને દુનિયાના બીજા દેશોમાં ‘સેવન ઈલેવન’ નામની ચીજવસ્તુઓના સ્ટોરની ચેઈન ચલાવતી કંપનીના સીઈઓ એક સપ્તાહ માટે એ જાણવા માટે ગુપ્તવાસમાં જતા રહે છે કે તેની કંપનીમાં કર્મચારીઓ માટે સાનુકૂળ સ્થિતિ છે કે નહીં. પોતાની અસલિયત છુપાવીને તેમણે ડેની નામ ધારણ કર્યું .
આ શોના સંચાલકોએ પણ તેમનો પીછો કર્યો જ્યારે તેમણે એક ડિલિવરી મેનના પાર્ટનર તરીકે કામ કર્યું, કોફી કાઉન્ટર પર ‘ડોલર્સ’ (કોફી પીરસતા સેલ્સમેન) સાથે કામ કર્યું જે તેમની કંપનીના કોફી આઉટલેટ્સ પર ખૂબ જ જાણીતા હતા, કેક બનાવતી ફેક્ટરીમાં કેવી રીતે સુંદર કેક બનાવી શકાય તેની તાલીમ લીધી, એક સફાઈકર્મી બન્યા અને આવા જ બીજા અનેક કામ કર્યા જેને લીધે તેમની ચેઈન સફળ અને સુંદર કામગીરી કરી રહી છે.
તેમણે ધારણ કરેલા વેશમાં કોઈએ પણ શંકા કરી નહીં અને તેમને સીઈઓ તરીકે ઓળખી શક્યા પણ નહીં. તેમને જાણવા મળ્યું કે ‘ડોલર્સ’ (કોફી પીરસતા સેલ્સમેન) દરેક ગ્રાહકને તેના નામથી જાણે છે, એ પણ જાણે છે કે તેમને કેવા પ્રકારની કોફી પસંદ છે. તેમણે એ પણ જાણ્યું કે એક મહિલાને માત્ર એક જ કિડની છે, સપ્તાહમાં બે વખત ડાયાલિસીસ કરાવે છે અને કિડની દાતાના વેઇટિંગ લિસ્ટમાં છે. તેમને એ પણ જાણવા મળ્યું કે પેલી મહિલાએ પોતાનાં બાળકો પાસેથી કિડની દાનમાં લેવાનો અસ્વીકાર કરી દીધો હતો, કેમકે તે પોતાનાં બાળકોનાં ભવિષ્યને જોખમમાં મૂકવા માગતી ન હતી.
આ સાથે જ તેમને એ જાણવા મળ્યું કે બેકરીમાં કામ કરતો બેની એક સુંદર કલાકાર છે અને મજાની આકૃતિઓ દોરી જાણે છે. ખાતિજ, કે જે કાઉન્ટર પર કામ કરે છે, પાકિસ્તાનથી આવેલો છે અને તેને એવું લાગે છે કે અમેરિકામાં જ્યાં નોકરીની ભરપૂર સંભાવનાઓ ભલે હોય પરંતુ તે જે ચેઈન કંપનીમાં કામ કરી રહ્યો છે ત્યાં પ્રગતિની શક્યતા ઓછી છે. ડિલિવરી ટ્રકનો ડ્રાઈવર જે પોલેન્ડ મૂળનો છે તેની પત્નીને ભાગ્યે જ જોઈ શકે છે કેમકે તેની રાતની નોકરી હોય છે જ્યારે પત્ની દિવસની નોકરી કરે છે. આ સમગ્ર પ્રક્રિયામાં તેમને એ જાણવા મળ્યું કે તેમની કંપનીના કર્મચારીઓ અસાધારણ છે કે જેમણે કંપનીને આ મુકામે પહોંચાડી છે.
કંપનીના મુખ્યમથકે પાછાં આવ્યા બાદ તેમણે દરેક વ્યક્તિને બોલાવી અને તેમને તેમના કામનું વળતર આપ્યું. ડોલર તેના નામે સ્થાપવામાં આવેલું કિડની ફાઉન્ડેશન ચલાવે છે. ખાતિજને અંગત સલાહકાર બનાવવામાં આવ્યો. બેનીને પોતાની ડ્રોઈંગકળાનો પોર્ટફોલિયો બનાવવાની તક આપી અને સાથે જ તેને કંપનીની એડ્વટૉઇઝિંગ એજન્સીમાં કામ અપાયું. ડ્રાઈવરને સપ્તાહના અંતમાં રજા આપવામાં આવી જેથી તે પત્ની સાથે સુંદર સમય પસાર કરી શકે. અને સીઈઓને એક સપ્તાહની ગુપ્તવાસની કામગીરી દરમિયાન પોતાની કંપનીના કર્મચારીઓને સારી પેઠે જાણવાની તક મળી કે જે કંપનીને સતત ચાલતી રાખે છે.
