Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Our Columnists >> Others
 

ઓટોક્ષેત્રે સફળતાનો મોટો આંક

 
Source: Kabir Mahajan   |   Last Updated 12:02 AM [IST](12/01/2012)
 
 
 
 
 
મારુતિ, હ્યુંડાઈ, તાતા જેવી કંપનીઓએ નાની કાર સાથે બજારમાં સફળતાની લાંબી મજલ કાપી છે અને તેમના જેવી બીજી કંપનીઓ પણ આ જ શ્રેણીમાં આવે છે. ભારતમાં ઓટોઉદ્યોગનો આ જ ટ્રેન્ડ રહ્યો છે.

ભારતની ઓટોક્રાંતિ હવે સીમિત નથી રહી. અહીં એસયુવી/ યુટિલિટી વ્હીકલના માર્કેટમાં પણ જોરદાર તેજી છે. હકીકતમાં ઓટો એક્સપો ૨૦૧૨ એસયુવી અને ટુ-વ્હીલર લોન્ચ પર જ કેન્દ્રીત રહ્યો છે.

છેલ્લો લગભગ અડધા દાયકા સુધીનો સમય દુનિયાની અર્થવ્યવસ્થા માટે રોલરકોસ્ટર જેવો રહ્યો છે. તેજ ગતિમાં દોડી રહેલી વૈશ્વિક અર્થવ્યવસ્થામાં અચાનક જ બ્રેક લાગી છે. આથી દુનિયાભરના વિશ્લેષકો આશ્ચર્યચકિત છે. તેઓ અનુમાન લગાવી નથી શકતાં કે આગળનું ભવિષ્ય કેવું હશે. દુનિયાના બજારની જેમ જ ઓટોમોબાઈલ માર્કેટ પણ ચઢતું-ઉતરતું રહ્યું છે, પરંતુ પરિર્દશ્યમાં કેટલાંક મહત્વપૂર્ણ અને ઉલ્લેખનીય પરિવર્તન પણ આવ્યાં છે.

દુનિયાના કારઉદ્યોગે એશિયા તરફ નજર દોડાવી છે. આજે ચીનમાં દુનિયાનું સૌથી મોટું પેસેન્જર કાર માર્કેટ છે. જ્યાં ડેટ્રોઈટના કાર નિર્માતા આજે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે પરંતુ દક્ષિણ કોરિયાના કાર ઉત્પાદકો ધૂમ કમાણી કરી રહ્યા છે. આ જ સમયગાળામાં ઓટોમોબાઈલ ઉદ્યોગમાં બીજું એક મહત્વનું પરિવર્તન એ આવ્યું કે ભારત દુનિયાના નવા ‘હેચબેક કેપિટલ’ના સ્વરૂપમાં વિકસ્યું છે.

નાની કારની લાંબી મજલ
હેચબેક કે બીજા શબ્દોમાં કહીએ તો નાની કાર ભારતીય કારબજારમાં હંમેશાં જ સફળતાની ચાવી રહી છે. મારુતિ, હ્યુંડાઈ, તાતા જેવી કંપનીઓએ આ નાની કાર સાથે બજારમાં સફળતાની લાંબી મજલ કાપી છે અને તેમના જેવી બીજી કંપનીઓ પણ આ જ શ્રેણીમાં આવે છે. ભારતમાં છેલ્લાં અનેક વર્ષોથી ઓટોમોબાઈલ ઉદ્યોગનો આ જ ટ્રેન્ડ રહ્યો છે અને વર્ષ ૨૦૧૨માં પણ સ્થિતિ બદલાશે નહીં. દિલ્હીમાં ચાલી રહેલા ઓટો એક્સપોમાં પણ નાની કારો મધ્યમવર્ગના આકર્ષણનું કેન્દ્ર રહી છે. ત્યાં માત્ર બે મુખ્ય શોકેસ હતા- ધ રેનો પલ્સ અને શેવરલે સેલ.

એસયુવીના બજારમાં તેજી
ભારતની ઓટોમોબાઈલ ક્રાંતિ હવે સીમિત નથી રહી. અહીં એસયુવી/યુટિલિટી વ્હીકલના માર્કેટમાં પણ જોરદાર તેજી આવી છે. હકીકતમાં ઓટો એક્સપો ૨૦૧૨ એસયુવી અને ટુ-વ્હીલર લોન્ચ પર જ કેન્દ્રીત રહ્યો, કેમ કે આ વર્ષે કોઈ બીજી મુખ્ય નાની કાર લોન્ચ થવાની નથી. કારઉત્પાદકોએ લકઝરી પસંદ કરતા લોકો માટે ફોકસવેગન ટુરેજથી માંડીને મોકળાશ અને વાજબી ભાવ પર ભાર મૂકતા લોકો માટે ફોર્ડ ઈકોસ્પોર્ટ સુધીના લગભગ એક ડઝન નવાં મોડલ રજુ કર્યાં છે.

ભારતમાં વ્યવસાય કરી રહેલી અનેક ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય દિગ્ગજ ઓટો કંપનીઓનું મુખ્ય લક્ષ્ય હવે સબ-કોમ્પેકટ એસયુવી સેકશન છે. આ વર્ષે આ સેગમેન્ટમાં થનારા લોન્ચમાં ઉલ્લેખનીય છે- ફોર્ડ ઈકોસ્પોર્ટ, રેનો ડસ્ટર, મારુતિની એટિંગા અને નવી સફારી સ્ટોર્મ. અનેક ઉત્પાદકોએ પોતાની પ્રારંભિક કિંમત ૬થી ૯ લાખની વચ્ચે રાખી છે.

