બાળકોને કાલ્પનિક દુનિયાથી દૂર રાખવાં જોઈએ. હકીકતમાં સપનાં જોવાં અને કાલ્પનિક દુનિયાના નશામાં ઘણું બધું અંતર છે.
આ એક વિચિત્ર સચ્ચાઈ છે કે પશ્ચિમના દેશોમાં બનેલી સાયન્સ ફેન્ટસી ફિલ્મોમાં ફિલોસોફી સમાયેલી હોય છે. વર્તમાન કાળખંડની પૃષ્ઠભૂમિમાં રચવામાં આવેલી ફિલ્મોમાં ફેન્ટસી ફિલ્મોની સરખાણીએ ફિલોસોફી ઓછી દેખાડવામાં આવે છે.
શાહરુખની અત્યંત પ્રચારિત ફિલ્મ ‘રા.વન’માં વીડિયો ગેમ બનાવનારો નાયક પોતાના બાળકના આગ્રહ પર કદી ન મરનારા કાલ્પનિક ખલનાયકની રચના કરે છે અને તેનું હૃદય ( જેને તેણે કોડમાં એચઆરટી કહ્યું છે) સારા કામ કરનારા જી.વન પાસે રાખે છે. આખી ગેમનું મૂળ રહસ્ય એ છે કે જી.વન શહીદ થાય તો જ રા.વનનો પણ સર્વનાશ થાય.
આ ટેકનોક્રેટ નાયકની પોતાના રચેલા ખલનાયક દ્વારા હત્યા થાય છે. આ ઘટના પ્રથમ ભાગમાં પૂરી થઈ જાય છે અને બાકીની ફિલ્મમાં ગેમનો નાયક જી.વન વિધવા અને તેના બાળકની સુરક્ષા કરે છે તથા આ પ્રક્રિયામાં ‘રોબો’ની જેમ તેને પ્રેમ કરવા લાગે છે. ઉલ્લેખનીય છે કે નાયકની હત્યા થઈ છે અને કાલ્પનિક સંસારનું પાત્ર તેની સુરક્ષા કરે છે.
જોકે કાલ્પનિક સંસાર વાસ્તવિકતા પર અસકારક થઈ જાય છે. શું આપણે તેને બહિામણા ભવિષ્યની કલ્પના માનીશું કે પછી કાલ્પનિક સંસાર વાસ્તવિક સંસાર પર પ્રભાવી થઈ રહ્યો છે તે વાતનો સ્વીકાર કરીશું? આ એક વિચિત્ર સચ્ચાઈ છે કે પશ્ચિમના દેશોમાં બનેલી સાયન્સ ફેન્ટસી ફિલ્મોમાં ફિલોસોફી સમાયેલી હોય છે. વર્તમાન કાળખંડની પૃષ્ઠભૂમિમાં રચવામાં આવેલી ફિલ્મોમાં ફેન્ટસી ફિલ્મોની સરખાણીએ ફિલોસોફી ઓછી દેખાડવામાં આવે છે.
આ ફિલ્મોનાં પાત્રોની રચના રજકણોના સંયોજનથી થતી હોય છે અને તેનો વિનાશ પણ રજકણો વિખેરાઈ જવાથી થાય છે. જો સમયના સંદર્ભમાં સમજીએ તો તેને ક્ષણોનું સંયોજન અને ક્ષણોના વિખેરાઈ જવાથી કરી શકાય. ‘રા.વન’ના એક ર્દશ્યમાં ખલનાયક રા.વનના વિખેરાઈ ગયેલા કણો પર રોડરોલર ચલાવી દે છે, જેથી તે જમીનની અંદર ઉતરી જાય છે અને ઘણે ઊંડે દફન થઈ જાય છે. સમયાંતરે દફન થયેલા તે કણ જમીન પર પાકની જેમ ઊગી નીકળે છે.
ફિલ્મનો આધાર વીડિયો ગેમ છે અને બાળકો વીડિયો ગેમ પાછળ પાગલ છે. તેમનું કલાકો સુધી કાલ્પનિક દુનિયામાં ખોવાયેલા રહેવું તેમને વાસ્તવિકતાથી દૂર લઈ જઈ શકે છે. આ એક નશો છે અને આ ફિલ્મ દ્વારા વાલીઓ બોધપાઠ લઈ શકે છે કે બાળકોને કાલ્પનિક દુનિયાથી દૂર રાખવાં જોઈએ. હકીકતમાં સપનાં જોવાં અને કાલ્પનિક દુનિયાના નશામાં ઘણું બધું અંતર છે. વીડિયો ગેમનો વેપાર અત્યારે બાળઅવસ્થામાં છે પરંતુ તેનું વિસ્તરણ થશે અને ભવિષ્યમાં તે સમાનાંતર મનોરંજન રચશે.
જોકે ફિલ્મમાં ક્યાંક-ક્યાંક રામાયણનો રૂપકની જેમ ઉપયોગ કરાયો છે, જેમ કે રા.વનના ભારતમાં પ્રગટ થવાના ર્દશ્યની પાશ્વાદ્ભૂમિમાં રાવણ દહન દેખાડાયું છે. ફિલ્મના અંતમાં જ્યારે રા.વન દસ સ્વરૂપોમાં નાયકનો સંહાર કરવા માટે આગળ વધી રહ્યો હોય છે ત્યારે આખી ફિલ્મનું કલ્પનાનું સૂત્ર સામે આવે છે. નાયક જી.વન દસમાંથી ફક્ત એક જ છાયા તેની આગળ ચાલી રહી છે તે જોઈને તેને ગોળી મારે છે. જોકે ફિલ્મમાં કાલ્પનિક દુનિયાનું છાયા-યુદ્ધ પ્રસ્તુત કરાયું છે. આ ફેન્ટસી ફિલ્મમાં દાર્શનિક સંકેત શોધવા વ્યક્તિની પોતાની પસંદ-નાપસંદની વાત છે. ફિલ્મનિર્માતા સાથે તેનો કોઈ સંબંધ નથી.
એક્સ્ટ્રા શોટ :
શાહરુખ ખાનની ફિલ્મ ‘રા.વન’માં ખલનાયકનું પાત્ર નિભાવનાર અર્જુન રામપાલ તેમની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’માં પણ ખલનાયકની ભૂમિકામાં જોવા મળ્યો હતો.