Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Our Columnists >> Kanti Bhatt
 

ટીનેજરો-સેલિબ્રિટિઝને નશીલાં દ્રવ્યોનો રંગ

 
Source: Kanti Bhatt   |   Last Updated 4:36 AM [IST](17/10/2011)
 
 
 
 
 
આજે નાકોર્ટિકસ કે નશીલા ઘાસ કે છોડવા લોકો ઘરના બગીચામાં ઉગાડવા માંડ્યા છે. બેકરીમાં જે આથાનું તત્વ વપરાય છે તેમાંથી નશીલો પદાર્થ પેદા થાય છે.

સ્ટીવ જોબ્સ, પાકિસ્તાનનો ફાસ્ટ બોલર શોએબ, મેરિલિન મનરો, પોપ ગાયક જીમી હેન્ડિ્રકસ, માર્શલ આર્ટનો નિષ્ણાત બ્રુસ લી., એલ્વિસ પ્રિસ્લી, હેમિંગ્વેની પૌત્રી મારગોક હેમિંગ્વે એ તમામ વચ્ચે શું સામ્ય છે? એ તમામે નશીલા નાકોર્ટિકસ ડ્રગ્ઝના પ્રયોગ કર્યા છે. કેટલાક મરી ગયા છે. મહાન ફિલોસોફર ઓરેલિયસ મારકસ અફીણનો વ્યસની હતો. અરે, લોર્ડ વિન્સ્ટન ચર્ચિલે પણ નાઈટ્રોસ નામનું નશીલું દ્રવ્ય ટેન્શન નિવારવા લેવા માંડેલું.

ચાર્લ્સ ડિકન્સ નામનો નવલકથાકાર અફીણ લેતો હતો તે તમે જાણો છો? સિગ્મન્ડ ફ્રોઈડ નામના માનસશાસ્ત્રી અને સેક્સના નિષ્ણાતે કોકેનનો પ્રયોગ કરેલો. જવા દો. બિલ ગેટ્સ નામના માઈક્રોસોફટના મહારાજાએ ‘પ્લેબોય’ મેગેઝિનના ઇન્ટરવ્યૂમાં પોતે જ કહેલું કે (૮-૧૨-૧૯૯૪)મેં એલ.એસ.ડી.નામના ઉત્તેજક નાકોર્ટિકસ જેવા પદાર્થનો પ્રયોગ કરેલો. પ્રમુખ થોમસ જેફરસન ગાંજાની સિગારેટ નિયમિત પીતા. એડગર એલન પો નામના રહસ્યકથા - લેખક અફીણના બંધાણી હતા. મહાન અસ્તિત્વવાદી ફિલસૂફની પ્રેમિકા સિમોની દ’ બિવોયર કહેતી કે જ્યાં પોલ સાત્રg એ ૨૦ વર્ષ સુધી નશીલા ડ્રગ્ઝ (એમ્ફેટેમાઈન્સ અને મસ્કાલીન) લીધાં હતાં. નશો કરવામાં ભાગ્યે જ કોઈ નાના કે મોટા બાકી છે.

જેમ આલ્કોહોલિકસ એનોનિમસ નામની દારૂનું વ્યસન છોડાવતી વિશ્વસંસ્થા છે તેવી નાકોર્ટિકસ એનોનિમસની સંસ્થાએ ૧૩૧ દેશોમાં ૨૦૧૦માં નશીલા પદાર્થોની લત છોડાવવા ૫૮,૦૦૦ બેઠકો યોજેલી. તેમાં માલુમ પડેલું કે સ્કૂલ, કોલેજ અને એમ.બી.એ.નો અભ્યાસ કરનારા ૧૩ વર્ષથી ૨૪ વર્ષના ઘણાએ હેરોઈનના પ્રયોગ કરેલા. ૧૯૭૬માં ૩૫ વર્ષ પહેલાં મેં મુંબઈના ચરસ-ગાંજા અને હેરોઈનના વપરાશ અંગે ડ્રગ્ઝના અડ્ડાઅને મુંબઈની જુગાર ક્લબો અને સોશિયલ ક્લબોની મુલાકાત લીધેલી ત્યારે જ કાશ્મીરથી મુંબઈમાં ચરસ અને હેરોઈન આવતું. કમાટીપુરાની બાઈઓ અને સુખલાજી સ્ટ્રીટના દાણચોરો ચરસ અને કોકેનની ગોળીઓ વેચતા હતા. મુંબઈમાં ચરસવાળી સિગારેટનો વ્યાપ ખૂબ વધ્યો હતો.

