Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Parde ke Pichhe
 

ટીવી હજુ પણ ફિલ્મોને જ આધીન

 
Source: Parade Ke Pichhe, Jaiprakash chouksey   |   Last Updated 12:07 AM [IST](10/08/2010)
 
 
 
 
 
સેટેલાઈટ ચેનલો પર તેમણે પોતે બનાવેલા ધારાવાહિકો (સીરિયલો) રિયાલિટી શોઝ અને હાસ્ય કાર્યક્રમોથી વધુ લોકપ્રિય તેના પર દર્શાવાતી ફિલ્મો છે. રાજકુમાર હીરાનીની ‘થ્રી ઇડિયટ્સ’ને દસથી વધુ ટીઆરપી (લોકપ્રિયતાનો માપદંડ) મળી. ‘છોટા પડદા’ સિનેમાના વિકલ્પ તરીકે ઉપસ્થિત થયા બાદ એ સિનેમાનું જ એક અતિરિકતરૂપ અથવા એક્સટેન્શન બની ચૂક્યું છે. વિચારવંત દર્શકને બચવા માટે કોઈ રસ્તો અપાતો નથી. સિનેમાવાળાઓ પણ તેમના હરીફને મદદ કરે છે, એ પણ અજબ વાત છે.

ટીવી સ્ક્રીન પર દર્શાવાતી ભાવિ ફિલ્મોની ઝલક-‘પ્રોમો’ ખૂબ લોકપ્રિય છે. એ બતાવવા માટે નિર્માતાઓએ ચેનલોને ખૂબ નાણાં ચૂકવવા પડે છે. આજે ફિલ્મના પ્રચાર બજેટનો વધુમાં વધુ હિસ્સો તેમાં જ ખર્ચાય છે. આ એવી બાબત છે કે તમે તમારા દુશ્મનને દારૂગોળો અને કારતૂસોનો પુરવઠો આપવા ઉપરાંત બંદૂક ખરીદવા અને ચલાવવામાં તેને મદદ કરવા જેવી પણ બાબત છે.

ફિલ્મોનાં ગીતો-દ્રશ્યો બતાવનારી ચેનલો પણ લોકપ્રિય છે. સીરિયલોમાં પણ ફિલ્મોનાં ગીત, નિર્માતાને રોયલ્ટી ચૂક્વીને વપરાય છે. આમ ટેલિવિઝન સંપૂર્ણ સિનેમામય છે અને ભારતમાં એ વિકલ્પ બનીને ઊભરી શક્યું નથી. તેણે પોતાની સ્વતંત્ર ઓળખ વિકસાવી નથી. ‘છોટા પરદા’ પર પ્રસ્તુત અનેક તમાશાના એન્કર ફિલ્મી સિતારા જ હોય છે અને તેમને એક એપિસોડના એક કરોડ રૂપિયા સુધી ચૂકવાય છે. દરેક શક્ય અશક્ય સ્થાન પર ફિલ્મો અથવા ફિલ્મવાળાઓને ઠૂંસી દેવાય છે. હવે સેટેલાઈટ ચેનલોમાં સફળ ફિલ્મ સ્ટારોની સેવાઓ લેવાની સ્પર્ધા ચાલે છે.

‘કલર્સ’ ચેનલે સલમાન ખાનને ‘સોની’ ચેનલ પાસેથી િછનવી લીધો છે. વળી આમિર ખાનને પણ પ્રલોભનો અપાઈ રહ્યાં છે. અક્ષયકુમાર, પ્રિયંકા ચોપડા, અમિતાભ બચ્ચન જેવાં નામોની સાથે જ ડેવિડ ધવન, અનુ મલિક, ફરહા ખાન, સાજિદ ખાન, સોનુ નિગમ અને શાન પણ ટેલિવિઝન સાથે જોડાયાં છે.

ટેલિવિઝન, પોતાના સિતારા સર્જવામાં નિષ્ફળ રહ્યું છે. તેણે પોતાને માટે મૌલિક લખનારા પણ મેળવ્યા નથી. સેંકડો એપિસોડ સુધી ખેંચાતી સીરિયલોમાં સફળ કલાકારો પણ ફિલ્મસ્ટારો જેવી અકલ્પનીય લોકપ્રિયતા મેળવી શકતા નથી. ઘરમાં બેઠાં મફતમાં પ્રોગ્રામ જોનારાઓ પણ ખૂબ મોંઘી ટિકિટો ખરીદીને ફિલ્મ જોવા જાય છે. એટલે કે મનોરંજન જગતમાં ફિલ્મનો જાદુ અન્ય તમામ સમાન ચીજો પર ભારે પડે છે. આવા શક્તિશાળી માધ્યમે પણ દેશની લઘુતમ પ્રતિભા-ટેલન્ટનો જ ઉપયોગ કર્યો છે.

સિનેમાએ ભારતીય સાહિત્યનો ભરપૂર લાભ ઉઠાવ્યો નથી. પણ લોક સંગીત અને લોકગીતોનો પૂરેપૂરો ફાયદો લીધો છે. મહત્તમ વ્યાપનું માધ્યમ લઘુતમ પ્રતિભા-ટેલન્ટનો ઉપયોગ કરી રહ્યું છે. ટેલિવિઝનના સંચાલકોની બુદ્ધિ એટલી નાનકડી છે કે તેને કોઈ જીવડાના શરીરમાં ફિટ કરી શકાય. પરંતુ એ ત્યાં પણ નેટવર્ક બનાવી લેશે.

પરદે કે પીછે, જયપ્રકાશ ચૌક્સે
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 5


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.