Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Our Columnists >> Deepak Soliya
 

શું ભારતના આ લક્ષણ છે સુપરપાવર બનવાના?

 
Source: Deepak Soliya   |   Last Updated 12:54 AM [IST](10/12/2011)
 
 
 
 
 
ધંધામાં અડચણો અપરંપાર
એવું માનવામાં તો આવે છે કે આપણે ત્યાં લાઈસન્સ રાજ દૂર થયું છે, ઉદારીકરણ આવ્યું છે, પણ વાસ્તવમાં ભારતમાં ધંધો કરવો એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે.

વીજળીનું જોડાણ મેળવવા જેવું સાદું કામ પણ ભારત કરતાં વિશ્વના અન્ય ૯૭ દેશોમાં વધુ સહેલું છે. ભારતનો નંબર ૯૮મો છે અને કોન્ટ્રેકટનો અમલ કરાવવામાં તો ભારતનો નંબર ૧૮૩ દેશમાં છેક ૧૮૨મો છે, છેલ્લેથી બીજો.

કરિયાણાની દુકાન ધરાવતી એક વ્યક્તિ સાથે હમણાં વાત થઈ. એની દુકાન હવે પહેલાં જેવી નથી ચાલતી. એણે ધંધો બદલવાનું વિચાર્યું છે. પણ એનું કહેવું છે કે નવો ધંધો શરૂ કરવામાં મુશ્કેલીઓ એટલી બધી છે કે નફો ઘટી રહ્યો હોવા છતાં એ પોતાની કરિયાણાની દુકાન છોડી નથી શકતો. ધંધો કરવાની સગવડ વિશ્વના કયા દેશમાં કેવી છે એ વિશે હાલમાં ‘ડુઇંગ બિઝનેસ ૨૦૧૨’ નામનો એક અહેવાલ બહાર પડ્યો. આ અહેવાલ રસપ્રદ છે.

ધંધો શરૂ કરવામાં, વીજળીનું જોડાણ મેળવવામાં, બાંધકામની પરવાનગી મેળવવામાં, લોન લેવામાં, કોન્ટ્રાકટનો અમલ કરાવવામાં વિવિધ દેશોમાં હાલત કેવી છે તેનો અભ્યાસ કરીને તૈયાર કરાયેલી આ યાદીમાં કુલ ૧૮૩ દેશમાંથી ભારતનો નંબર આવ્યો ૧૩૨મો. મતલબ, ધંધો કરવા માટે ભારત કરતાં વિશ્વના ૧૩૧ દેશોમાં વધુ સારું વાતાવરણ છે. આ તો ધંધો કરવાની વાત થઈ. ધંધો શરૂ કરવામાં તો ભારતમાં મુશ્કેલીઓ એટલી બધી છે કે એનો નંબર ૧૮૩માં છેક ૧૬૬મો છે.

એક તરફ વાતો તો મોટી મોટી થાય છે કે લાઈસન્સ રાજના દિવસો ગયા, હવે ઉદારીકરણ આવી ગયું છે. માત્ર આપણે જ નહીં, આખી દુનિયા એવી વાતો કરી રહી છે કે ભારત સુપરપાવર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. પણ આ માન્યતા સાચી છે ખરી? સાદો દાખલો લઈએ. નવો ધંધો કરવા, નાનકડી ફેકટરી નાખવા માટે થોડું બાંધકામ કરવું પડે.

બાંધકામ માટે પરવાનગી મેળવવા માટે કેટલા રૂપિયા જોઈએ? ભારતમાં માથાદીઠ આવકના ૧૬૩૧ ટકા, ચીનમાં ૪૪૪ ટકા અને અમેરિકામાં? ફકત ૧૨.૮ ટકા. સાદી ભાષામાં કહીએ તો, બાંધકામ માટે મંજૂરી મેળવવા માટે ભારતમાં ચિક્કાર પૈસા ખર્ચવા પડે. વીજળીનું જોડાણ મેળવવા જેવું સાદું કામ પણ ભારત કરતાં વિશ્વના અન્ય ૯૭ દેશોમાં વધુ સહેલું છે, ભારતનો નંબર ૯૮મો છે.