ચરસને અંગ્રેજીમાં હશિશ કહે છે. ઇરાનના રાજાના નામ પરથી તેનું નામ પડેલું. આ રાજાને ગાંજામાં મઝા પડેલી નહીં. પછી ચરસ જે ગાંજા કરતાં આઠ ગણો વધુ નશો આપે છે તે રાજાએ શોધી કાઢ્યું. કોકેન નાની નાની પડીકીમાં વેચાય છે. તેના કોડવર્ડ પણ મને જાણવા મળેલા. તેમાં નેપાળ થઈને આવતા કોકેનને ‘બ્લુમેજિક’ કહેવાતુ. ઉપરાંત ડીંગડોગ, સ્પેરાવોક અને જોઝ જેવાં આધુનિક ફિલ્મના નામ અપાતાં. મુંબઈની આરબ ગલીમાં ત્યારે પાનમાં કોકેનનું પ્રવાહી ચોપડીને પાન અપાતું. તે પાન ખૂબ ખપતાં.

લંડનના પ્રતિષ્ઠિત આર્થિક સાપ્તાહિક ‘ધ ઇકોનોમિસ્ટ’માં નાકોર્ટિકસ બિઝનેસનો તાજો અહેવાલ છે. નાકોર્ટિકસના ધંધામાં જુદા જુદા કોડવર્ડ છે. જેમ કે મોરોક્કોમાં ‘કીફ’, નેપાળનો ગાંજો, બોલિવિયાનો ‘માર્ચીગ પાઉડર’ વગેરે. ‘ઇકોનોમિસ્ટ’ના કહેવા મુજબ કોકેનનો મોટા ભાગનો પુરવઠો કોલંબિયાથી આવે છે. ઉપરાંત અફઘાનિસ્તાનનું અફીણ મોંઘુ થતાં બમૉ (મ્યાનમાર) અને મેક્સિકો પૂરક અફીણ પૂરું પાડે છે. આજે નાકોર્ટિકસ કે નશીલા ઘાસ કે છોડવા લોકો ઘરના બગીચામાં ઉગાડવા માંડ્યા છે. કોઈ પણ વ્યક્તિ નાની ફેક્ટરીમાં ચરસ પેદા કરી શકે છે.

હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે એલ.એસ.ડી.નામના નશીલા પદાર્થની ફોમ્યુંલા પ્રમાણે લીસરજીક એસિડ નામના પદાર્થના ઉત્પાદનનો પ્રયોગ કરે છે. બેકરીમાં જે આથાનું તત્વ વપરાય છે તેમાંથી નશીલો પદાર્થ પેદા થાય છે તેમ ‘ઇકોનોમિસ્ટ’ કહે છે. અમેરિકામાં ચરસ -ગાંજાનું વ્યસન દરેક ત્રણમાંથી એક ૧૮ વર્ષની ઉંમરના સ્કૂલના છોકરાને છે. ૧૪ વર્ષની ઉંમરે જ તે લોકો એક્સટસી નામની તૈયાર ટીકડી ૧૫ ડોલરમાં લેતા થાય છે. જાપાનમાં ઘરના બગીચામાં જ ગાંજો ઉગાડાય છે. ૨૦૦૯માં ઘણાં ઘરોમાં દરોડા પાડ્યા તો ત્યાં ગાંજો ઉગાડાતો હતો. નાકોર્ટિકસ બનાવતી ૩૯૧ ફેક્ટરી ચીનમાં પકડાઈ હતી. આ લતમાંથી કોઈ બાકી નથી. ક્રિકેટરો પણ તેમાં પડ્યા છે.

