Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Jivan Darshan
 

કરકસર કરીને સમાજનું કલ્યાણ કરી શકાય છે

 
Source: Jivan Darshan   |   Last Updated 12:25 AM [IST](02/02/2012)
 
 
 
 
Advertisement
 
મહાત્મા ગાંધી પાર્ટીના કાર્યો માટે સતત યાત્રા કરતા રહેતા હતા, જે દેશની સ્વતંત્રતાના ઉદ્દેશ સાથે સંકળાયેલી રહેતી હતી. એક વખત ગાંધીજી એવા જ કાર્ય માટે અલાહાબાદ આવ્યા અને પંડિત મોતીલાલ નહેરુના નિવાસસ્થાન ‘આનંદભવન’માં રોકાયા હતા.નહેરુ પરિવારે તેને સૌભાગ્ય ગણ્યું અને મહાત્મા ગાંધીની ખૂબ જ આત્મીયતાથી મહેમાનગતિ કરી. ગાંધીજીએ રાત્રે આરામ કર્યો અને સવારે નિત્ય ક્રિયા પતાવીને હાથ-મોં ધોયાં.

તે દરમિયાન જવાહરલાલ નહેરુ ગાંધીજી સાથે વાત કરી રહ્યા હતા. કોગળા કરતી વખતે ગાંધીજીનું પાણી પૂરું થઈ ગયું. તેનાથી તેઓ થોડા દુ:ખી થઈ ગયા અને વાત ત્યાં જ અટકાવી દીધી. નહેરુજીએ પૂછ્યું તો બોલ્યા, વાતો કરવામાં મારું પાણી પૂરું થઈ ગયું, હવે મારે ફરીથી પાણી લેવું પડશે. નહેરુજી હસતાં હસતાં બોલ્યા તેમાં શું થઈ ગયું.

અહીંયા તો ગંગા અને યમુના બંને વહે છે. જેટલું જોઈએ તેટલું પાણી વાપરવું જોઈએ. ગાંધીજી બોલ્યા, ગંગા અને યમુના ખાલી મારા માટે નથી વહેતી. કુદરતમાં કોઈ વસ્તુ ગમે તેટલી માત્રામાં મળતી હોય પણ મનુષ્યએ તેનો એટલો જ ઉપયોગ કરવો જોઈએ જેટલી તેને જરૂર હોય. કરકસર કરવાથી તે વસ્તુનો એટલો જથ્થો વધશે કે આવનારી પેઢી માટે તે ઉપયોગી સાબિત થશે અને સમાજની વધુ જરૂરિયાતો પૂરી કરી શકાશે. સાર એટલો જ છે કે કરકસર કરીને સમાજનું કલ્યાણ કરી શકાય છે.

જીવનદર્શન
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 2


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.