મહારાષ્ટ્રની સરકાર દ્વારા 26-11ના આતંકવાદી હુમલામાં જીવતા પકડાયેલા આતંકવાદી અજમલ કસાબની સુરક્ષા પાછળ દૈનિક R 8.5 લાખનો ખર્ચ કરવામાં આવે છે. આર્થર રોડ જેલની અંડા સેલમાં રહેલા કસાબની સુરક્ષા પાછળ કુલ R 31 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
દેખિતી રીતે જ, બિલ વાસ્તવમાં પસાર થઇ જાય ત્યાં સુધી તેને માટે પ્રયત્નશીલ રહેવું જોઇએ. લોકપાલ તથા લોકાયુક્તો ગૌરવભરી ફરજ બજાવવા પોતાનાં સ્થાન ગ્રહણ કરે તે પણ જોવું રહેશે.
રાજ્યપાલે ગુજરાતના લોકાયુક્ત તરીકે એક સન્માનનીય જસ્ટિસ અને અણ્ણાના મિત્રની વરણી કરી છે. તેને અતિશય ત્વરાથી ખાળવા માટે આપણી રાજ્ય સરકારે સ્વાભાવિક રીતે જ, પ્રયત્ન શરૂ કરી દીધા છે, આમ કેમ ?
હું આ લખું છું ત્યારે પાલૉમેન્ટના સભાસદો અરુણ જેટલીના ખંડમાં મળી રહ્યા છે, મુસદ્દાનું ઘડતર કરવા માટે કે જે અણ્ણા હજારેને પહોંચાડવામાં આવશે, એવી ખાતરી આપવા કાજે કે તેમણે પ્રસ્તુત કરેલા ત્રણેય મુદ્દાઓનો સ્વીકાર કરવામાં આવશે અને સઘળા મોટેરા વર્કરો ઓછાવત્તા અંશે તેની સાથે સંમત થશે અને તે પણ સવૉનુમતે. શું આ ટીમ અણ્ણાનો વિજય છે ? હા અને તેથી કશું વિશેષ છે. એ હશે પાલૉમેન્ટ પદ્ધતિની લોકશાહીનો વિજય. આપણે ભાગ્યે જ એવું જોયું છે કે પાલૉમેન્ટના સભ્યો નગણ્ય એવા મુદ્દાની ઉપર ઊઠ્યા હોય, બૃહદ રાષ્ટ્રીય મુદ્દાઓનો ઉકેલ આણવા, તેનો સામનો કરવા, પ્રશ્નોના હાર્દ સુધી પહોંચવા માટે પ્રવૃત્ત થવાના ઈરાદે. આજે, તેઓ તેમ કરી શક્યા છે.
હા, શ્રીમતી સ્વરાજ, સ્વભાવગત રીતે, કોંગ્રેસને ડંખ મારવાનું ચૂક્યાં નથી, પરંતુ, એ બાબત અળગી રાખીએ તો, તેમણે સર્વેએ એ કાર્ય કરી બતાવ્યું છે. બીજું, ઘણા સમયથી લોકેષણાએ વધુ અભ્યાસપૂર્ણ ( અને બદનામ થયેલ ) ફેરફાર અંગેની યોજનાને ટેકો આપ્યા નથી અને તેને પાલૉમેન્ટ સુધી લઇ જવા માટે કાર્યવાહી કરી નથી તેમજ એ યોજનાને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં, વિચારણામાં લીધી નથી તથા તેને હકારાત્મક પ્રતિભાવ આપ્યો નથી.
ત્રીજું, એવું ભાગ્યે જ બને છે કે વિરાટ કક્ષાના મતભેદો હોવા છતાં તથા અતિશય કટુતા કે દીર્ઘદ્વેષમાં હોવા છતાં, અણ્ણા ટીમ અને યુપીએ, બંનેએ ગૌરવયુક્ત વર્તન, સૌજન્ય દાખવું છે, જતું કરવાનું તેમજ ઉકેલની શોધ અર્થે થોડું ઘણું નમવાનું, છુટછાટ મૂકવાનું. એથી આપણે આજે અતિ આનંદિત થવું જોઇએ અને અણ્ણાએ જયૂસ અને નાસ્તો હવે લેવાં જોઇએ.
અને, હવે પછી શું ? દેખિતી રીતે જ, બિલ વાસ્તવમાં પસાર થઇ જાય ત્યાં સુધી તેને માટે પ્રયત્નશીલ રહેવું જોઇએ. લોકપાલે તથા લોકાયુક્તો ગૌરવભરી ફરજ બજાવવા પોતાના સ્થાન ગ્રહણ કરે તે જોવું રહેશે. જે વાત આપણા રાજ્યમાં આપણને પરત લાવે છે. બે દિવસ અગાઉ જ, ગવર્નરે (રાજ્યપાલે) આપણા જેવા સામાન્ય નાગરિકોની ગુજરાતના મુખ્ય ન્યાયાધીશ અને વિરોધપક્ષની અરજને, વિનંતીને ધ્યાનમાં લીધી છે અને ગુજરાત લોકાયુક્તની ખાલી પડી રહેલી જગ્યા ભરી દીધી છે, અતિસન્માનીય જસ્ટિસસાહેબની વરણી કરીને કે જેઓ અણ્ણાજીના સંમિત્ર છે, અને સ્વાભાવિક રીતે જ, આપણી રાજ્ય સરકાર અતિશય ત્વરાથી તે વરણીને ખાળવા માટે પ્રયત્ન શરૂ કરી દીધા છે. આમ કેમ ?