અને કોન્ટ્રેકટનો અમલ કરાવવામાં તો ભારતનો નંબર ૧૮૩ દેશમાં છેક ૧૮૨મો છે, છેલ્લેથી બીજો. કોન્ટ્રેકટનો અમલ કરાવવો એટલે શું? અગાઉ નક્કી થયા મુજબ ચુકવણી થવી, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સનું પાલન થવું. ભારતમાં હાલત એવી છે કે કોન્ટ્રેકટનું કોઈ ચુસ્ત પાલન ન કરે તો છેતરપિડી કરનાર, હાથ ઊંચા કરી દેનાર આસાનીથી છટકી શકે છે. ભારતની ન્યાયપ્રક્રિયા અને વહીવટીતંત્ર એટલાં ઢીલાં છે કે આપણે ત્યાં કોન્ટ્રેકટનો અમલ કરાવવામાં સરેરાશ ૧૪૨૦ દિવસ લાગે છે જ્યારે આ જ કામ માટે ચીનમાં ફકત ૧૧૪ દિવસ લાગે છે.

પછી ચીન આગળ નીકળે જ ને! કોન્ટ્રેકટના અમલનું સાદું ગણિત એ જ છે કે આપણે ત્યાં સીધા રસ્તે કામ કઢાવવા જાવ તો લાંબા થઈ જાવ. જો તમારી પાસે મનીપાવર અને મસલપાવર હોય તો કાયદાની ઝંઝટમાં પડ્યા વિના વસૂલી કરાવી શકો, બાકી સીધા રસ્તે ચાલીને વસૂલી કરાવવા મથો તો વર્ષોનાં વર્ષો લાગે...ટેક્સનું માળખું પણ આપણે ત્યાં એટલું પેચીદું છે, ટેક્સના પ્રકાર એટલા બધા છે કે ભારતમાં ધંધાર્થીએ વર્ષમાં સરેરાશ ૩૩ વાર ટેક્સ ભરવો પડે છે, જ્યારે ચીનમાં ફકત સાત વાર. આપણે ત્યાં કોઈનો ધંધો ન ચાલે તો એને સમેટવામાં, નાદારીની પ્રક્રિયામાં સરેરાશ સાત વર્ષ લાગે છે, જ્યારે ચીનમાં ફકત ૧.૭ વર્ષ.

રિટેલ ક્ષેત્રે વિદેશી રોકાણ આકર્ષવા બાબતે ભારત સરકારે ભારે ઉત્સાહ દાખવ્યો, પણ બીજી તરફ, દેશના લાખો લોકો પોતાનો નાનકડો ધંધો શરૂ કરવા માગે છે એમના માટે સારું વાતાવરણ પૂરું પાડવા બાબતે, એમને નડતી અપરંપાર અડચણો દૂર કરવામાં બાબતે સરકાર અત્યંત ઢીલી છે. આપણે ત્યાં સબસિડી-રાહત-સહાયની બોલબાલા ઠીક ઠીક છે (ઓકે, ગરીબોને ટેકો આપવામાં કશું ખોટું નથી, પરંતુ એમાં પણ ખાયકીનું પ્રમાણ ઊંચું હોય છે. નેતા-અમલદારો ગરીબોના રોટલામાં ભાગ પડાવવામાં પણ લાજે એવા નથી). અહીં સવાલ એ થાય કે લાચાર માણસને ટેકો આપવા બાબતે સરકાર જેટલી યોજના ઘડે છે અને જુસ્સો દાખવે છે એનાથી અડધો જુસ્સો પણ, ધંધો શરૂ કરીને પગભર થવા માગનાર ધંધૉર્થી માટે દાખવવામાં આવે છે ખરો? ના.

જે દેશ પોતાના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન નથી આપતો એ દેશ પાસે અપાર કુદરતી સંપત્તિ અને માનવ સંસાધન હોવા છતાં એ ‘ગરીબડો’ જ રહેવાનો. બ્રિટનના ન્યુ સ્ટેટ્સમેન અખબારે ભારત વિશે એક કવર સ્ટોરી કરીને મથાળું બાંધ્યું: ‘શું આ નવા સુપરપાવર (ભારત)થી ડરવાની જરૂર છે ખરી?’ ‘ડુઈંગ બિઝનેસ ૨૦૧૨’નો રિપોર્ટ જોશો તો તમને પણ ભારત વિશે સવાલ થશે: શું આ લક્ષણ છે સુપરપાવર બનવાના?

દીપક સોલિયા, લેખક જાણીતા કોલમિસ્ટ છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 6


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Victoria’s Secret picks sexiest women
Kim in undies
Just Added

भोपाल में पारा 43 को छू रहा है, ऐसे में पानी ही सबसे प्यारा लागे.
Malaika Disco Chali
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.