મહાદેવ ગોવિંદ રાનડેના બાલ્યકાળની એક પ્રેરક ઘટના છે. રાનડેને ચોપાટ રમવાનો ખૂબ જ શોખ હતો. તે હંમેશાં અભ્યાસ પૂરો કરીને તેમના મિત્રો સાથે ચોપાટ રમતા હતા. દરેક મિત્રો નક્કી કરેલા સમયે તેમના ઘરે પહોંચી જતા અને બે કલાક સુધી રમતા. એક દિવસ રાનડેએ ચોપાટ રમવાની તૈયારી કરી દીધી પણ કોઈ મિત્રો આવ્યા નહીં. તેમણે વિચાર્યું કે આજે ચોપાટ નથી રમવી પણ તેમનું મન માન્યું નહીં.
છેવટે તેમણે તેમના આંગણામાં રહેલા થાંભલા સાથે રમવાનું નક્કી કર્યું અને તેમના તરફથી જમણા હાથે અને થાંભલા તરફથી ડાબા હાથે રમવાનું નક્કી કર્યું. તેમના જમણા હાથે ડાબા હાથને હરાવી દીધો. રાનડેની ફોઈ તેમની પાસે બેસીને તેમની રમત જોઈ રહી હતી. તે બોલ્યા કે રાનડે, તુ એક નિર્જીવ થાંભલાથી હારી ગયો. તેમણે જવાબ આપ્યો કે હું આ થાંભલાથી એટલા માટે હારી ગયો કારણે કે મને જમણા હાથે રમવાનો અનુભવ નથી.
ફોઈએ પૂછ્યું કે તો તું ડાબા હાથથી પોતાના માટે કેમ ન રમ્યો? રાનડેએ જવાબ આપ્યો કે તે અન્યાય કહેવાય. થાંભલો બોલી શકતો નથી. જો હું તેની ચાલ ડાબા હાથથી ચાલ્યો હોત તો હું જીતી ગયો હોત, ખરેખર તો તે બેઈમાની કહેવાય. હવે કોઈને એમ કહેવું હોય તો કહે કે મને રમતા નથી આવડતું અને હું થાંભલાથી હારી ગયો પણ કોઈ એમ નહીં કહી શકે કે હું બેઈમાન હતો. હકીકતમાં ઈમાનદારી એક એવો સદ્ગુણ છે, જે આત્મસંતોષ આપે છે અને આત્મિક સુખથી વધારે કોઈ સુખ હોતું નથી. તેથી હંમેશાં પોતાના પ્રત્યે ઈમાનદાર રહેવું જોઈએ.