Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Our Columnists >> Khushwant Singh
 

તે માત્ર યોગાનુયોગ ન હતો

 
Source: Khuswant Singh   |   Last Updated 4:00 PM [IST](18/04/2011)
 
 
 
 
 

કેટલાંક વર્ષો પહેલાંની વાત છે. હું મુંબઈમાં હતો અને પ્રેસિડન્ટ હોટલમાં ઉતર્યો હતો. હોટલની બારીઓમાંથી સમુદ્રનો સુંદર નજારો દેખાતો હતો. મને ટોપ ફ્લોર પર એક રૂમ આપવામાં આવ્યો હતો. રૂમની બારીમાંથી હું મુંબઈના તટને જોઈ શકતો હતો. સાથો-સાથ સમુદ્ર પર તરતાં જહાજો અને હોડીઓને પણ નિહાળી શકતો હતો. એક બપોરે મને વિચાર આવ્યો કે, ગ્રાઉન્ડ ફ્લોર પર જઈને હોટલની બુકશોપમાંથી કેટલીક પુસ્તકો ખરીદવી જોઈએ. જ્યાર હું નીચે જવા માટે રૂમમાંથી બહાર નીકળ્યો કે કોરિડોરમાં મેં બે વૃદ્ધ યુરોપિયન મહિલાઓને ઉહાપોહની સ્થિતિમાં જોયાં. તેમણે મને પછ્યું કે, "એક્સક્યુઝ મી, શું તમે જાણો છો કે, છત ઉપર જવાનો રસ્તો ક્યાંથી છે ? અમે જોવાં માંગીએ છીએ કે, મુંબઈનો સમુદ્ર તટ કેવો દેખાય છે. અમારો રૂમ નીચેના ફ્લોર પર છે." ત્યાંથી અમને માત્ર ફ્લેટ્સ જ દેખાય છે.

-તે માત્ર યોગાનુયોગ ન હતો -હા, હું ખુશવંત સિંહ છું. પરંતુ, તમને કેવી રીતે ખબર પડી?
-મેં રૂમનો દરવાજો ખોલ્યો અને એ મહિલાઓને અંદર બોલાવી લીધાં.


મેં જવાબ આપ્યો:"મને ખબર નથી કે છત પર જવાનો રસ્તો ક્યાંથી છે, પરંતુ, તમને મારાં રૂમની બારીમાંથી સમુદ્રનો નજારો જોઈ શકો છો." મેં રૂમનો દરવાજો ખોલ્યો અને એ મહિલાઓને અંદર બોલાવી લીધાં. તેમણે મન ભરીને સમુદ્રને નિહાળ્યો. અમે અંદરોઅંદર વાતો કરવા લાગ્યાં. તેમણે જવાબ આપ્યો :"ઈંગ્લેન્ડ." મેં પુછ્યું, :"ઈંગ્લેન્ડમાં ક્યાંથી?" તેમણે જવાબ આપ્યો :"હર્ટફોડશાયર." મેં ફરી પુછ્યું :"હર્ટફોર્ડશાયરમાં ક્યાંથી?" તેમણે જવાબ આપ્યો :"વેલ્વિન ગાર્ડન સિટી. ક્યાં તમે તેના અંગે જાણો છો ?"

મેં જવાબ આપ્યો:"માત્ર જાણતો નથી, પરંતુ ત્યાં ત્રણ વર્ષ માટે રહ્યો પણ છું. એ દિવસોમાં હું લંડનમાં કાયદાનો અભ્યાસ કરી રહ્યો હતો." હવે એ મહિલાઓ એ મને પુછ્યું કે :"શું તમે ત્યાં ડેલકૉટ ટેનિસ ક્લબના સભ્ય હતા ? " મેં કહ્યું :"હા.વાસ્તવમાં ઉનાળાના દિવસોમાં મોટાભાગે સાંજ ડેલકોટ ક્લબ ખાતે જ વીતાવતો હતો." હવે આશ્ચર્યચકીત થવાનો વારો મારો હતો. તેમણે મને પુછ્યું :"શું તમે મી. સિંહ છો?"

મેં આશ્ચર્યચકીત થઈને જવાબ આપ્યો :"હા, હું ખુશવંત સિંહ છું. પરંતુ, તમને કેવી રીતે ખબર પડી?" એ મહિલાએ કહ્યું કે: "કદાચ તમને યાદ નથી. હું અનેક વખત તમારી સાથે ટેનિસ રમી ચૂકી છું."

