Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Jivan Darshan
 

ઇમાનદારી નૈતિકતાનું ઘરેણું છે

 
Source: Jivan Darshan   |   Last Updated 12:10 AM [IST](27/08/2010)
 
 
 
 
 
એક વખત ગુજરાતના સૌરાષ્ટ્રમાં દુષ્કાળ પડ્યો. અનાજ વગર મનુષ્યો અને ચારા વગર પશુઓ તડફડવા લાગ્યાં. ચોમાસું પૂરું થવાની તૈયારીમાં હતું પરંતુ આકાશમાં વાદળના નામોનિશાન ન હતાં. ચારેય તરફ હાહાકાર મચેલો હતો. તે સમયના રાજાએ વરસાદ માટે યજ્ઞ કરાવ્યો, સાધુ-મહાત્માઓએ પ્રાર્થના કરી, મંદિરોમાં અલખ જગાવી પરંતુ કોઈ પરિણામ ના મળ્યું.

રાજા ચિંતામાં પડી ગયા કે શું કરવું? પ્રજાને ભૂખે મરતી જોવી કષ્ટદાયક હતું. એક દિવસ રાજા પાસે કોઈ સંત આવ્યા. તેમણે રાજાને કહ્યું કે તમારા નગરના અમુક વેપારી ઇચ્છે તો વરસાદ પડી શકે છે. તમે તેમની પાસે જઈને પ્રાર્થના કરો. રાજા તુરંત જ તે વેપારીઓના ઘરે ગયા. તેમને હાથ જોડીને પ્રાર્થના કરી કે, ભાઈ તમારી વાત ભગવાન સાંભળશે. આથી કૃપા કરીને વરસાદ વરસાવો.

વેપારી તો રાજાને પોતાના ઘરે જોઈને જ ચમકી ગયા હતા અને પછી તેમાં તેમની પ્રાર્થના સાંભળી તો તેમનું મગજ ચકરાઈ ગયું. પછી બોલ્યો કે અન્નદાતા, હું તો તુચ્છ મનુષ્ય છું. મારા કહેવાથી વરસાદ કેવી રીતે આવે? પરંતુ રાજાએ તો જીદ પકડી કે તમારે ગરીબ પ્રજા અને અબોલ પશુઓ પર દયા કરવી જ પડશે.

આ જોઈને વેપારીએ પોતાનું ત્રાજવું ઉઠાવ્યું અને બોલ્યો, દેવતા અને લોકપાલ સાક્ષી છે, જો આ ત્રાજવાથી મેં ક્યારેય પણ ઓછું કે વધારે જોખ્યું હોય, જો આ ત્રાજવું સત્ય અને ઇમાનનો સામાન જ જોખતું હોય તો દેવરાજ ઇન્દ્ર વરસાદ વરસાવે. વેપારીની વાત પૂરી પણ થઈ ન હતી કે આકાશ વાદળોથી ઘેરાઈ ગયું અને વરસાદ પડવા લાગ્યો.

કથાનો સાર એ છે કે ઇમાનદારીથી સમાજ નૈતિક રીતે સ્વચ્છ અને સંસ્કારવાળો બને છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 4


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 

Bollywood

 

Cricket

 

Interesting News

 

Business

 

Religion

 

Most Read

 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.