Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Our Columnists >> Others
 

જીવન ગ્રાફિક્સની ડિઝાઈનનો નવો રણકાર

 
Source: Jussane Salam   |   Last Updated 1:39 AM [IST](31/08/2010)
 
 
 
 
Advertisement
 

સીમાડા ઓળંગીને આકાશને આંબવાની કથા : પ્રીતિ છત્રપતિ

મુંબઈની પ્રીતિ છત્રપતિનો જ્યારે જન્મ થયો ત્યારે તેનાં માતા-પિતાને એ જાણીને ઘણો આઘાત લાગ્યો કે તે સાંભળી શકતી નથી. આઘાત વધુ ઊંડો એટલા માટે હતો, કેમ કે તેની મોટી બહેન પણ સાંભળી શકતી ન હતી. ડોક્ટરોએ જણાવ્યું કે વારસાગત કારણોને લીધે આ સમસ્યા છે. પ્રીતિનાં માતા-પિતાએ બંને દીકરીઓને સારામાં સારું શિક્ષણ આપવાનો નિર્ણય લીધો. પ્રીતિને એક સામાન્ય શાળામાં જ મૂકવામાં આવી.

અહીં તેને ભેદભાવનો સામનો કરવો પડ્યો. તેણે હિયરિંગ એડની પણ મદદ લીધી, પરંતુ ખાસ મદદ મળી નહીં. પછી તેણે શિક્ષકો અને મિત્રોના હોઠ વાંચવાનું શીખી લીધું. તમામ સમાજિક અને શારીરિક મુશ્કેલીઓ બાદ પણ પ્રીતિએ ધોરણ-૧૦ અને ૧૨માં સારા ટકા મેળવ્યા. તેણે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં જનરલ કેટેગરીમાં જ પ્રવેશ લીધો. તે કોઈ પણ પ્રકારની અનામતનો લાભ લેવા માગતી ન હતી. કોલેજનાં ત્રણ વર્ષ તેના માટે સૌથી કપરા રહ્યાં. ભાષા અને ઉચ્ચારણ સુધારવામાં માતા અને નાની બહેને મદદ કરી. પરિવાર સંપન્ન હતો એટલે પ્રીતિના એક કાનમાં કોિકલયાનું પ્રત્યારોપણ કરાવ્યું.

જે પ્રીતિ માટે વરદાનરૂપ પુરવાર થયું. હવે તે સારી રીતે સાંભળી શકતી હતી. પ્રીતિને ડિઝાઇનિંગમાં વધુ રસ હતો. તેણે કમ્પ્યૂટર ગ્રાફિક્સ એનિમેશનનો અભ્યાસ ચાલુ કર્યો. આજે તે એક સફળ ગ્રાફિક ડિઝાઇનર છે. તેણે પોતાની એક કંપની ચાલુ કરી છે. નાની બહેન માર્કેટિંગનું કામ સંભાળે છે, જ્યારે પ્રીતિ અને તેની મોટી બહેન ટેકનિકલ બાબતોનું ધ્યાન રાખે છે. એક મિત્રએ આપેલા કમ્પ્યૂટર પ્રોગ્રામિંગ શીખવાના પડકારને પણ પ્રીતિએ પૂરો કરી બતાવ્યો. આજે તે એક આંતરરાષ્ટ્રીય સોફ્ટવેર કંપનીમાં સલાહકાર તરીકે કામ કરે છે. આજે પ્રીતિને પોતાની વિકલાંગતાનો કોઈ જ રંજ નથી.

ability@abilityfoundation.org એબિલિટી ફાઉન્ડેશનની પત્રિકા સક્સેસ એન્ડ એબિલિટીના સૌજન્યથી.

જુસ્સાને સલામ


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 3


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.