પૂજા-પાઠ, સાધના-તપસ્યા પછી પણ એક દુર્ગુણ એવો હોય છે જેનાથી બચવાની સંભાવના રહે છે, તે છે અહંકાર. અહંકાર ટકી રહે છે અને તેના કારણે સંસાર પણ ટકી રહે છે. પૂજા પછી પણ સંસાર ટકેલો છે તેમાં કોઈ બેમત નથી. સંસાર છોડવાની જરૂર નથી, પણ મુશ્કેલી એ છે કે પૂજા કરવાના સમયે પણ સંસાર સાથે ચાલે છે. તેના મૂળમાં પણ અહંકાર હોય છે. અહંકાર એટલો સૂક્ષ્મ હોય છે કે તે ત્યાગમાં ઉતરી જાય છે કે ક્ષમામાં પ્રવેશ કરે છે.
કહેવાય છે કે અહંકારને દૂર કરી શકાય છે પણ ખરેખર તેવું થતું નથી. અહંકારને જાણવા માટે જીવનમાં ક્ષમાવૃત્તિને વધારવી જોઈએ. આપણા પોતાના લોકો જ્યારે ભૂલ કરે છે ત્યારે આપણે તેની મોટી મોટી ભૂલોને પણ માફ કરી દઈએ છીએ પણ બીજાની નાનકડી ભૂલને પણ ધ્યાનમાં રાખીને તેમના વિરુદ્ધ નિર્ણય લઈ લઈએ છીએ. આપણે ક્ષમાભાવને પણ બે ભાગમાં વહેંચી દઈએ છીએ. આપણા અને પારકા. મનોવૈજ્ઞાનિકો કહે છે કે જેની અંદર ક્ષમાભાવ વધારે હોય છે તે ઓછા બીમાર પડે છે.
એવું કહેવાય છે કે ક્રોધ આવે તો તેને ક્ષમાથી જીતવો જોઈએ, પણ ઘણી વખત તેવું કરવામાં અંદર અસંતોષ રહે છે. પોતાની જ ક્ષમાવૃત્તિ પર પોતાને જ ક્રોધ આવે છે. આ અસંતોષ છે અને તેની પાછળ અહંકાર છે. ઘણી વખત લોકો ક્ષમા પણ અહંકારના પોષણ માટે આપે છે. લોકો પ્રશંસા કરશે એટલા માટે માફી આપી દેવી જોઈએ. જ્યારે ક્ષમામાં નિ:સ્વાર્થ ભાવ હોવો જોઈએ અને નિ:સ્વાર્થ ભાવથી જે ક્ષમાભાવ ઉત્પન્ન થશે તેમાં એ સમજ હશે કે તેનાથી આપણને અહંકારને ઓગાળવામાં મદદ મળશે.