Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Our Columnists >> Taarak Mehta
 

તારક મહેતા: એ જમાનામાં નિર્માતાઓની રખાતો બોલિવૂડમાં જાણીતી હતી

 
Source: Bava No Bagicho, Tarak Mehta   |   Last Updated 1:58 AM [IST](10/10/2010)
 
 
 
 
 
એ વખતે કાસ્ટિંગકાઉચનો સવાલ જઊભો નહોતો થતો. કોન્ટ્રેક્ટમાં જ કાઉચ આવી જતો હતો. એ જમાનામાં નિર્માતાઓની રખાતો બોલિવૂડમાં જાણીતી હતી

ટીવી ઉપર ‘ઇન્ડિયા’ ચેનલે શક્તિ કપૂર અને અમન વર્માનો પર્દાફાશ કરીને શી મોટી દેશ સેવા કરી નાખી હોય તેવી કાગારોળ મચાવી દીધી છે! અમે તો બોફર્સ કૌભાંડથી ઘાસચારા કૌભાંડ અને ત્યાર પછી થયેલા તહેલકાના વિસ્ફોટમાંથી પસાર થયા છીએ. અમારે ત્યાં તો સાધુસંતોની કામલીલાની સીડીઓ સરક્યુલર થાય છે, છતાં અમારા પેટનું પાણી હાલ્યું નથી. રાજયો ઉપર ઠોકી બેસાડેલા રાજયપાલો અસલના રાજવીઓની પેઠે ગોબાચારી કરે છે. લોકશાહીનું સરિયામ વસ્ત્રવિસર્જન કરે છે. નેતાઓનાં નગ્ન નાચ જોઈને અમને આઘાત લાગતા નથી અને તમે તમારા સુરસુરિયાને સુનામીનું સ્વરૂપ આપવાના વલખાં મારો છો.

પાછા અમને આંજી દેવા દાવો કરો છો કે, આ બોલિવૂડ કૌભાંડને ઉઘાડું પાડવા ‘ઇન્ડિયા’ ચેનલના સર્વેસર્વા રજત શર્મા ત્રણ મહિનાથી પ્લાન કરી રહ્યા હતા. લો કરો વાત. ત્રણ મહિનાના હોમવર્ક પછી તમે કર્યું શું? જે ઉઘાડું જ છે તેને ઉઘાડું પાડયું. પેલો સુહેલ ઇલ્યાસી એની પાછળ હડકાયું કૂતરું પડયું હોય તેમ દોડાદોડ ને રાડારાડ કરે છે.

મળી મળીને તમને મળ્યો કોણ? શક્તિ કપૂર - જેની મથરાવટી તો એ બોલિવૂડમાં આવ્યો ત્યારથી મેલી છે. તમારા પ્રોગ્રામમાં એણે જે ચેષ્ટાઓ કરી એવી ચેષ્ટાઓ બહાર પાર્ટીઓમાં કરવા બદલ એણે માર પણ ખાધો છે અને તમારે જે સેવા કરવી છે એ તો એણે કરી જ. એણે તો કેમેરા સામે જ કહી દીધું, બોલિવૂડમાં આ જ ચાલે છે. છોકરીઓએ ફિલમમાં કામ મેળવવું હોય તો બોલિવૂડના કોઈ ને કોઈ માંધાતાને શરીર સોંપવું પડે.

બોલિવૂડનો બખેડો કયાં કરો છો? ત્યાં અમેરિકામાં ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બિલ કિલન્ટને પાટલુન કાઢીને એનો વાવટો ફરકાવ્યો તોય એ બીજી વાર ચૂંટાઈને આવેલા અને આજે માઇકલ જેકસન ઉપર વિકૃત સેક્સના કેસ ચાલે છે. પણ એના ચાહકોની સંખ્યામાં ઘટાડો થયો નથી.

બોલિવૂડનો ઇતિહાસ તપાસોને. મૂંગી ફિલ્મોના જમાનામાં જયારે સારા ઘરની સ્ત્રીઓ ફિલ્મોમાં કામ કરવા તૈયાર નહોતી થતી ત્યારે શરૂઆતમાં પુરુષો સ્ત્રીઓનાં પાત્ર ભજવતાં - નાટકોમાં થતું તેમ. એ પછી તવાયફો - કોઠા પર બેસતી ધંધાદારી બાઈઓથી શરૂઆત થયેલી.