હું એ ઘટનાને ભૂલી નથી શક્યો. તે માત્ર યોગાનુયોગ જ ન હતો. તે કદાચ યોગાનુયોગ કરતાં પણ વધારે હતું. આટલા વર્ષો પછી એ મહિલા સાથે મારી મુલાકાત થઈ હતી. તે પણ એ જ હોટલમાં ઉતરી હતી, જ્યાં હું ઉતર્યો હતો. તેણી કોરિડોરમાં આંટા મારી રહી હતી, જ્યાંથી થઈને હું નીચેની બાજુએ જવાનો હતો. અમારી મુલાકાત થઈ. અમે વાતો કરી અને છેવટે એકબીજાંને ઓળખી લીધાં. જ્યારે આપણી સાથે આ પ્રકારના યોગાનુયોગ થાય ત્યારે આપણને અહેસાસ થાય છે કે, કોઈક એવી અજ્ઞાત તાકત છે કે, જે આપણને વારંવાર અહેસાસ કરાવે છે કે, સમજી શકાય તેવી ઘટનાઓ પાછળ પણ અજ્ઞાત કારણો હોય છે. જે આપણને ઉપલક દ્રષ્ટીએ જોતાં નજર નથી પડતી. પરંતુ, વાસ્તવમાં અનેક ઘટનાઓ કોઈ અને કોઈ રીતે પરસ્પર જોડાયેલી હોય છે.
.....................

કવિ ઉત્પલ દત્ત

ઓગસ્ટ 1993માં જ્યારે ઉત્પદલ દત્તનું અવસાન થયું, ત્યારે તેઓ 64 વર્ષના હતા. તેમણે ફિલ્મ જગતમાં અભિનેતા, નિર્દેશક અને સંગીતકાર તરીકે ખ્યાતી મેળવી હતી. પરંતુ બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે તેઓ કવિતાઓ પણ લખતાં હતાં. તેમના અવસાન પછી તેમના કેટલાંક નજીકના મિત્રોએ તેમની કવિતાઓનો બાંગ્લાથી અંગ્રેજી ભાષામાં અનુવાદ કર્યો હતો. આ અનુવાદ સૌપ્રથમ 1996માં છપાયાં હતાં. બાંગ્લામાં તેમની કવિતાઓના સંકલનનું શિર્ષક હતું :"દિન બદલેર કવિતા." શંકર સેન દ્વારા કરવામાં આવેલાં અનુવાદનું શિર્ષક હતું :"પોએટ્રી ઓફ ચેન્જિંગ ટાઈમ્સ." મેં આ સંકલનમાંથી કવિતા પસંદ કરી છે. જ પોતાના શહેરને ખૂબ જ પ્રેમ કરનારાં વ્યક્તિઓની ભાવનાઓને પ્રદર્શિત કરે છે.

કવિતાનું શિર્ષક છે :"કોલકત્તાનું ગીત :એક"

મેરે પ્યારે શહર પર લગાએ જાએંગે ઔર કિતને ઈલ્જામ ?કબ તક પુકારા જાએગા ઉસેબદનુમા ગલિયોં કી બસ્તી ?મેરે શહર કે કપરડોં પર લગે હૈ ધબ્બેમૈલી હો ચૂકી હૈ આસ્તીનેં ઉસકી.કુછ ને કહા યહ સૌદાગરો કા શહર હૈકુછને કહા દુસ્વપનોં કા શહર.લેકિન મેં દેખ શકતા હુંઈસ શહર કા એક ઉદાસ ચેહરા.વહ મેરી રાતોં કા પનાહગાહ હૈઔર મેરે દિનો કી રોશની. યહ શહર પોંછ દેતાં હૈ મેરે માથે કા પસીના અપને સતર્ક હાથોં સે.મેં પ્યાર કરતા હું મેરે શહરમેરે કોલકતા સે.
.....................

પીવાની રીત

બંતાએ સંતાને કહ્યું: મારા દાદાજી 96 વર્ષના થઈ ગયાં છે. આમ છતાં તેમણે ક્યારેય ગ્લાસેસ (ચશ્માં)નો ઉપયોગ કર્યો ન હતો. સંતાએ જવાબ આપ્યો : હું જાણું છું કે તે ગ્લાસેસ (ગ્લાસ)નો ઉપયોગ કેમ નહોતા કરતાં, કેમ કે તે સીધું બોટલમાંથી જ પીવામાં વિશ્વાસ રાખતાં હતાં. (સૌજન્ય: જેપી સિંહ કાકા, ભોપાલ)

ખુશવંત સિંહલેખક અને વરિષ્ઠ કટાર લેખક છે.

તમારો મતખુશવંત સિંહના આ લેખ અંગે તમારો મત નીચે આપવામાં આવેલાં ફીડબેક ફોર્મ દ્વારા જણાવો.


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 10


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.