એન્ટરપ્રાઈઝ, રિસ્ક, કરેજ અને એડવેન્ચર એ શબ્દોને ડિક્શનરી-માંથી બહાર ખેંચીને જીવનમાં ઉતારવા જેવા છે. આ જિંદગી માત્ર જીતવા માટે નથી. હારી જઈને પાછા ઊભા થઈ અંતે જીતવાની છે. જીવનમાં અને ક્રિકેટમાં સ્પીનનો જમાનો છે!
કવિ ગંગની આ કવિત ૨૧મી સદીમાં વધુ ઉપયોગી છે:
રહેગી ન રાજ-રાજધાની ન પવન પાની,
કહૈ બાક-બાની જિમી આસમાન જાઈગો,
સંપતિ પતાલ સાતૌ દીપ કી મસાલ ભઈ,
જો કુછ લિખી હૈ સૃષ્ટિ કર્તાને આપ તારુ,
સૃષ્ટિ કરતાઉ સાંજ કરતા સમાઈગો.
કવિ ગંગનું આ કવિત જિંદગીના વ્યાપારમાં જ નહીં પણ ક્રિકેટમાં લાગુ પડવાની જરૂર છે. આ લેખ હું ૨૭મી જાન્યુઆરી ૨૦૧૨ના જ્યારે ભારતની ક્રિકેટ ટીમ ટેસ્ટ મેચમાં હારી ગઈ ત્યારે લખું છું. પણ હું ક્રિકેટ પંડીતો અને ટીવીનાં ચોવટિયાની જેમ ભારતનાં ક્રિકેટરો હાર્યા છતાં તેનું બિલકુલ અવમૂલ્યન નહી કરું. છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી આપણી ટીમ મહેન્દ્રસિંઘ ધોનીના કપ્તાન પદમાં વન-ડે મેચોનો સતત મહાવરો કરતી આવી છે. આપણા ક્રિકેટરો વન-ડેના સ્પિરિટમાં જ રમે છે.
આજે પાંચ પાંચ દિવસ બેસીને ટેસ્ટ ક્રિકેટ જોવાની કોઈને ફુરસદ નથી. આ સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર અને કહેવાતી ગારાની (કીચડની) નકલી દીવાલ જેવા રાહુલ દ્રવિડનો જમાનો નથી. વિરેન્દ્ર સેહવાગ અને વિરાટ કોહલીનાં ચોક્કા અને છક્કાનો જમાનો છે. આ ધીરુભાઈ અંબાણી અને કીશોર બિયાની તેમ જ ગૌતમ અદાણીનો જમાનો છે. એવું જ આજના યુવક-યુવતીનાં રોમાન્સમાં છે મનોવિજ્ઞાનીઓ જગતભરનાં (ભારત સહિત) યુવક-યુવતીની મનોદશા અને ખાસ કરીને પ્રેમ તેમ જ રોમાન્સ અંગેના અભિગમમાં એવા તારણ પર આવ્યા છે કે ૨૧મી સદીનાં યુવા ફોર્સ પ્રેમમાં વધુ ને વધુ એગ્રેસિવ અને તત્કાળીયા બન્યા છે. વધુ બનતા જશે. મા-બાપનું કંઈ નહીં ચાલે. હવે મા-બાપે જ સામે ચાલીને દીકરા દીકરીને રોમાન્સ માટેનું મેદાન ખૂલ્લું કરી આપવું પડશે.
ક્રિકેટ મેચ શરૂ થાય અને વિરેન્દ્ર સહેવાગ રમવા આવે ત્યારે આખા સ્ડેડિયમમાં ગરમી ઉત્સાહ અને ચેતન આવી જાય છે. સચિન તેંડુલકર કે લક્ષ્મણ કે ગાંગુલીને હવે ઘરે બેસાડી દેવા જોઈએ. ૨૭-૧-૨૦૧૨ના ઓસ્ટ્રેલિયા સામે રાહુલ દ્રવીડે ૭૧-૭૧ બોલમાં ફકત ૨૫ રન કર્યા તેંડુલકરે ૩૪ બોલમાં માત્ર ૧૩ રન કર્યા તેની સામે સેહવાગે ૫૬ બોલમાં ૬૨ રન કર્યા. તેંડુલકર અને અમુક ભુષણનો ઈલ્કાબ આપવાનો છે પણ આજે તે ક્રિકેટમાં ઠગુક ભુષણ થઈ ગયો છે.
અમેરિકાની રોચેસ્ટર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીની મનોવિજ્ઞાની મેડમ ડૉ. જેનફિર ડેનિસિક કહે છે કે ૨૦૧૨થી સ્પર્ધાનો યુગ જોરદાર બન્યો છે. જલદી જીવીને જલદી કંઈક પ્રાપ્ત કરીને મરી જવાનો યુગ છે. મરતાં મરતાં માંદલાની જેમ ૧૦૦ વર્ષ જીવવામાં સાર નથી આજે યુવાન કે યુવતીને મનગમતું પાત્ર મળી જાય પછી તે કોલેજમાં, રસ્તામાં, ઓફિસમાં કે ઈન્ટરનેટ ઉપર તેને પ્રાપ્ત કરવા તુંજ્ઞ એગ્રેશન શરૂ કરશે. આવા રોમાન્સના આક્રમણમાં પહેલાં સ્ત્રીઓની સંખ્યા જૂજ હતી. પણ આજે આત્મવિશ્વાસ વાળી સ્ત્રીઓ વધી છે તે રોમાન્સમાં પણ આક્રમક બની છે.
