Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 

ભ્રષ્ટાચાર સામે જંગ

Source: Mallika Sarabhai   |   Last Updated 12:14 AM [IST](27/09/2011)
 
 
 
|  
લોભવૃત્તિને કાઢ્યા વિના ગેરરીતિ નહીં અટકે

ભ્રષ્ટાચારના છટકામાંથી, તેની ચુંગાલમાંથી મુક્ત થવા માટેના માર્ગો છે જ. આપણે જે પ્રયત્ન કરવાનો છે તે એ કે આપણે સાચી રીતે લોભવૃત્તિમાંથી મુક્તિ મેળવવી.

ભ્રષ્ટાચારના મુદ્દાની જટિલતા ભ્રષ્ટાચારની વાસ્તવિકતા કે જે વિવિધ પ્રકારની ‘રોકડવિહીન’ પદ્ધતિઓમાં છતી થાય છે. જો તમે સ્વાર્પણ કરવા, બલિદાન દેવા તત્પર હો જ નહીં તો ભ્રષ્ટાચાર સંદર્ભે વાત કરવાનું જરૂર માંડી વાળજો.

બે વર્ષ પહેલાં જ્યારે હું લોકસભાની ચૂંટણી સંદર્ભે પ્રચાર કરી રહી હતી ત્યારે મારે સ્વતંત્ર ઔદ્યોગિક સાહસિકોના એક જૂથ અને મધ્યમકક્ષાના વ્યાવસાયિકોને મળવાનું થયું હતું. વિવિધ વિષયો પૈકી જેવા કે સુચારુ રાજ્યવહીવટ, સંદર્ભે મારે તેમની સાથે ભ્રષ્ટાચાર અંગે પણ વાતચીત કરવાની હતી. મેં તેઓને પૂછ્યું કે લાંચ અંગે તેમના કુલ બજેટ પૈકી કેટલા ટકા રકમ આપવાની થતી હોય છે? સર્વસામાન્ય અભિપ્રાય એવો હતો કે તેવી રકમ આશરે પંદર ટકા જેટલી થતી હોય છે.

મેં તેમને પૂછ્યું કે શું તેઓ લાંચ ના આપવાનું પસંદ કરશે? નિયમો મુજબ વર્તવાનું પસંદ કરવાની ધીરજ તેઓ રાખી શકશે? તેમણે મને હકારમાં જવાબ આપ્યો અને કહ્યું કે જ્યાં સુધી એ પદ્ધતિ અમલી બની રહેશે ત્યાં સુધી તેઓ એમ કરશે. મેં ફરી પૂછ્યું કે શું તેઓ ખર્ચમાં થતી જે તે બચતનો લાભ તેમના સંભવિત ગ્રાહકોને આપશે- ભાવઘટાડો કરીને અથવા તો માલની ગુણવત્તા તથા માલ પહોંચાડવાની કાર્યશૈલીને સુધારીને? મને જણાવવામાં આવ્યું કે અવશ્ય તેવું કરવામાં આવશે.

તેમને મેં પૂછ્યું કે શું તેઓ પ્રામાણિકપણે કરવેરા ચૂકવશે? ફરીથી ઉત્તર મળ્યો ભારપૂર્વકના હકારમાં. મેં પ્રશ્ન કર્યો કે તો પછી ગ્રાહક, ઉત્પાદક તેમ જ સરકારને લાભ પ્રાપ્તિ થાય તો એ સહુનાં હિતમાં વિજયની પરિસ્થિતિ નહીં સર્જાય? કેમ કે, તેના બદલામાં સરકારે પોતાના કર્મચારીગણને વધુ સારું વેતન આપવાનું થશે- આ કારણથી પ્રાપ્ત થનાર વધારાની મહેસૂલી આવકથી કે જે મળશે પ્રામાણિક કરદાતાઓ દ્વારા અને પરિણામે કર્મચારીઓને લાંચ, કોઈ પણ કારણે મેળવવાનું બહાનું રહેશે નહીં!

હું સારી રીતે જાણું છું કે આ દલીલ ‘અતિ સરળીકરણ’નો નમૂનો છે. કેમ કે, આટલા બધા હડહડતા ભ્રષ્ટાચારના વર્ષને અંતે, આ સમીકરણમાં, આ દલીલમાં, આ ગૂંચવણભર્યા પ્રશ્નમાં, એક વિશિષ્ટ પરિબળની ગણના કરવાની રહી ગઈ છે અને તે છે, ‘લોભવૃતિ’ અન્ય એક પરિબળ જેનો ઉલ્લેખ કરવો આવશ્યક બની રહે છે તે છે, ભ્રષ્ટાચારના મુદ્દાની જટિલતા ભ્રષ્ટાચારની વાસ્તવિકતા કે જે વિવિધ પ્રકારની ‘રોકડવિહીન’ પદ્ધતિઓમાં છતી થાય છે.

