Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Parde ke Pichhe
 

જુલિયા રોબર્ટ્સ તો હિન્દુ બની ગઈ!!

 
Source: Parde Ke Picche, Jayprakash Chokse   |   Last Updated 12:53 AM [IST](21/08/2010)
 
 
 
 
 
હોલિવૂડ અભિનેત્રી જુલિયા રોબર્ટ્સ લગભગ દસ વર્ષ બાદ કેન્દ્રીય ભૂમિકામાં પાછી ફરી છે. એલિઝાબેથ ગિલ્બર્ટના પુસ્તક પર આધારિત આ ફિલ્મ ‘ઈટ. પ્રે. લવ’ અથૉત્ ભોજન કરો, પ્રાર્થનામાં ગરકાવ થાવ અને પ્રેમ કરો. આ ફિલ્મનું શૂટિંગ અનેક દેશોમાં કરાયું અને નિર્માણના વખતથી જ જુલિયા રોબર્ટ્સે હિન્દુ ધર્મ અપનાવી લીધો. આ જાણીને ભારતમાં અનેક લોકો ખુશ થઈ ગયા છે કારણ કે આપણે દરેક ચીજ પર ગુણવત્તા (કવોલિટી)નો સિક્કો પશ્ચિમીઓ લગાવે એ ખૂબ ગમે છે. રિચાર્ડ ગેરે તો ક્યારનાયે બૌદ્ધ થઈ ચૂક્યા છે અને પોતાની આસ્થા પર સપ્ટેમ્બરમાં લદ્દાખમાં ફિલ્મ બનાવવાના છે.

આજના યુગમાં પશ્ચિમી સમાજમાં ‘બ્રાન્ડ ઇન્ડિયા’ની ઘણી ઉત્સુકતા છે. સેંકડો યોગ કેન્દ્રો ખૂલી રહ્યાં છે. આયુર્વેદ, સંગીત અને ભારતીય ફિલ્મો ખૂબ લોકપ્રિય થઈ રહ્યાં છે. બ્રાઝિલમાં ભારતીય કથા પરની ભારતમાં શૂટ કરાયેલી સિરિયલ બેહદ લોકપ્રિય થઈ ચૂકી છે.

હવે આપણે વાત કરીએ છીએ એ ફિલ્મમાં જુલિયા રોબર્ટ્સ એલિઝાબેથ ગિલ્બટ્ર્સની ભૂમિકા ભજવી છે, જે છુટાછેડા પછી દુનિયાદારીમાં રુચિ ગુમાવીને એક લાંબી અનિશ્ચિત યાત્રા પર આંતરખોજ માટે નીકળી હોય છે. તમે મંઝિલના વિચાર વિના કોઈ અનિશ્ચિત યાત્રા પર પ્રયાણ કરતા જાવ ત્યારે પોતાના હૃદય અને વિચારના તળ તરફની આંતરયાત્રા શરૂ થાય છે.

ગઈ સદીના છઠ્ઠા દાયકામાં અસંખ્ય હપિ્પીઓ ભારતમાં આવ્યા હતા, એ વાત જાણીતી છે. પોતાના દેશના ભૌતિકવાદ અને ભોગથી ત્રસ્ત એ લોકો અધ્યાત્મની શોધમાં હિન્દુ ધર્મ તરફ ઢળ્યા, પરંતુ થોડાં વર્ષોમાં તેમને સમજાયું કે ધર્મ પણ માફિયા જેવો સંગિઠત અપરાધ (ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ) છે. ખરેખર તો ધનશક્તિનું કેન્દ્ર બનતાં જ ધાર્મિક સ્થાન માફિયા શૈલી અપનાવી લે છે.

એક જ સ્થળે હજાર લોકો પ્રાર્થના કરવા બેસે, ત્યારે એ કામ સામૂહિક માનસિકતા મુજબ થાય છે અને વ્યક્તિગત સમસ્યાઓ યથાવત્ રહે છે. ધર્મ અને પ્રાર્થના સાવ અંગત બાબતો છે. સામૂહિક સમાધાન કે ઉકેલ નામનો ભ્રમ તેમાં મદદરૂપ થતો નથી. તેથી જુલિયા રોબર્ટ્સનું હિન્દુ બનવું એ તેની પોતાની બાબત છે. એ પ્રાઈવેટ વિષયને ઝંડો બનાવીને મંદિરના શિખર પર ફરકાવવો ન જોઈએ.

સલીમ ખાન (સલમાનના પિતા) સાહેબે કહ્યું હતું કે ‘ઝાબુઆ (મધ્યપ્રદેશ)નો આદિવાસી રામલાલ મુફલિસી - ગરીબીને લીધે ખ્રિસ્તી બની ગયો હતો. એક દિવસ એ ગાયને રોટલી ખવડાવતો હતો ત્યારે પાદરીએ કહ્યું કે ‘હવે તું ખ્રિસ્તી બની ગયો છે, હવે હિન્દુ રીતરસમ- પૂજા પાઠ કરવાની જરૂર નથી, ’ ત્યારે રામલાલે કહ્યું કે ‘ખ્રિસ્તી બન્યો તો શું અમારી આદતો અને રીત-રિવાજ બદલી નાખીએ? બધાં ધર્મપરિવર્તનો આવાં જ હોય છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 7


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.