Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Jivan Darshan
 

દાન લેનાર પ્રત્યે આભાર દર્શાવવો એ જ સાચું દાન

 
Source: Jivan Darshan   |   Last Updated 12:32 AM [IST](17/12/2011)
 
 
 
 
Advertisement
 
એક ઝેન સાધકના અનેક શિષ્યો હતા. સાધક અત્યંત જ્ઞાની અને પરમ ત્યાગી વ્યક્તિ હતી. તેથી તેઓ ખૂબ જ ખ્યાતી પામ્યા હતા. તેમનું પ્રવચન સાંભળવા માટે લોકો દૂરદૂરથી આવતા હતા. ધીરે-ધીરે ભીડ એટલી થવા લાગી કે આશ્રમ નાનો પડવા લાગ્યો. એક ધનિક વ્યાપારી ભકતને વિચાર આવ્યો કે તે મોટો આશ્રમ બનાવડાવે. આ કાર્ય માટે તેણે એક થેલીમાં પાંચસો સોનાની મુદ્રા ભરી અને સાધક પાસે ગયો.

તેણે સાધકને કહ્યું કે, હું તમને આ પાંચસો સોનાના સિક્કા આપું છું જેથી તમે નવો આશ્રમ બનાવી શકો. સાધકે નિર્વિકાર ભાવથી કહ્યું, સારું હું રાખી લઉં છું. વ્યાપારીને થોડું આશ્ચર્ય થયું. તે જમાનામાં ત્રણ-ચાર સોનાના સિક્કામાં એક સાધારણ પરિવાર પોતાનું આખું વર્ષ પસાર કરી શકતો હતો. વેપારી બોલ્યો ગુરુજી આ થેલીમાં સોનાના સિક્કા છે. સાધકે કહ્યું હા, તમે હમણાં તો જણાવ્યું. વેપારી ફરી બોલ્યો, પાંચસો છે. સાધકે કહ્યું હા પાંચસો જ છે.

વેપારીને એ આશા હતી કે સાધક કદાચ તેની આ ઉદારતા જોઈને તેનો આભાર માનશે. તે ફરીથી બોલ્યો ગુરુજી મોટી રકમ છે. સાધકે કહ્યું, હા, ખરેખર મોટી રકમ છે, મને માફ કરજે પણ તું કૃતઘ્ન છે, કારણ કે તેં આ મોટી રકમ સ્વીકારવા બદલ મારો આભાર પણ ન માન્યો. સાધકની વાત સાંભળીને તેનો મર્મ સમજીને વેપારી શરમાઈ ગયો. ખરેખર તો દાન આપીએ ત્યારે દાન લેનાર પ્રત્યે આભારની લાગણી દર્શાવવી જોઈએ. આમ વિનમ્રતા સાથે જો દાન કરવામાં આવે તો જ તે સાચું પુણ્ય અપાવે છે.


જીવનદર્શન
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 3


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.