Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Our Columnists >> Kanti Bhatt
 

ઇસ્લામિક દેશો ઝનૂન છોડે તો તુર્કી જેવા બને

 
Source: Business Gathariya, Kanti Bhatt   |   Last Updated 12:09 AM [IST](09/08/2010)
 
 
 
 
 
નેકીથી વેપાર કરનાર અને એની રક્ષા કરનાર ખુદાનો પ્યારો છે.

અમે નાના હતા ત્યારે માથે પૂંછડાવાળી ઊંચી લાલ તુર્કી ટોપી પહેરનારાને ૭૦ વર્ષ પહેલાં જોતા. એ પછી એક ફિલ્મમાં ‘‘તુર્કી ટોપી રેશમ કા રૂમાલ હાય તેરા ક્યા કહેના’’ એ ગીત સાંભળતા. એ વખતે અમારે માટેના ઘણા હીરોમાં મોડર્ન તુર્કીના સ્થાપક મુસ્તફા કમાલનું નામ મોખરે હતું. મુસ્તફા કમાલે તુર્ક-મુસલમાનો જ નહીં પણ જગતભરના ઇસ્લામ ધર્મ પાળનારને એક મૂલ્યવાન સંદેશો આપેલો, ‘‘પીસ એટ હોમ, પીસ ઈન ધ વર્લ્ડ.’’ તુર્કીએ જગતને સબબ શીખવવાનો છે કે ખેતી વેપાર આગળ ધપાવીને જ પ્રગતિ થાય. તે માટે ઘર આંગણે બધા જ બંધુ ભાવથી શાંતિથી રહે અને જગતમાં શાંતિ થાય.

તુર્કીએ ઇસ્લામ ફેલાવવાનો ડંડો હાથમાં નહીં લેવાનો. તુર્કીની આર્થિક પ્રગતિ થાય તે માટે વેપારી-ઉદ્યોગપતિઓએ ઈમાનદારીથી ધંધો કરવો. મારા વૈધ્ય મિત્ર અમેરિકાથી ‘‘ફોસ્ર્તઝ ઓફ ફોરસુન’’ નામનું પુસ્તક લાવ્યા છે તેમાં પણ કહ્યું છે કે જે ઇસ્લામી દેશો ફન્ડામેન્ટલીઝમને બદલે ધંધા-ઉદ્યોગ કરશે તે જ ફાવશે. રોમના પોપ બેનેડીકટ જેને રોમન કેથેલિક ભગવાન જેવા માને છે તે ૪ વર્ષ પહેલાં તુર્કી ગયેલા. ત્યાંના ૧૭મી સદીનાં ઓટોમન-ઓથમાન સામ્રાજ્યમાં બંધાયેલી બ્લુ મિસ્જદનું ભવ્ય આકિeટેકચર જોઈ દંગ થઈ ગયા.

તેના દરવાજે તેણે આ શબ્દો કોતરાયેલા જોયા અને તે શબ્દો મોહંમદ પેયગમ્બર સાહેબના હોવાનો દાવો હતો. તેમાં તુર્કી ભાષામાં લખેલું કે એ મરચન્ટ ઈઝ ધ બીલવેડ ઓફ ગોડ-નેકીથી વેપાર કરનારો વેપારી અને વેપારીની રક્ષા કરનારો દેશ અલ્લાહને પ્યારો છે. જાણે આ સૂત્રનું પાલન સૌથી વધુ તુર્કી કરે છે અને તેથી ત્યાં ફંડામેન્ટલિસ્ટ ઇસ્લામીઓનો ગજ વાગતો નથી અને તુર્કી વેપાર ઉદ્યોગમાં તરક્કી કરી રહ્યો છે. સ્ત્રીઓને સૌથી વધુ સ્વતંત્રતા હોય તો તુર્કીમાં છે.

ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યું છે કે આજે ઈગ્લેન્ડ કરતાં તુર્કીના ધનપતિઓ વધુ ફરારી ગાડી વાપરે છે. આક નામના તુર્કી વેપારી મોંઘામાં મોંઘી ગાડીઓ લાવીને ભાડે આપે છે. મોટર ભાડે આપનાર ઓઝિએગીન નામના વેપારીએ તેના ટેબલ પાછળ અરબીમાં કુરાની આયાતો લખેલી છબી ટાંગી છે. તુર્કીની કંપનીઓ તહેરાન અને બીજા શહેરોમાં ફર્ટિલાઈઝર પ્લાન્ટ નાખે છે. સ્ત્રીઓ માટેના સેનિટરી ટુવાલ બનાવે છે. તુર્કીની આકારસાન ગ્રૂપની કંપનીઓ ઈરાકમાં પાંચ હોસ્પિટલો બાંધે છે તેથી અમેરિકનોનાં પેટમાં બળે છે.

તુર્કીશ કન્સ્ટ્રકશન કંપનીઓ જે ખૂબ ઈમાનદારીથી અલ્લાહનો પૈગામ અમલમાં મૂકે છે તેમને ઈરાકમાં R ૧૫૦૦ અબજના બાંધકામનાં કોન્ટ્રાકટ મળ્યા છે. તુર્કીના ધનિકો ગ્રીસમાં પોતાની બેન્કો ધરાવે છે સ્વિત્ઝર્લેન્ડમાં તુર્કી માલિકીની હોટેલો છે તુર્કીનું બજેટ ૧૦ વર્ષે પહેલાં ૧૬ ટકાખાધવાળું હતું આજે તેની તિજોરી છલકાય છે. યુરોપની મંદી તુર્કીને આભડી નથી. શુંકામ? તેમણે મોડર્ન તુર્કીના સ્થાપક મુસ્તફા કમાલ પાશાનો આદેશ પાખ્યો છે: ૧૯૩૮માં જન્નતશીન થયેલા મુસ્તફા કમાલે એક સાચા અર્થનો સેકયુલર (ધર્મનિરપેક્ષ) દેશ પેદા કર્યો. ફોરેન પોલિસી નોટ બેઈઝડ ઓન એક્સ્પાન્શન બટ ઓન રિટ્રેક્શન ઓફ ફ્રિન્ટયર્સ-પોતાના જ દેશને સંભાળીને તેને હૃષ્ટપુષ્ટ બનાવો. ૧૯-૭-૧૦ના રોજ પાકિસ્તાને અમેરિકાની ૫૦ કરોડ ડોલરની ભીખ સ્વીકારી છે. પાકિસ્તાન હજી ૧૦ વર્ષ ભિખારું જ રહેશે. જો ભારત સાથે અકડાઈ રાખશે.

તુર્કીના વડાપ્રધાન રેશેપ તૈયબ એરદાંગાજી આર્થિક પ્રગતિ માટે યુરોપિયન દેશો સાથે દોસ્તી રાખે છે, પણ મુસ્લિમ દેશોને ભૂલતા નથી. તેને પૈગામ આપે છે (ખાસ કરીને પાકિસ્તાનને) કે આર્થિક પ્રગતિથી જ તમે વધુ સારો ધર્મ પાળી શકો છો દા.ત. મુસ્તફા લતીફ નામના શોપિંગમોલોના સ્થાપક તેની ફૂડ ફેક્ટરી અને બીજી વપરાશી ચીજો બનાવીને ૧૧૦ દેશોમાં નિકાસ કરે છે. તેની ફેક્ટરીઓ કઝકસ્તાન, પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને યુક્રેનમાં છે. જગવિખ્યાત ગોદીના બ્રાન્ડ તેણે યુરોપ પાસેથી હાંસલ કરી છે. ઈરાકનાં ત્રણ શહેરો જ્યાં અમેરિકન વિમાન કંપની જવાની હિંમત કરતી નથી ત્યાં તુર્કીશ એરલાઈનનાં વિમાનો આવજો કહે છે. પાકિસ્તાન એરલાઈન્સ ઘરકુકડી થઈ બેઠું છે. સેકયુલર-તુર્કીના વિમાનો લીબિયા, સીરિયા અને રશિયા સુધી જાય છે.