શું તમે ભારતમાં આવી કોઈ બાબત અંગે કલ્પના કરી શકો? શું તમે આનંદ મહિન્દ્રા કે મી. બજાજને તેમના ડ્રાઈવરને રજા આપીને ખુદને ડ્રાઈવર બની શકે છે કે ટ્રકના કલીનર બની શકે છે અથવા તો એવું બનવાનું પણ ક્યારેય વિચાર્યું છે ખરું? અથવા તો બકેરીના માલિકો ક્યારેય તેમની નિર્માણ સાઈટ પર કડિયો કે મજુર બન્યા છે ખરા? જરા વિચારો, જો આમ બને તો તમને આશ્ચર્ય થશે કે નહીં!
કલ્પના કરો કે, શ્રમમંત્રાલયના મંત્રી થોડા દિવસો માટે સ્થળાંતર કરીને આવેલા મજુરો જેવું જીવન જીવે છે.
અહીં તેમને નોકરી આપનારના દુશ્મન જેવા વ્યવહારનો પરિચય થશે, કેવી રીતે મજુરની પત્નીને તેની સાથે શરીર સંબંધ બાંધવા માટે મજબૂર કરવામાં આવે છે, બ્લોક લેવલના અધિકારીઓ કેવી રીતે તેમને હેરાન કરે છે, નરેગાના ટેબલ પર બેસેલો ભ્રષ્ટ અધિકારી કેવો ગુલામ જેવો વ્યવહાર કરે છે અથવા તો કલ્પના કરો કે પોલીસ કમિશનર કોઈ રોડ ઉપર કે હાઈવે ચેકપોસ્ટ પર ડ્યૂટી કરી રહ્યા છે. એ વખતે તમને જે ગાળો, ધૂળ અને ધુમાડાનો સામનો કરવો પડશે.
પોલીસ લાઈન કે જ્યાં મકાનો તૂટી ગયેલાં, ગંદાં અને કોઈ પણ જાતનું અંગત જીવન નથી, આવી જગ્યાએ તેમને સાથી પોલીસ કર્મી સાથે જીવવાનું હોય છે, લાંચ સ્વરૂપે મળતી નહીંવત્ રકમ (ઊચ્ચકક્ષાએ લેવામાં આવતી નહીં, પરંતુ સામાન્ય માણસોના હાથે મોઢું બગાડીને આપવામાં આવતી) ટ્રાફિકના એક સામાન્ય ગુના તરફ આંખ આડા કાન કરવા માટે અથવા તો કલ્પના કરો નાગરિક પુરવઠા વિભાગના કોઈ મંત્રી કે ઉચ્ચ અધિકારી ગુપ્તવેશ ધારણ કરીને રેશનકાર્ડ કઢાવવા જાય છે.
પાંચ લિટર કેરોસીન મેળવવા માટે લાઈનમાં ઊભા રહે છે અથવા જો તે મહિલા હોય તો પરિવારના ગુજરાન માટે જરૂરી અનાજ આપવા તેની પાસે જે રીતે સેક્સની માગણી કરવામાં આવે છે અથવા તો કલ્પના કરો કે મ્યુનિસિપલ કમિશનર મોહપાત્રા શહેરની ગટરોની સફાઈ કરતાં એક સફાઈકર્મીનું સ્વરૂપ ધારણ કરે છે, જે શહેરની ગટરલાઈનમાં અર્ધનગ્ન અવસ્થામાં ઊતરીને પોતાના જીવનને દાવ પર લગાવે છે.
શું આ વેશભૂષા તેમને વધુ માનવીય, કુદરતનાં સર્જનનાં વખાણ કરતાં અને જીવનની મૂળ વાસ્તવિકતા સાથે જોડી શકશે, જે રીતે ‘નાઈન ઇલેવન’ના સીઈઓ જોડાયા હતા અથવા તો શું તેઓ આ કામને પ્રાથમિકતા સાથે કરવામાં સંપૂર્ણપણે અસમર્થ છે? શું આપણા જાતિવાદનાં બંધનો દેશમાં આ બાબતને ભારતમાં શક્ય બનતાં અટકાવે છે? કદાચ, માત્ર કલ્પના કરો કે એ દુનિયા કેવી સુંદર હશે જો આપણે ત્યાં પણ ઉચ્ચ પદો પર આસન લોકો આવું વિચારવા લાગે!