લકઝરીનું સંમોહન પણ યથાવત્
હેચબેક અને એસયુવી પ્રત્યે દેશવાસીઓનું આકર્ષણ વધ્યું છે તો લકઝરી કારોનો જાદુ પણ એટલો જ છવાયેલો છે. લકઝરી કારની ઉત્પાદક કંપનીઓ આઉડી, બીએમડબલ્યુ અને મર્સિડિઝ મોટા પ્રમાણમાં પોતાની કારોનું શિપિંગ કરી રહી છે. પ્રીમિયમ કારોની ડીલરશિપનો વિસ્તાર ભારતના ટાયર ટુ શહેરો સુધી હોવાને કારણે અત્યારે તો એવું નથી લાગતું કે તેના જાદુમાં ઘટાડો થશે. કોઈ પણ દેશના રાષ્ટ્રીય ઓટોમોબાઈલ મેળાની વ્યાપકતા સામાન્ય રીતે તેના સંભવિત કારબજાર તરફ પણ સંકેત કરે છે. દિલ્હીના ઓટો એક્સપોએ ભારતમાં કારબજારની સોનેરી અને અપાર સંભાવનાઓ તરફ ઇશારો કર્યો છે.

આ વર્ષે રજુ થનારી કાર
વર્ષ ૨૦૧૨માં નવી કારોનો એક મોટો કાફલો ભારતીય બજારમાં ઉતરનારો છે. તેમાં પહેલું નામ છે રેનો પલ્સ. ફ્રાન્સની આ કારનું એન્જિન જાપાની માઈક્રા જેવું છે પરંતુ ફીચર્સને મામલે તે માઈક્રા કરતાં ઘણી આગળ છે. સાડા ચારથી છ લાખ રૂપિયા સુધીની આ કાર જાન્યુઆરીના અંત સુધીમાં રોડ પર દોડતી થઈ જશે. બીજું નામ છે ન્યુ હોન્ડા સિવિકનું. હોન્ડાએ જ્યારે ભારતમાં સૌથી પહેલા સિવિલ લોન્ચ કરી હતી ત્યારે બજારમાં ઉત્સાહનો માહોલ હતો પરંતુ આજે પાંચ વર્ષ બાદ તે પોતાની હરીફ કારોથી પાછળ પડી ગઈ છે.

જોકે નવી સિવિકનું ઇન્ટિરિયર હંમેશાંની જેમ જ ફંકી અને ફેશનેબલ હશે. આ કાર વર્ષના મધ્ય સુધીમાં બજારમાં આવી શકે છે. યેનની તાકાત વધવાને કારણે નુકસાનથી બચવા માટે હોન્ડાએ ભારત માટે નવી સીઆર-વીની યોજના બનાવી છે. નવી કારનું પ્લેટફોર્મ પણ નવું હશે, જે સીઆર-વીની સુવિખ્યાત બિન-એસયુવી ડ્રાઈવિંગના અનુભવ જેવો જ હશે.

શેવરલે ની સેલ હેચબેક ‘સલૂન’નું નામ પણ આ યાદીમાં જોડી શકાય છે. સ્માર્ટ લુકિંગ હેચ/સેડાનની કિંમત જો વ્યાજબી હશે તો તે બજારમાં જરૂર સફળ થશે. નિષ્ણાતોનો મત છે કે હેચબેક ચાર લાખથી ઓછી કિંમતે શરૂ થઈ શકે છે. બીએમડબલ્યુએ પોતાની નવી બીએમડબલ્યુ-૩ સિરિઝ સાથે નવી સફળતા પ્રાપ્ત કરી છે. તેમાં જૂની આવૃત્તિના ડ્રાઈવિંગ ડાયનેમિકસ યથાવત્ રહેશે, આમ છતાં તે અગાઉ કરતાં વધુ આરામદાયક હશે. ૨૨થી ૩૫ લાખની રેન્જવાળી આ કાર ૨૦૧૨ના અંતમાં રજુ થશે.

આઉડીની નવી એસયુવી કયુ-૩ પાસે અપેક્ષા છે કે તે ૪ડબલ્યુડીની સાથે અસંખ્ય ગિઝમોની સોગાત આપશે. ૨૫ લાખ સુધીની અંદાજિત કિંમતવાળી આ કારથી બીએમડબલ્યુ ઇલેવને સાવધાન થઈ જવું પડશે. રેનોની ડસ્ટર ચંકી લુકિંગ મિની એસયુવી છે અને તેની મુસાફરી ભારતનાં ગામડાંમાં કરવા માટે એક સારો વિકલ્પ આપે છે.

૭થી ૧૦ લાખની કિંમતવાળી આ ગાડી જુલાઈ સુધી રોડ પર દોડતી થઈ જશે. મિની કૂપર પોતાના સાત આંકડા બાદ પણ ગ્રાહકોને આકર્ષિત કરી શકે છે અને તેના કારણે તેની સુંદર રેટ્રો ગ્લેમ એક્સેસરીઝ છે. કારોની આ યાદી હજુ વધુ લાંબી થઈ શકે છે, પરંતુ બજારમાં વધુ ને વધુ કાર ઉતરવાનો અર્થ એ છે કે સામાન્ય ગ્રાહકોને વધુ વિકલ્પ મળશે અને હરીફાઈનો લાભ પણ મળશે.

કબીર મહાજન, લેખક લંડનમાં રહેતા જાણીતા ઓટોમોબાઈલ પત્રકાર છે.

kabeermahajan@gmail.com
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 2


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.