Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Editorial Article
 

કાળાં નાણાં, સરકાર ફસાઈ

 
Source: Editorial   |   Last Updated 12:04 AM [IST](16/12/2011)
 
 
 
 
 
કાળાં નાણાંને મુદ્દે શ્વેતપત્ર લાવવાનું વચન વધુ વિશ્વસનીય ત્યારે બનત જો સરકાર સાથે-સાથે એમ પણ જણાવી દેતી કે તે દેશ સામે ક્યારે તમામ વિગતો જાહેર કરશે. લોકસભામાં સભા મોકૂફી પ્રસ્તાવ દરમિયાન વિરોધ પક્ષ દ્વારા જે સવાલ પૂછવામાં આવ્યા એ પ્રજાના મગજમાં પણ ક્યારના ચાલી રહ્યા છે. લોકો જાણવા માગે છે કે દેશનું કેટલું નાણું વિદેશોમાં જમા થયેલું છે, આ નાણું ત્યાં કોણ લઈ ગયું, કાળું નાણું કેવી રીતે પેદા થાય છે અને આ બધી બાબતો પર નિયંત્રણ માટે સરકાર ક્યાં પગલાં લેવા જઈ રહી છે? લોકસભામાં નાણામંત્રીએ આપેલા નિવેદનમાં આ બધામાંથી કોઈ પણ સવાલનો સંતોષજનક જવાબ મળતો નથી. તેનાથી વિપરીત તેમની પાસેથી એ સાંભળીને નિરાશા થઈ કે સરકાર પાસે કાળાં નાણાંની ઉત્પત્તિ અંગે કોઈ નક્કર માહિતી નથી.

હવે એ સવાલ પેદા થવો વ્યાજબી છે કે જો સરકાર પાસે પૂરી માહિતી જ નથી તો આખરે શ્વેતપત્રમાં તે દેશને શું બતાવશે? નાણામંત્રીએ એ વાતનું રટણ ચાલુ રાખ્યું છે કે કાળાં નાણાંને બહાર લાવવા માટે સરકારના પ્રયાસ જારી છે. આ દિશામાં થોડીઘણી સફળતા મળી હોવાનો દાવો પણ કરાયો છે પરંતુ આ પ્રયાસ અને કથિત પ્રગતિ અપૂરતી છે. સરકારે એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે જો તે નક્કર માહિતી નહીં આપે તો આ બાબતે ખોટાં અનુમાનો લગાવાશે, સરકારના ઇરાદા પર શંકા વધુ ઘેરી બનશે અને સત્તા પક્ષની છબી સતત ખરાબ થતી રહેશે.

સુપ્રીમ કોર્ટ અગાઉથી જ આ મુદ્દે સરકારની ગંભીરતા બાબતે પ્રશ્નાર્થ ઊભો કરી ચૂકી છે? આમ છતાં પણ ઉલ્લેખનીય છે કે આ મુદ્દો ફકત વિદેશોમાં જમા કરાયેલા કાળાં નાણાંનો નથી પરંતુ એ પણ છે કે આજે પણ દેશમાં કાળું નાણું કેવી રીતે અને કેમ પેદા થઈ રહ્યું છે? શું સરકારે તેને રોકવા માટે કોઈ અસરકારક પગલાં લીધાં છે ખરાં? જો પ્રસ્તાવિત શ્વેતપત્ર પર આ બધી બાબતો સ્પષ્ટ કરી શકશે નહીં તો તેનાથી સરકાર પોતે પણ દૂધે ધોયેલી છે એવી આશા રાખી શકશે નહીં.

તંત્રી લેખ
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 3


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Victoria’s Secret picks sexiest women
Kim in undies
Just Added

भोपाल में पारा 43 को छू रहा है, ऐसे में पानी ही सबसे प्यारा लागे.
Malaika Disco Chali
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.