અઢળક કમાણી ક્યાં નાંખવી? એક્સટસી નામનો નશીલો પદાર્થ લેવા ટુરિસ્ટો ઇન્ડોનેશિયા જાય છે તેમ યુ.એન. ઓફિસ કહે છે. આ નશીલા પદાર્થનું ૨૧મી સદીનું નવું સ્વરૂપ પણ આવ્યું છે. તેમાં ‘પાઈપરેઝાઈન્સ’ અને મેફેડ્રોન નામની ઉચ્ચ ક્વાલિટીની નશામાં લાવનારી ચીજો મળે છે તે મુંબઈના નબીરાના દીકરા લે છે. ઇકબાલ મીરચીએ નાકોર્ટિકસની દાણચોરીની શરૂઆત મેન્ડ્રેકસની નશીલી ટેબ્લેટથી કરેલી. પોલીસે ૮૦ લાખ ટીકડી પકડી પણ પકડવાનો દેખાવ કર્યા પછી તમામ મુંબઈની બજારમાં વેચાઈ હતી. આજે પણ ઇકબાલ મીરચીના ત્રણ બિલ્ડિંગ વરલીમાં, બે માહિમમાં અને જુહુ, પંચગિની તેમ જ મહાબળેશ્વરમાં એક-એક છે! મુંબઈ-મહારાષ્ટ્રમાં અન્ડરવર્લ્ડને જલસા છે.

થેંકસ ટુ કરપ્ટેડ પોલીસ... ૧૯૯૩માં છેક નાકોર્ટિકસના બેનંબરી ધંધા અંગે એન.એન. વહોરાની કમિટીએ રિપોર્ટ આપેલો કે ક્રિમિનલ ગેંગ, પોલીસ બ્યુરોક્રેટ્સ અને પોલિટિશિયનો વચ્ચેના ગઠબંધનથી માફિયા ગેંગના નાકોર્ટિકસના ધંધા ચાલે છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ કરેલો કે વહોરા કમિટીના આધારે ધરપકડ થાય પણ કોંગ્રેસ સરકારે કંઈ કર્યું નહીં. ચૂંટણી ફંડમાં માફિયાના નાણાં અને મતો અઢળક મળતા હતા.

સ્કૂલ-કોલેજમાં ધનિકો કે સેલબ્રિટિના પુત્ર-પુત્રીઓ જેની પાસે પૈસાની ખૂબ છુટ છે તે સ્પીડથી મોટરો ચલાવે છે તેને નાકોર્ટિકસની ઉત્તેજના માટે સાથીદારો જોઈએ તે સાથીદારો માટે મધ્યમ વર્ગના કિશોરોને ચરસ, ગાંજાના રવાડે ચઢાવે છે. નશીલા ડ્રગ્ઝ લેવાથી મગજમાં ડોપેમાઈન નામનું તત્વ પેદા થાય છે જે અત્યાનંદનો અનુભવ કરાવે છે. આવો અત્યાનંદ યાદ રહેતાં તેને રિપીટ કરવાનું મન થાય છે. એ પછી આદત થતાં તેના થકી સ્પષ્ટ વિચારવાની શક્તિ કુંઠિત થાય છે.

વર્તણૂંક પર અંકુશ રહેતો નથી. હેરોઈન હોય કે ‘‘ઝેનેકસ’’, ‘સ્પીડ’ કે ‘વીકોડીન’નામની ઉત્તેજક દવા હોય તે તમામ એક વખત લીધા પછી ફરી લેવાનું મન થાય છે જ. ધનની વિપુલતા અને કન્ઝયુમરીઝમ સાથે નશાનું પ્રમાણ જગતભરમાં વધ્યું છે. પાકિસ્તાન તો ‘‘ગંજેડી’નો દેશ બનતો જાય છે. ખુદા બચાવે.

બિઝનેસ ગઠરિયા, કાન્તિ ભટ્ટ
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 2


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Victoria’s Secret picks sexiest women
Kim in undies
Just Added

भोपाल में पारा 43 को छू रहा है, ऐसे में पानी ही सबसे प्यारा लागे.
Malaika Disco Chali
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.