એ બાબત પર સતત વિચાર કરતા રહેવું જોઈએ કે આપણે ૨૪ કલાક અનેક ભૂમિકાઓ ભજવીએ છીએ. ક્યારેક આપણે માનસિક રીતે ખૂબ જ મજબૂત હોઈએ છીએ તો ક્યારેક સાવ તૂટી જઈએ છીએ. ક્યારેક ખૂબ જ ઇમાનદાર હોઈએ છીએ તો ક્યારેક અકારણ બેઈમાની કરવાની ઇચ્છા થાય છે. આ બધું જ મનમાં ચાલે છે અને તેની જાણ પણ માત્ર આપણને જ હોય છે. તેથી જ્યારે પણ કોઈ પરિવર્તન આવે ત્યારે આપણે વિશ્લેષણ કરવું જોઈએ કે આપણી ત્રિગુણી વૃત્તિમાં કઈ વૃત્તિ સક્રિય છે અને તેની પાછળ કર્યું કારણ જવાબદાર છે.
સત, રજ અને તમ આ ત્રણ વૃત્તિઓથી મનુષ્ય બનેલો છે. તેને શાસ્ત્રોમાં ત્રિગુણી વૃત્તિ કહે છે. આ ત્રણેની ભૂમિકા એ રીતે રહેશે કે પૂજાના સમયે આપમે સત્વગુણી હોઈએ છીએ, વ્યવસાય કરતી વખતે રજોગુણી અને ભોગ સમયે તમોગુણી હોઈએ છીએ. આ વૃત્તિ ઘણી વખત અંદર જ સક્રિય થઈ જાય છે અને આપણે ખોટા ક્રમમાં કામ કરવા લાગીએ છીએ. આપણું મગજ ચાર અલગ અલગ ભાગમાં વહેંચાયેલું છે અને દરેક ભાગ અલગ અલગ ક્રિયા માટે જવાબદાર છે.
એક ભાગ તર્ક કરે છે. બીજો ભાગ યોજના બનાવે છે. ત્રીજો ભાગ ચંચળતા લાવે છે અને ચોથો આપણી અંતદ્રષ્ટિ, અંતજ્ઞૉન માટે જવાબદાર છે. અહીંયાથી ત્રિગુણી વૃત્તિ સંચાલિત થવા લાગે છે. આપણે પ્રાણાયામ કરીએ છીએ ત્યારે પ્રાણ એટલે કે વાયુનો વેગ પોતાનું કામ કરે છે અને ખાસ કરીને મગજનો ચોથો ભાગ સક્રિય હોય છે. આપણી અંતદ્રષ્ટિ પ્રબળ હોય છે અને સત્વગુણની વૃદ્ધિ કરવામાં સહાયક હોય છે.
humarehanuman@gmail.com
જીવન - પંથ,પં. વિજયશંકર મહેતા