આપણે જ્યારે ભ્રષ્ટાચારની બાબતો સંદર્ભે વાત કરીએ છીએ ત્યારે, અને જો આપણે ન્યાયિક તથા પ્રામાણિક ધોરણે માનતા હોઈએ કે સાચે જ તે સમાજ માટે એક કુઠારાઘાત, એક આકરી સજા સમાન છે અને જો આપણે અસરકારક હોઈએ, જેમ આ વર્તમાનપત્રના બહુમતી વાચકો, નિ:શંકપણે છે, તો આપણે બે તબક્કામાં કામગીરી આરંભવી જોઈએ. પ્રથમ તબક્કો છે અંગત કાર્યક્ષેત્ર, અને આપણું કાર્યક્ષેત્ર. જે માગી લે છે સ્વાર્પણ, બલિદાન.

જો તમે સ્વાર્પણ કરવા, બલિદાન દેવા તત્પર હો જ નહીં તો ભ્રષ્ટાચાર સંદર્ભે વાત કરવાનું જરૂર માંડી વાળજો. સ્વાર્પણ માગે છે અસાધારણ વિલંબનો સામનો કરવાની તત્પરતા, અન્યાય અને અનિષ્ટને રાહત કરવાની ભાવના અને સજ્જતા. વ્યવસાયમાં ‘ફાઈલ’ એક ટેબલ ઉપરથી બીજા ટેબલ સુધી ના જાય, મંજૂરી ઝડપભેર આપવામાં ના આવે, આદેશો- ગુણવત્તાના નિયમનની લીલી ઝંડી મેળવી નહીં. વ્યક્તિગત બાબતમાં ‘ના વિરોધ’ પ્રમાણપત્ર પ્રાપ્ત થાય નહીં, અથવા પાલ્યને શાળામાં પ્રવેશ મળી શકે નહીં કે હોસ્પિટલમાં પથારીની સગવડ મળે નહીં.

આ બધા જ પ્રશ્નો સંદર્ભે નિરાકરણ અર્થે ઉકેલો અને પ્રચાર-પ્રસાર લભ્ય છે. જો વ્યક્તિમાં ધૈર્ય હોય અને જો આપણને જણાતું હોય કે ભ્રષ્ટાચાર સામે જંગ છેડવો જ જોઈએ. આ કાર્ય સાચે જ દુષ્કર છે પરંતુ અશક્ય નથી જ. સાંપ્રત પ્રણાલિકાની બહારના ઉપાયો જરૂર શોધી કાઢવા જોઈએ- જો પ્રજાને શરમ આવતી હોય તો, અને તે અવશ્ય થઈ શકે છે.

એક જ ઉદ્યોગમાં કાર્ય કરતા લોકો, જેઓ ભ્રષ્ટાચારનું હનન કરવા ઉત્સુક છે, અને તે પણ ઊંડા અંતરથી તેમણે શા માટે જાહેર ચર્ચા મંડળની સ્થાપના ના કરવી જોઈએ? તેની સ્થાપના થયા બાદ તેઓએ એક યાદી તૈયાર કરવી જોઈએ, એ સર્વે પ્રસંગોની કે જ્યારે લાંચ આપવાની જરૂરત ઉપસ્થિત થતી હોય. ત્યાર બાદ સંબંધિત પક્ષોની મુલાકાત લેવી જોઈએ- પોલીસ, રેવન્યુ ખાતું, કસ્ટમ્સ કે અન્ય કોઈપણ... અને જાહેર ચર્ચાના સમયે પારદિર્શતાથી નિરાકરણ લાવવા સંદર્ભે વિચારવું જોઈએ.

પ્રજાને સતર્ક, સાવધાન રહેવા તેમજ સહાયભૂત થવા સમજાવવી જોઈએ. એવો આગ્રહ રાખવો કે સરકાર જ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેના ઉકેલો શોધી આપે કે જે તે ઉકેલોને સફળતા પ્રાપ્ત ના થાય તો અન્ય ઉકેલો શોધી આપવા જોઈએ. તો તેવો આગ્રહ રાખવાની વાત વાજબી નથી.

ભ્રષ્ટાચારના છટકામાંથી, તેની ચુંગાલમાંથી મુક્ત થવા માટેના માર્ગો છે જ. આપણે જે પ્રયત્ન કરવાનો છે તે એ કે આપણે સાચી રીતે લોભવૃત્તિમાંથી મુક્તિ મેળવવી. તેની નાગચૂડમાંથી મુક્ત થવા, તેનો સામનો કરવા, આપણે સક્રિય અને નવી કાર્યવાહી પરત્વે વચનબંધ રહેવું અને કાર્યરત રહેવું. આ એક લંબાણભરી, દીર્ઘકાલીન પ્રક્રિયા છે જ. પરંતુ સાંપ્રત પરિસ્થિતિ સાથે જ જીવ્યા કરવું તે તંદુરસ્ત માર્ગ તો નથી જ...!

મલ્લિકા સારાભાઈ, લેખિકા પ્રસિદ્ધ અભિનેત્રી અને એક્ટિવિસ્ટ છે.
 
 
 
 
 
 
|  
 
 

Your Opinion

 

Code :
3 + 10

 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.