સંયુક્ત રાજ્ય અમેરિકાનાં શહેરો અને પ્રાંતોમાં એરપોર્ટથી માંડીને પ્રાણી સંગ્રહાલય સુધી બધું જ વેચવામાં કે પછી લીઝ પર આપવામાં આવી રહ્યું છે. તેની પાછળની કોશિશ વાર્ષિક બજેટમાંના ગાબડાંને ભરવાની અને સ્ટાફનો પગારની ચૂકવવાની છે. કેલિફોર્નિયા કોઈ એવી વ્યક્તિની શોધમાં છે જે તેમની સ્ટેટ ઓફિસની ઇમારત ખરીદી શકે. મિલ્વૌકી પોતાની જલાપૂર્તિ વેચવા જઈ રહી છે. શિકાગો અને ન્યૂ હેવન પોતાના પાર્કિંગ સ્લોટ્સની બોલી લગાવવા જઈ રહ્યાં છે, જેનો અર્થ છે કે, સ્થાનિક મ્યુનિસિપાલિટી હવે તમારી પાસે કાર પાર્કિંગનું ભાડું નહીં વસૂલે, પરંતુ કોઈ નવો ખાનગી ઉદ્યોગપતિ પોતાના હિસાબે તેની ફી લેશે.
આ ઉપરાંત જ્યોર્જિયા અને લુસિયાના જેવા પ્રાન્ત પોતાનાં એરપોર્ટ્સ વેચવાની તૈયારીમાં છે. આવા ઓછામાં ઓછા ૩૫ સોદા પ્રક્રિયામાં છે, જેનો ખર્ચ અંદાજે ૪૫ અબજ ડોલર છે. અહીંયાનાં વિવિધ અર્ધસરકારી સંગઠનોની આર્થિક સ્થિતિ નબળી થઈ રહી છે. નોકરીઓ ગુમાવવાને કારણે ટેક્સની આવકમાં થયેલા ઘટાડાએ આ પ્રકારના વેચાણને હવા આપી છે. સરકારી સંપત્તિઓ ખાનગી કોર્પોરેશનોને વેચવાની આ કવાયત યુરોપ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ લોકપ્રિય છે.
સ્થાનિક તંત્રનો તર્ક છે કે, આ પ્રકારના એક વખતના વેચાણથી તેમને જે પૈસા મળે છે, તેનાથી તેમને વધુ દીર્ઘકાલીન સંપત્તિઓનું નિર્માણ કરવા અને ટેક્સમાં કરાતી વૃદ્ધિને ટાળવામાં મદદ મળી શકે છે. આ પ્રકારના પહેલા વેચાણ અંતર્ગત મોર્ગન સ્ટેન્લીએ શિકાગોમાં ૩૬૦૦૦ વર્ગમીટર પાર્કિંગ સ્પેસને ૧.૧૬ અરબ ડોલરમાં ૭૫ વર્ષ સુધી લીઝ પર લીધી. જોકે શહેરનું કોર્પોરેશન હજુ પણ કાર પાર્કિંગ માટે નિયમો-કાયદા અને દર તેમજ ખોટા પાર્કિંગ બદલ દંડ નક્કી કરે છે.
૧૯૮૦માં સંયુક્ત રાજ્ય અમેરિકાએ ટેક્સ ઘટાડવા માટે પોતાની અનેક સંપત્તિઓ લીઝ પર આપી દીધી હતી. હવે તેને સંપૂર્ણ રીતે ખાનગી હાથમાં વેચવાના આ નવા પગલાં બદલ અનેક આલોચકોને લાગે છે કે, તેનાથી દીર્ઘકાલીન રૂપે અહીંયાના સમુદાયોને નુકસાન થશે. અનેક લોકોનો તર્ક છે કે, આ પગલાંથી નિશ્વિત રૂપે સ્થાનિક નિગમોના બજેટના માળખામાં અસંતુલનની સ્થિતિ પેદા થશે.
ફંડા એ છે કે, સતત આવકને બદલે અંદાજિત રકમ હાંસલ કરવી એ ફાયદાનો સોદો નથી. જો તમારે સંપત્તિ વેચવી જ હોય તો તેના સ્થાને કોઈ સસ્તી સંપત્તિ ઊભી કરી લો.