રશિયાના પહેલાંના ભાગરૂપેના દેશ અઝરબાયઝાનની સરકાર તુર્કીની ભાગીદારીમાં મોટી પેટ્રો કેમિકલ કંપની ઊભી કરે છે. ‘‘મેક્કાનોમિક્સ’’ નામનું પુસ્તક ઈરાની લેખક વલી નસ્રએ લખ્યું છે, તેણે ગણતરી કરી છે કે દુનિયાએ ઈસ્લામી દેશોના અર્થતંત્રનો જંગી વિસ્તાર જાણવા જેવો છે. ઈજપિ્ત, પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને ખાસ તો તુર્કીની કાચી રાષ્ટ્રીય પેદાશ ૩.૩ ટ્રિલિયનડોલરની છે. એકલા ભારતની આટલી કાચી રાષ્ટ્રીય પેદાશ છે, પણ ભારતની વસ્તી આ તમામ દેશો કરતાં વધુ છે પણ... પણ... પણ જો શાંતિથી ઈસ્લામી દેશો તુર્કીની જેમ રહે તો ભારત ચીનના અર્થતંત્રને આટી દે તેવા ભારત-પાક.ના મુસ્લિમો મહેનતકશ છે.

ઉત્તર પશ્ચિમમાં બલ્ગેરિયા અને પશ્ચિમમાં ગ્રીસ સહિત આઠ જેટલા યુરોપના દેશો સાથે સરહદ ધરાવતા તુર્કીમાં સાડાસાત કરોડની વસ્તીમાં બહુ જ જુજ ફન્ડામેન્ટલિસ્ટ છે. તુર્કીનો ઉદ્યોગપતિ યુરોપ અમેરિકાની બજારો સર કરવા માગે છે. તેથી તે દેશો સાથે દોસ્તી રાખે છે. યુરોપ- અમેરિકાના સંરક્ષણના મંડળમાં (નાટો) તુર્કી જોડાયું છે.

અમેરિકનો આજે તુર્કીના રાજધાનીના શહેર ઈસ્તબુલથી ૫૫૦ માઈલ દૂર આવેલા કેયસેરી શહેરમાં બનેલા લેવી સ્ટ્રોલના બ્યુ જીન્સ પહેરે છે. મુંબઈની છોકરીઓ પરદેશથી લેવી સ્ટ્રોલના બ્લુ જીન્સ પહેરે છે તે તુર્કીમાં બનેલા છે. ૩૦ વર્ષ પહેલાં કેયસેરી ગામ ઉજજડ હતું, પણ તેની જમીન ફળદ્રુપ હતી. શાસકોએ એ શહેરનું ઉદ્યોગીકરણ હાથમાં લીધું. ત્યાં ૧૯૨૬માં વિમાન બનાવતી ફેક્ટરી ઊભી થઈ, નાના નાના ઉદ્યોગો માટે ઇન્ડસ્ટ્રિયલ ઝોન ઊભા થયા. અહીં ૩૫૦૦ કંપનીઓ યુરોપ-આરબદેશોમાં નિકાસ થતા સોફા, આર્મચેર તેમ જ મોડર્ન ફર્નિચર - ૪૦૦૦૦ સુથારો-કારીગરો રોકી તેનાં ફર્નિચર જગતભરમાં ૧ અબજ ડોલરના નિકાસ કરે છે.

ભારતમાં બેંગલોર ખાતે ઇન્ફોટેકની કંપનીએ એકડેએકથી શરૂ કર્યું તેમ આ તુર્કી શહેરે એકડેએકથી અનેક જાતના ઉદ્યોગો નાખ્યા છે. ઘણી કંપનીઓ જીન્સ બનાવીને R ૧૦૦ અબજના જીન્સ નિકાસ કરે છે તે જગતના ૨૦ કરોડ લોકો પહેરે છે. કેયસેરી ગામે ભવ્ય મિસ્જદ છે પણ ત્યાં નમાઝ પઢવા આવનારો જગતમાં ભાઈચારા અને વેપારની તરક્કી માટે બંદગી કરે છે. ઇસ્લામમાં નેકીવાળો વેપાર એ જ ધર્મ છે.’’

કાંતિ ભટ્ટ (બિઝનેસ ગઠરિયા)
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 8


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.