એ વખતે કાસ્ટિંગ કાઉચનો સવાલ જ ઊભો નહોતો થતો. કોન્ટ્રેક્ટમાં જ કાઉચ આવી જતો હતો. એ જમાનામાં નિર્માતાઓની રખાતો બોલિવૂડમાં જાણીતી હતી. મહેશ ભટ્ટના પિતા નાનુભાઈ ભટ્ટ એ બાબતમાં પંકાયેલા હતા. એ રખાતોની કેટલીક પુત્રીઓ નામાંકિત હિરોઇનો બની હતી. કાસ્ટિંગ કાઉચની વંશાવલીમાં ઊતરવા જેવું નથી.
એક નટી એના કાઉચમાં એના નિર્માતા સાથે ગમ્મત કરી રહી હતી ત્યાં એનો પતિ આવી ચઢયો. એનો મિજાજ ગયો. પત્નીને ઘરની બહાર ફેંકી દેવાને બદલે પતિએ કાઉચ બહાર ફેંકી દીધેલો. બોલિવૂડમાં અભિનેત્રીના પતિનું સ્થાન હાસ્યાસ્પદ હોય છે.

રજત શર્મા ત્રણ મહિના તો શું ત્રીસ વર્ષ હોમવર્ક કરે તો ય બોલિવૂડનો બાલ પણ ઉખાડી શકે તેમ નથી. રજત શર્માના રહ્યા રહ્યા બાલ પણ આ બખડજંતરમાં ઉખડી જશે. હવે તો સમાજનાં ઘણાં ક્ષેત્રોમાં બોલિવૂડાઇસ રોગ ફેલાયો છે.

અમે કોલેજમાં હતા ત્યારે ગુજરાત યુનિવર્સિટીએ નાટકનો અભ્યાસ દાખલ કરેલો. ત્યારે રંગભૂમિના એક પ્રખર નટ-દિગ્દર્શકને ડ્રામા ફેકલ્ટીના આચાર્ય નીમેલા. એમનાં પત્ની લેડી ડોક્ટર હતાં. ડોક્ટર પત્ની દવાખાને જાય ત્યારે આચાર્યશ્રી એમની એકાદ વિધાર્થિનીને નાટયવિધાનું પ્રશિક્ષણ આપવા પોતાના યુનિ. ક્વાર્ટર પર બોલાવતા. એમના ક્વાર્ટરની બારી પરસાળમાં પડતી. આચાર્ય એમની શિષ્યા આવી જાય પછી બહાર બારણે તાળું મારી બારીમાંથી ક્વાર્ટરમાં જતા રહેતા.

ધીરેધીરે વિદ્યાર્થીઓ વહેમાયા. જાસૂસી થઈ. વિદ્યાર્થીઓને આંદોલન માટે મસાલો મળી ગયો. પ્રકરણ નાટયાત્મક બન્યું. આચાર્યશ્રીએ રાજીનામું આપવું પડયું પણ એમની કીર્તિને બટ્ટો ન લાગ્યો. ડોક્ટરપત્ની ટેવાઈ ગયાં હતાં. સંસારને વાંધો ન આવ્યો.

આજે તો જાહેરખબરિયા જગતમાં ફેશન ડિઝાઇનિંગમાં, ગ્લેરમરને લગતાં બધાં ક્ષેત્રમાં ગુરુઓ તરેહ તરેહના મોડેલો ટ્રેઇન કરે છે. બહાર તાળું પણ મારતા નથી. તમે શાસક પક્ષના હો તો આવી રંગીલી પ્રવૃત્તિ માટે રાજયપાલ પણ રાજભવનમાં એકાદ કમરો તમને સોંપી દે છે.

શું શક્તિ કપૂર કે શું અમન વર્મા - એમ રડ્યા-ખડ્યા બે-ચાર એકટરોના ભવાડા કરવાથી કોઈને કશો ફરક પડતો નથી. રજત શર્મા ભલે ઇલ્યાસી પાસે રાડારાડ કરાવી એમની ‘ઇન્ડિયા’ ચેનલ પર રોકડી કરી લેવાની પેરવી કરે પણ સમાજ શાણો થઈ ગયો છે. જાણે છે કે બે હાથ વગર તાળી પડતી નથી. કોઈ પત્રકાર છોકરી ભલે ટીવી પર છળ કરે, દર્શકો આઘાત પામવાની ક્ષમતા ગુમાવી બેઠા છે. હા, ટીવી ઉપર ચમકવા મળતું હોય તો ઇલ્યાસીની પેઠે કેમેરા સામે કાગારોળ કરે તેવા દર્શકો પણ મળી રહે છે.

આમાં એવી પણ શકયતા છે કે શક્તિ કપૂર અને અમન વર્માએ ‘ઇન્ડિયા’ ચેનલ પાસેથી પૈસા લઈને ભ્રષ્ટાચારીઓની ભૂમિકાઓ ભજવી હોય. આ દેશમાં કુછ ભી હો સકતા હૈ.

બાવાનો બગીચો, તારક મહેતા
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 3


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Victoria’s Secret picks sexiest women
Kim in undies
Just Added

भोपाल में पारा 43 को छू रहा है, ऐसे में पानी ही सबसे प्यारा लागे.
Malaika Disco Chali
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.