ગયા વર્ષે મુંબઈ એરપોર્ટ પર નવી દિલ્હીની ફ્લાઈટ પડકતાં પહેલાં મેં એક સોફ્ટ ડ્રિન્ક પીધું. ત્યાં મારી મુલાકાત જોસેફ વી. ત્રિપોદી સાથે થઈ, જે અમેરિકામાં કોકા કોલા કંપનીના એક્ઝિકયુટિવ વાઈસ પ્રેસિડન્ટ અને ચીફ માર્કેટિંગ તેમજ કોમર્શિયલ ઓફિસર છે. તેમણે મને સોફ્ટ ડ્રિન્ક તૈયાર કરવા સાથે જોડાયેલ વિવિધ માહિતી આપી. તેઓ જુની દિલ્હીના કેટલાક વિસ્તારોમાં મારી સાથે એ જોવા માટે આવ્યા કે, સામાન્ય માણસ તેમની કોકા કોલાનો ઉપભોગ કેવી રીતે કરે છે.
ત્યારબાદ તેઓ પાછા ઓફિસે જઈ પોતાની ટીમ સાથે ગ્રાહકોની દરેક ગતિવિધિનું વિશ્લેષણ કરીને તેમને સમજાવવાની કોશિશ કરી. મને નહોતી ખબર કે,કોઈ ડ્રિન્કના પ્રોડક્શન પાછળ આટલી મહેનત થતી હશે. પોતાના ગ્રાહકો સમક્ષ વિકલ્પોની વ્યાપક રેન્જ કેવી રીતે રજુ કરવી તે બાબત મોટી મોટી કંપનીઓ માટે પડકાર બની છે.
તેના માટે તમારે તેને એ રીતે રજુ કરવી પડશે કે, ગ્રાહકોને લાગે કે તે ખાસ તેમના માટે જ છે. આજે દુનિયા કઈ દિશામાં જઈ રહી છે, તે જાણવા માટે દરેક જણ કિશોરવયનાં છોકરા-છોકરીઓનું અનુસરણ કરવાની વાત કહે છે. કોકા કોલા પણ એવું જ કરે છે. પરંતુ આ મુદ્દે તે ખૂબ સ્પષ્ટ છે કે, તેમને વયસ્કો સુધી પણ પહોંચવું પડશે, કારણ આજે દુનિયામાં ૫૦ વર્ષથી વધુ ઉંમરના લોકોની સંખ્યા પણ અધિક છે.
કંપની કેટલાક વિસ્તારોમાં કુપોષણ કે કોઈ રોગ સામે લડવામાં મદદ કરે છે. તેમની વિતરણ પ્રણાલી ખૂબ સારી છે. આફ્રિકા અને એશિયા જેવા મહાદ્વીપોમાં આંતરીક વિસ્તારો સુધી કોઈ પણ પ્રોડકટને પહોંચાડવી કોક જેવી કંપની માટે જ શક્ય છે. ‘ઉન્મુક્ત ખુશી’ના વિષય પર તેમણે કહ્યું કે, ગ્રાહક પણ પોતાની તરસ છીપાવવા માટે તમારી પાસે માત્ર તે પ્રોડકટ જ નહીં, પ્રેમ પણ માગે છે.
ફંડા એ છે કે, ગ્રાહક માત્ર ઉપભોગ માટે જ તમારી પ્રોડકટ નથી ખરીદતા. જો તમે તેમને પ્રોડકટની સાથે ભાવનાત્મક રીતે જોડી શકશો તો તે સહર્ષ તમારી પ્રોડકટ ખરીદશે.