ફિલાડેિલ્ફયામાં ડૉ. મેરોમ કલેનની ‘કરેજ ઈન્સ્ટિટ્યૂટ’ છે. તેણે ‘ધ કરેજ’ નામનું પુસ્તક પણ લખ્યું છે. પુસ્તકમાં અમેરિકને હનુમાનને યાદ કરે છે. હનુમાન હીંમતવાળા હતા. રામ તો સલામત પ્રિય આદમી હતા. જે દેશમાં હનુમાન પાક્યા તે દેશમાં આજે હિંમત ઓછી દેખાય છે. શુંકામ? એટલું આશ્વાસન છે કે સ્ત્રીઓ પુરુષ કરતાં ભારતમાં વધુ હિંમતવાળી થઈ છે. વેપાર, સાયન્સ અને ટેક્નોલોજીમાં હિંમત અને બલિદાનના સ્પિરિટને કારણે અમેરિકા આગળ વધ્યું છે. ભારતને મોડે મોડે ભાન થયું છે. ડૉ. ઈગલી એન. વુડ નામના સમાજશાસ્ત્રી કહે છે કે ‘આજની સ્ત્રી માટે પુરુષનો શારીરિક દેખાવ મહત્વનો બનવા માંડયો છે. તેમાં ખોટું શું છે? ૨૧મી સદીની સ્ત્રીને સિમેટ્રિકલ ફીચર, પુરુષના શરીરમાં કલીઅર અને ડાઘ વગરની સુંવાળી ચામડી, આંખના સફેદ ડોળા સ્ત્રીને પુરુષમાં જોઈએ છે. એટલા માટે કે સ્ત્રીઓને હવે આંતરિક સૂઝ થઈ છે કે આવા ફીચર્સ વાળા પુરુષ તેમ જ મેસ્કયુલાઈન ફીચર્સ ધરાવતો પુરુષ તેને ઉત્તમ જીન્સવાળું સંતાન આપશે. ગોરા-રૂપાળા સંતાન આપશે.
તમને પ્રશ્ન થશે કે ક્રિકેટમાંથી આ સ્ત્રીઓની જાજરમાનતા પર ક્યાં ટપકી પડ્યા? એટલા માટે કે દરેક ક્ષેત્રમાં આજે સાહસ અને હિંમત સાથે ખેલ કરવાના છે. જલદી જલદી પ્રાપ્ત કરવાનો યુગ છે સાચવી સાચવીને ચાલવાનો યુગ નથી. સચિન, દ્રવિડ અને લક્ષ્મણને ઘરે બેસાડતાં પહેલાં ક્રિકેટના ઓર્ગેનાઈઝર બુિઢયાઓને પણ ઘરે બેસાડી એન્ટરપ્રાઈઝિંગ નવયુવાન ક્રિકેટરો ભલે જલદી આઉટ થઈ જાય તેને ચાન્સ આપવાની જરૂર છે. એન્ટરપ્રાઈઝ, રસ્કિ, કરેજ અને એડવેન્ચર એ શબ્દોને ડિકશનરીમાંથી બહાર ખેંચીને જીવનમાં ઉતારવા જેવા છે. મારા પિતા તો મને વહેલાસર કહી ગયેલા-આજ આજ ભાઈ અત્યારે વળી આ જિંદગી માત્ર જીતવા માટે નથી. હારી જઈને પાછા ઊભા થઈ અંતે જતવાની છે.
ટેલિવિઝનની સ્પોર્ટ્સ ચેનલો ઉપર આપણા ક્રિકેટરોનો ઉધડો લેનારા ક્રિકેટ પંડીતોએ આત્મનિંદા નોવેલ ક્રિકેટરોને અને ખાસ ક્રિકેટ એસોસિયેશનનાં માધાતાને નવી દીશા અને નવી હિંમત આપવાની છે. યુવાન અને નવા ક્રિકેટરો જે ધૂળ ખાય છે તે આપણા નવ યુવાનોમાં ક્રિકેટ સહિત દરેક ક્ષેત્રમાં શ્રદ્ધા રાખીએ. ઓસ્ટ્રેલિયાનો શું કામ માત્ર ક્રિકેટમાં જ નહીં પણ ધંધા, વેપાર, ઉદ્યોગ અને લગ્નમાં જીતે છે. તેનો અભ્યાસ કરવો જોઈએ. સેહવાગ અને વિરાટ કોહલીને આંટે તેવા યુવા ક્રિકેટરો એકલા ગુજરાતમાં પડ્યા છે. ‘તહેલકા’ મેગેઝિનમાં (૨૮-૧-૧૨) બિશનસિંઘ બેદીએ ધડાકો કર્યો છે કે ક્રિકેટ કંટ્રોલ બોર્ડની ચાવી ટાઈટ કરવી જોઈએ.
‘પાકિસ્તાનના સ્પીન બોલરોએ ૨૮-૧-૧૨ના રોજ ઈંગ્લેંડને ભોંય ભેગા કર્યા. ભારતે સ્પીન બોલરો પેદા કરવાની જરૂર છે. સ્પીનનો જમાનો છે. જીવનમાં અને ક્રિકેટમાં!’