Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Management Fundas
 

માણસાઈથી રચાય છે સારો સમાજ

 
Source: Management Funda, N. Radhuraman   |   Last Updated 12:09 AM [IST](14/08/2010)
 
 
 
 
 
મારા મગજમાં અત્યારે વર્ષ ૧૯૯૮માં પ્રદર્શિત સ્ટિવન સ્પીલબર્ગની યુદ્ધઆધારિત ફિલ્મ ‘સેવિંગ પ્રાઈવેટ રિયાન’ આવી રહી છે, જેમાં એક દેશ તરીકે અમેરિકા એક એવી મહિલાના અંતિમ પુત્ર પેરાટુપર જેમ્સ રિયાનને શોધીને તેને સલામી આપે છે, જેણે પોતાના ત્રણ પુત્રોને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ગુમાવી દીધા હતા. કંઈક અવું જ થોડા દિવસ અગાઉ કર્મચારી ભવિષ્ય ફંડ સાથે સંકળાયેલા એક કિસ્સા અંગે જાણીને મને સુખદ આશ્ચર્ય થયું.

મધ્યપ્રદેશના જબલપુરમાં આ વિભાગના એક અધિકારીએ પોતાના તરફથી પહેલ કરીને એક શોકગ્રસ્ત મહિલાને તાત્કાલિક મદદ પહોંચાડી. ૨૭ જુલાઈના રોજ વીજળી પડવાના કારણે ૩૫ વર્ષના નરેન્દ્ર શુક્લા અને તેમની ૫૫ વર્ષની માતાનું અકાળે મોત નીપજ્યું હતું. નરેન્દ્ર સરકારી સ્કૂલમાં કર્મચારી હતો. બીજા દિવસે સ્થાનિક અખબારોમાં પ્રકાશિત આ સમાચાર પર ઇપીએફના સેકશન અધિકારી શિવેન્દ્ર કંપારિયાનું ધ્યાન ગયું. (તેમણે જ મને આ ઘટના લખી મોકલી છે.) દયાળુ એવા કંપારિયાએ પોતાના સાથી કર્મચારીઓ પાસેથી માહિતી મેળવી કે શુક્લા નામની કોઈ વ્યક્તિનું ઇપીએફના રજિસ્ટરમાં નામ છે કે નહીં.

જાણ્યા બાદ તેમણે પીએફના કમિશનર અજય મહેરાના ધ્યાને આ વાત મૂકી. જેમણે મૃતકનાં પત્ની પાસેથી ફોર્મ ભરાવી લાવવા જણાવ્યું. કંપારિયા તેનું સરનામું શોધીને તે જ દિવસે તેના ઘરે પહોંચ્યા. શુક્લાના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલતી હતી. કંપારિયાએ કર્મકાંડ સંબંધિત તમામ ઔપચારિકતાઓ પૂરી થવાની રાહ જોઈ. ત્યાર બાદ તેમણે શુક્લાની વિધવા પત્ની પાસેથી ફોર્મ ભરાવ્યું. પરંતુ ફંડનાં નાણાંની તાત્કાલિક ચુકવણીમાં બે વિઘ્ન હતાં.

એક તો શુક્લાની પત્ની ચેતનાના નામે કોઈ બેન્ક એકાઉન્ટ ન હતું અને બીજું મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવામાં પણ વાર લાગે તેમ હતું. કંપારિયાએ સૌ પ્રથમ તો ચેતનાના નામનું બેન્ક એકાઉન્ટ ખોલાવ્યું. પછી બીજા જ દિવસે તેમણે શુક્લાના મૃત્યુ સંબંધિત અખબારનું કટિંગ જોડીને પીએફની રકમનો ચેક બનાવડાવી લીધો અને તેને ચેતનાના ખાતામાં જમા પણ કરાવી દીધો. આ તમામ કામમાં કંપારિયાનો કોઈ જ લાભ છુપાયેલો ન હતો. તેમણે માણસાઈના નામે એક એવા પરિવારની મદદ કરી જે દુ:ખી હતો.

ફંડા એ છે કે, આપણે આપણા જીવનમાં વન મેન આર્મીના સ્વરૂપમાં ઓછામાં ઓછું માણસાઈના ધોરણે પણ કંઈક આવું કરી શકીએ છીએ.

મેનેજમેન્ટ ફંડા, મેનેજમેન્ટ ફંડા

raghu@bhaskarnet.com
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 9


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.