શા કાજે આવા બૂમબરાડા આવો કોલાહલ અથવા, શું આ સ્વીકાર છે એ હકીકતનો અમારી સુસ્વચ્છ અને શાઇનિંગ ઝગમગાતી સરકારને સત્ય બહાર આવવાનો ડર લાગી રહ્યો છે. મારી પાસે એક ખ્યાલ છે જેને આપની સમક્ષ પ્રસ્તુત કરવાની ઇચ્છા ધરાવું છું કે અણ્ણાની ટીમ શું કરી શકે? આપણે સૌ જાણીએ છીએ કે ભ્રષ્ટાચારના ઉદ્ભવ અંગેનું આરંભબિંદુ છે ચૂંટણીની પ્રકિયા. ચૂંટણીપંચે કેટલાક નિયમો પ્રસ્થાપિત કર્યા છે કે વિવિધ ચૂંટાવાની આકાંક્ષા ધરાવનારાઓ કેટલી રકમ ખર્ચી શકે, પરંતુ એ નિયમની તો વાસ્તવમાં હાંસી જ ઉડાવાય છે. હું માનું છું કે સાંપ્રત ચળવળના પરિપ્રેક્ષ્યમાં જો ઉમેદવાર એ પ્રકારે બાંયધરી મેળવે, તો તે અતિલાભદાયી, ઉપકારક બની રહેશે.
આ ખાતરીઓ કઇ હશે ? આ રહી એવી કેટલીક ખાતરીઓ.
૧. હું આથી મારી તેમજ મારા વિસ્તૃત કુટુંબની સઘળી સંપત્તિની જાહેરાત કરું છું અને કોઇ પણ વ્યક્તિ કે આઈએસીની અધિકૃત પ્રતિનિધિ તરફથી પુષ્ટિ મળે તે અંગે ઇચ્છા ધરાવું છું.
૨. ચૂંટણીના સંદર્ભે કરવામાં આવેલા દરેક ખર્ચના હિસાબ હું રાખીશ અને દૈનિક ધોરણે પ્રાપ્ત આર્થિક સહાયની નેટ ઉપર નોંધ રાખીશ તથા તેની ચકાસણી માટે તેને તૈયાર રાખીશ.
૩. જો હું ચૂંટાઉં તો જે તે પ્રશ્ન કે વિચારણા અર્થેની બાબત પરત્વે મારા અભિપ્રાયનો દૈનિક ધોરણે ખ્યાલ આપતો રહીશ અને જનસમુદાયનાં સૂચનો અભિપ્રાયોની ટેબલ ઉપર નોંધ રાખીશ.
૪. જે કોઇ આર્થિક અનુદાન સહાય (ગ્રાન્ટ ) અને યોજનાઓની મારી સમક્ષ રજુઆત થઇ હશે, તેની જાણ કરીશ, નિર્ણય અંગેની પ્રક્રિયા કે જે મને અમુક ચોકકસ પ્રકારે ભંડોળ ઉપયોગ અંગે માર્ગદર્શન આપશે (સૂચન આપશે), ટેન્ડર ભરતી અને રજુ કરતી પાર્ટીઓ, તે શું ઓફર કરે છે, કયા ખાસ કારણે જે તે ઓફર સ્વીકારવામાં આવી છે, ડિલીવરેબલ્સ અને ફલશ્રુતિએ સર્વે અંગે જાણ કરીશ.
૫. નિયમિત ધોરણે અને જાહેર કરેલા ધોરણે હું મારી જાતને પ્રજાના અવાજને ધ્યાનમાં લેવા તૈયાર રાખીશ કે જેણે મને પસંદ કરેલો છે. ફરિયાદ અને તેની પતાવટ માટેની એક નિશ્વિત પદ્ધતિ અમલી બનાવીશ કે જે ફરિયાદો તેમજ પ્રશ્નોની રજુઆત સાંભળે અને તેની સુધારણા અર્થે એક કાર્યપદ્ધતિને અમલી બનાવીશ.
બીજા ઘણાં સૂચનો કે જેનો શાંતિપૂર્ણ વિચારણા અને ચર્ચાઓ દ્વારા નિવેડો લાવી શકાય. હા, અણ્ણાની ટીમે કાર્યપદ્ધતિનું નિર્માણ કરવું જોઇએ જે આ સર્વની ચકાસણી કરતી રહે. તેમ છતાંય, હવે અનુસરતી ચૂંટણીઓ તથા તે કાજે પ્રતિબદ્ધ થવાની અને પ્રામાણિક વ્યક્તિઓ તેમાં ચૂંટાઇને આવે તે માટે આ એક અદભૂત અને આવકાર્ય પગલું છે અને તે વિચારણા અર્થે તેમજ અમલી બનાવવા માટેનું બની રહેશે.
મલ્લિકા સારાભાઈ, લેખિકા પ્રતિષ્ઠિત અભિનેત્રી અને એક્ટિવિસ્ટ છે.