Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Jivan Darshan
 

ભાષાના સીમાડા ‘દાંગી સોફ્ટ’ને નડતા નથી

 
Source: Jivan Darshan   |   Last Updated 12:30 AM [IST](17/08/2010)
 
 
 
 
 
સીમાડા ઓળંગીને આકાશને આંબવાની કથા : જગદીપસિંહ દાંગી

ઇન્ટરનેટ પર હિન્દીમાં કામ કરનારી કોઈ પણ વ્યક્તિ ‘દાંગી સોફ્ટ’ નામના સોફ્ટવેરથી અપરિચિત નહીં હોય. દાંગી સોફ્ટ હિન્દીમાં ઇન્ટરનેટ એક્સપ્લોરરની સાથે-સાથે અનુવાદની સુવિધા પણ આપે છે. તમને એ જાણીને વિશ્વાસ નહીં થાય કે આ સોફ્ટવેરને વિકસિત કરનાર વ્યક્તિ જગદીપસિંહ દાંગી વિકલાંગ છે.

જગદીપ મધ્યપ્રદેશના વિદિશા જિલ્લાના એક નાનકડા કસ્બા ગંજબાસૌદાના રહેવાસી છે. તેઓ જ્યારે સાત વર્ષના હતા ત્યારે તેમની કમરમાં દુ:ખાવો થયો. ઇલાજ દરમિયાન ખોટું ઇન્જેકશન લાગી ગયું, જેના કારણે બોન સેપ્સિસ એટલે કે હાડકાંમાં ચેપ લાગી ગયો. એક વર્ષ સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું અને સાત ઓપરેશન થયાં. ત્યાં સુધીમાં એક આંખની રોશની જતી રહી, એક પગ બીજાથી ચાર ઈંચ નાનો થઈ ગયો અને કિડનીઓ પણ ખરાબ થઈ ગઈ.

હાયર સેકન્ડરી પરીક્ષામાં રાજ્યના મેરિટ લિસ્ટમાં આવીને તેમણે પોતાના ગામનું નામ ચમકાવ્યું. ત્યાર બાદ વિદીશા એન્જિનિયરિંગ કોલેજમાંથી તેમણે કમ્પ્યૂટર સાયન્સ પૂરું કર્યું. અભ્યાસ દરમિયાન અંગ્રેજી ભાષામાં ઘણી મુશ્કેલી નડી. આથી તેમણે પોતાના કમ્પ્યૂટર જ્ઞાનને જેમનું અંગ્રેજી નબળું છે તેમના માટે ઉપયોગમાં લેવા વિચાર્યું. આકર્ષક નોકરીઓની ઓફર ફગાવી દઈને તેમણે પોતાનો સંપૂર્ણ સમય એક એવું સોફ્ટવેર વિકસિત કરવામાં લગાવ્યો જે હિન્દી ભાષાવાળાને કામ લાગે.

અંતે તેમણે બનાવી નાખ્યું દાંગી સોફ્ટ, જે આજે ભારત સરકારની વેબસાઈટ ટીડીઆઈએલ પર પણ ઉપલબ્ધ છે. તેમનું સોફ્ટવેર આઈટી દુનિયામાં શહેર અને ગામ, અંગ્રેજી અને હિન્દીના વિભાજનને દૂર કરવામાં સક્ષમ છે. તેમના આ કામને અનુલક્ષીને તેમને અનેક મોટા પુરસ્કાર પણ મળી ચૂક્યા છે.

એબિલિટી ફાઉન્ડેશનની પત્રિકા સક્સેસ એન્ડ એબિલિટીના સૌજન્યથી.

ability@abilityfoundation.org
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 8


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.